Skip to main content

ભારત-ચીન સંબંધો નવી ક્ષિતિજે

પ્રધાનમંત્રી પદે શ્રી નરેન્દ્ર મોદીએ ફરીથી દેશનું સુકાન સંભાળતાં વિદેશ નીતીમાં પણ એ જ ગતિથી કામગીરી આગળ ધપી રહી છે. ભારત અને ચીન સંબંધોને વધુ ઉર્જાવાન અને ઉષ્માપૂર્ણ બનાવવા માટેના પ્રયત્નોમાં બંને દેશો ફરી એકવાર આગાળ વધ્યા છે. ભારતની ચીન અંગેની નીતીમાં પણ સાતત્યપૂર્ણ બાબતો જાવા મળી રહી છે. ૨૦૧૭માં દોકલામ મુદ્દે બંને દેશો વચ્ચે ઊભા થયેલા સંઘર્ષ બાદ સંબંધોમાં આવેલા સુધારામાં સતત આગળ વધી રહ્યા છે. આ તબક્કે અમેરિકા-ચીન વેપાર યુદ્ધ પર મહત્વના પડાવ પર છે. વૈશ્વિક રાજકારણમાં તેના કારણે ઘણા ફેરફારો થઈ રહ્યા છે. ૨૦૧૮માં વુહાન ખાતે બંને દેશના નેતૃત્વ વચ્ચે અનૌપચારિક બેઠક યોજાઈ હતી. પરિણામે સંઘર્ષમાં હળવાશ અને સંબંધોમાં ઉજાસ જાવા મળ્યો છે. વુહાન બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકની ફલશ્રુતિ સ્વરૂપે મતભેદો નિવારવામાં સફળતા મળી હતી અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ચીન દ્વારા જૈશ-એ-મહંમદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા માટે અનુમતિ અપાતાં મહત્વની મડાગાંઠ ઉકેલવામાં આવી. રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિમાં મૂકવામાં આવેલો પ્રસ્તાવ આખરે પસાર થયો. ચાર વાર રજૂ કરાયેલો ખરડો છેવટે ચીનના સહયોગથી પસાર થઈ શક્યો હતો. ફરીવાર સુકાન સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે બેઠક યોજી. શાંઘાઇ શિખર પરિષદ કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે મળી ગઈ. તેની સાથોસાથ બંને દેશોના નેતાઓ વચ્ચેપણ બેઠક યોજવામાં આવી. આ ઉપરાંત બંને નેતાઆ જાપાનમાં મળનારી જી-ટ્‌વેન્ટી દેશોની બેઠક દરમિયાન પણ મળશે. ૨૮ અને ૨૯ જૂને ઓસાકામાં આ બેઠક મળવાની છે. થાઇલેન્ડમાં ચાલુ વર્ષે જ પૂર્વ એશિયા પરિષદ પણ યોજવાની છે. આ ઉપરાંત બ્રાઝિલમાં બ્રિક્સ દેશોની બેઠક પણ મળી રહી છે. 

મૂળ બાબતએ છે કે, બંને નેતાઓ વચ્ચે ઔપચારિક અને અનૌપચારિક સ્તરે બેઠકો યોજાઈ રહી છે અને પરિણામે સંબંધોમાં સુધારાઓ જાવા મળી રહ્યા છે. આ પ્રકારની બીજી બેઠક ૧૧ ઓક્ટોબરે વારાણસીમાં યોજાવાની છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે ભાગીદારીપૂર્ણ સંબંધો આગળ વધી રહ્યા છે અને તેનું કારણ બંને વચ્ચેના વ્યÂક્તગત સંબંધો પણ છે. આ સંબંધોનો મતલબ એવો નથી કે, આપણા મતભેદો પૂરા થઈ ગયા છે. ભારત બીજીવાર મળેલી બેલ્ટ એન્ડ રોડ બેઠકમાં ગેરહાજર રહ્યું હતું. ખરેખર તો ભારત એક માત્ર દેશ છે. જે ચીનના આ કાર્યક્રમમાં જાડાયો નથી. ચીન દ્વારા પાકિસ્તાનને અપાઈ રહેલા ટેકા તથા ચીન – પાકિસ્તાન આર્થિક પથનો કાશ્મીરમાંથી પસાર થતો ભાગ એ વિવાદના કારણમાં છે. ઉપરાંત સરહદી પ્રશ્નો પણ ઘણા સમર્થન પડતર છે. બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે આ માટે બેઠકો યોજાતી રહી છે અને વિવિધ રાઉન્ડ ચાલવા છતાં કંઈ ખાસ પ્રગતિ નથી, પરંતુ સૌહાર્દ પૂર્ણ સંબંધો જળવાઈ રહ્યા છે. 

ચીન દ્વારા ભારતને અણુપુરવઠા દેશોના સંગઠનમાં સ્થાનનો પણ વિરોધ થઈ રહ્યો છે. જાકે, ચીન પણ વિવાદોના કારણે સંબંધોમાં કચવાટ ન રહે તેવા પ્રયત્નો માટે સંમત થયું છે. 

ભારતનો અભિગમ ખૂબ જ રચનાત્મક રહ્યો છે, અને તેમાં કેટલાંક મહત્વપૂર્ણ પ્રશ્નોને બાજુ પર મૂકવાની બાબત નથી. પરંતુ તેના કારણે સંબંધો બગાડવાનો પણ મતલબ રહેતો નથી. આ હેતુથી જ ઉચ્ચકક્ષાએ સંવાદિતા જાળવવા સંવાદ જાળવવાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. પરસ્પરના હીત જાળવવા પર મહત્વ આપીને સહકારીતાપૂર્ણ વલણ અપનાવવામાં આવ્યું છે. ત્રાસવાદને નાબૂદ કરવા માટે તેના પડકારજનક પગલાંઓનું એક માળખું ઘડવા માટે બંને નેતાઓ સંમત થયા છે. શાંઘાઇ સહકાર સંગઠનની બેઠકના અંતે બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં આ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અમેરિકા-ચીનના વેપાર યુદ્ધ, બેસ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ વગેરેમાં ભારતનું મહત્વ વધ્યું છે. 

વારાણસીમાં આ વર્ષે મળનારી અનૌપચારિક બેઠકમાં આ દ્વિપક્ષી પ્રશ્નો અંગે પણ કંઈક ઉકેલ આવે તેવું દેખાઈ રહ્યું છે. સરહદી વિવાદોને બાજુ પર મૂકતાં બંને દેશો વચ્ચેનો વેપાર પણ મહત્વનો છે. અત્યારની Âસ્થતિએ બંને દેશો વચ્ચેના વેપારમાં ૫૩ અબજ ૩૭ કરોડની ખાદ્ય છે. જે મહત્વનો મુદ્દો ભારત માટે છે. ગ્વાદર બંદર પર ચીન દ્વારા ઊભા કરાઈ રહેલા માળખા અંગે પણ ભારતનો વાંધો છે. 

અહીં નોંધ કરવા જેવી બાબત એ છે કે, ૨૦૨૦ સુધીમાં ભારત-ચીન સંબંધોના ૭૦ વર્ષ પૂરાં થશે અને ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં અવરોધરૂપ પ્રશ્નો ઝડપથી ઉકલે તો ઉષ્માપૂર્ણ સંબંધોમાં ઘણી પ્રગતિ કરી શકાય તેમ છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...