Skip to main content

પ્રધાનમંત્રી મોદીના શપથવિધી સમારોહમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની ભૂમિકા સ્પષ્ટ થઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજી વખતના શપથવિધી સમારોહમાં બિમસ્ટેક, શાંઘાઈ સહકાર સંગઠન – એસ.સી.ઓ. અને હિન્દ મહાસાગર ક્ષેત્રના દેશોના નેતાઓને પણ નિમંત્રણ અપાયું હતું. આ નિમંત્રણે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં મહાસત્તા તરીકે મહત્વની ભૂમિકા ભજવવાનો ભારતનો ઇરાદો વધુ સ્પષ્ટ થયો છે.

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ શપથવિધી સમારોહમાં ઉપÂસ્થત હતા. ભારત સાથેના વિશેષ વર્તમાન સંબંધોને માન્યતા રૂપે તેમની આગેવાની હેઠળ બાંગ્લાદેશનું પ્રતિનિધી મંડળ પણ ભારત આવ્યું હતું. બિમસ્ટેકના અન્ય સભ્ય દેશોએ પણ આ પ્રસંગે ટોચના નેતાઓને મોકલ્યા હતા અને શ્રી મોદી સાથે અનૌપચારીક મંત્રણાઓ પણ યોજી હતી. આ બેઠકો દરમિયાન જે તે દેશના ભારત સાથેના સંબંધોની સમીક્ષા કરાઇ હતી અને પ્રધાનમંત્રીના બીજા કાર્યકાળ દરમિયાન તેમાં પ્રગતિ સાધવા મંત્રણાઓ કરાઇ હતી.

નેપાળ અને ભૂતાન તરફથી બંને દેશોના પ્રધાનમંત્રીઓ કે.પી. શર્માઓલી અને લોત્શે શેરીંગ આવ્યા હતા. જયારે શ્રીલંકા તરફથી તેના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેના આ શપથવિધી સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા. શ્રીલંકામાં ગયા વર્ષની રાજકીય કટોકટી અને ઇસ્ટર સન્ડે ત્રાસવાદી હુમલો ભારત માટે પણ ચિંતાજનક બાબત છે. પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠકમાં શ્રી સિરીસેનાએ સલામતી સહભાગીતા અને અન્ય બાબતો પર ચર્ચા વિચારણા કરી હતી. ૨૦૧૫માં રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી શ્રી સિરીસેનાએ ભારતના પ્રધાનમંત્રી સાથે સારા સંબંધો કેળવ્યા છે અને તેઓ ભારતની વારંવાર મુલાકાત લેતા રહ્યા છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આગામી જાન્યુઆરી માસમાં યોજાવાની છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ વીંન મીંટ પણ આ સમારોહમાં ઉપÂસ્થત રહ્યા હતા અને પ્રધાનમંત્રી સાથે અનૌપચારીક મંત્રણાઓ કરી હતી.

થાઇલેન્ડમાં પણ તે જ દિવસે પ્રધાનમંત્રી પદનો શપથવિધી સમારોહ યોજાયો હતો. તેથી તેણે પ્રધાનમંત્રી મોદીના શપથવિધી સમારોહમાં ખાસ દૂત મોકલ્યા હતા. પ્રધાનમંત્રી મોદી આગામી નવેમ્બર માસમાં થાઇલેન્ડની મુલાકાતે જાય તેવી સંભાવના છે. તેઓ ભારત-આશિયાન અને પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશે. સાર્ક સંગઠનમાં પાકિસ્તાન જાણી જાઇને સરળતાથી કામકાજ નહિં થવા દેતું હોવાથી મોદી સરકાર માટે બિમસ્ટેક સંગઠન પ્રાથમિકતાનો મુદ્દો રહ્યું છે. શ્રી મોદીએ ઓક્ટોબર ૨૦૧૬માં ગોવામાં યોજાયેલી બ્રિક્સ શિખર બેઠક વખતે બિમસ્ટેકની અનૌપચારીક બેઠક યોજી હતી. ત્યારબાદ ૨૦૧૭થી બિમસ્ટેકના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો આંતરરાષ્ટ્રીય ગુનાઓ અને ત્રાસવાદની ઘટનાઓને નાથવા નિયમિત રીતે મળતા રહ્યા છે. બિમસ્ટેક મોટર વાહન કરાર પણ દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં પ્રાદેશિક સંપર્ક વધારવા માટેનું મહત્વકાંક્ષી આયોજન છે.

પાકિસ્તાન તેની ધરતી પરના ત્રાસવાદ પર અંકુશ મુકવા સતત નિષ્ક્રીય રહેતું હોવાથી સાર્કની અસરકારકતા નહિંવત થઇ ગઇ છે. તેથી મોદી સરકાર બિમસ્ટેકના સભ્યો દેશો સાથે સભાનપણે સંબંધો સુધારી રહી છે. બિમસ્ટેક સંગઠન બંગાળના અખાત આસપાસના અને અÂગ્ન એશિયા દેશો સાથે એક્ટ એશિયા નીતિ અંતર્ગત સંબંધો સુધારવા માટે એકતા પૂરી પાડે છે. તેની સાથો સાથ આ ક્ષેત્રમાં ચીનના પગપેસારા વચ્ચે પણ ભારતની હાજરી પ્રદર્શિત કરે છે.

બંગાળના અખાત મલાક્કા સમુદ્ધધુની સાથે જાડાણ ધરાવે છે. જે ચીનનો મુખ્ય વેપાર માર્ગ છે અને જયાં ભારત અને ભૂતાન સિવાયના બિમસ્ટેક દેશોની ઘણી યોજનાઓ ચાલી રહી છે. વૈશ્વિક વેપારના ૨૫ ટકા વેપાર માટે બંગાળના અખાતનો માર્ગ ઉપયોગમાં લેવાય છે અને તે કુદરતી ગેસ સહિતના ઉર્જા †ોતો વિપુલ પ્રમાણમાં ધરાવે છે. ભારતના બિમસ્ટેક સભ્ય દેશો સાથેના સુદૃઢ સંબંધો વિસ્તારના કારણે તેને બંગાળના અખાતનો વિશેષ લાભ મળી શકે છે.

સાથે સાથે ક્રીગ્રીસ્તાનમાં મળનારી શાંઘાઈ સહભાગીતા પરિષદ એસ.સી.ઓ. માટે ભારતને મળેલુ આમંત્રણ મધ્ય એશિયા અને બહોળા યુરેશિયામાં ભારતની હાજરી વિસ્તરી રહી હોવા તરફ ઇશારો કરે છે આ વિસ્તારોમાં ચીન પણ પોતાની હાજરી વિસ્તારી રહ્યું છે મધ્ય એશિયાઇ રાજ્યો, આ વિસ્તારમાં ભારત વ્યાપક ભાગ ભજવે તેવી ઇચ્છા ધરાવે છે જેનાથી તેઓને વધુ વ્યુહાત્મક વિકલ્પો મળી રહે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એસ.સી.ઓ. પરિષદ દરમિયાન મધ્ય એસિયન વડાએ સાથે અલગથી બેઠક કરે તેવી સંભાવનાઓ જાવાઇ રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથવિધી કાર્યક્રમમાં મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથની હાજરી દર્શાવે છે કે, પશ્ચિમ ભારતીય દરિયાઇ વિસ્તારોના દેશોમાંથી મોરેશિયસ ભારતનો નજીકનું ભાગીદાર દેશ છે. ભાર આ વિસ્તારમાં સુરક્ષા પૂરૂ પાડનાર બની રહેવા સાથે આ વિસ્તારના દરીયાઇ સંશોધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની ઇચ્છા ધરાવે છે.

લેખક : દિપાંજન રોય ચૌધરી

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...