સીકા સંગઠન એશિયામાં મહત્વનું બની રહ્યું છે. એશિયા ખંડના દેશોમાં આંતરિક વિચારવિમર્શ અને વિશ્વાસ જાળવવા માટેના પગલાં માટે તેની રચના કરવામાં આવી છે. તેની પાંચમી પરિષદ તાજેતરમાં તાજિકિસ્તાનમાં મળી ગઈ. તેના પ્રથમ અને સ્થાપક પ્રમુખ કઝાખસ્તાનના રાષ્ટ્રપતિ નૂર સુલતાન નજરલાયેવ છે. તેમણે રાષ્ટ્રસંઘ સામાન્ય સત્તાની બેઠકમાં ૧૯૯૨માં આ વિચાર રજૂ કર્યો હતો. તેના આધારે સીકાનું મુખ્ય મથક અને સચિવાલય ૨૦૦૬માં અસ્તનામાં સ્થાપવામાં આવ્યું હતું. તેનું નામ બદલીને હવે નૂર સૂલતાન કરવામાં આવ્યું છે. હાલ આ સીકા સંગઠનમાં ૩૦ દેશો સભ્ય બન્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ નીરિક્ષક તરીકે જાડાયાં છે. અત્યાર સુધીમાં તુર્કી, ચીન અને તાજીકિસ્તાને સીકાનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. પ્રથમ સીકા પરિષદ ૨૦૦૨માં મળી હતી.
કઝાબસ્તાનના અલમટી શહેરમાં તેનો પ્રસ્તાવ મંજૂર કરાયો હતો, જે અલમાટી કાયદા તરીકે ઓળખાય છે, તે સમયે ભારતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયેપી હતી અને તે આ પરિષદમાં હાજર રહ્યા હતા. ભારતના પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના મંત્રીએ ૨૦૦૬ની અલમાટી પરિષદમાં હાજરી આપી હતી. ત્રીજી પરિષદ ઈસ્તંબૂલમાં ૨૦૧૦માં મળી હતી અને તેમાં ભારતના તે સમયના વાણિજ્ય મંત્રીએ હાજરી આપી હતી. ચોથી પરિષદ ૨૦૧૪માં ચીનના શાંઘાઈમાં મળી હતી, તે સમયે વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી બેઠકમાં હાજર રહ્યા હતા. સીકા પરિષદ એ સહકાર, Âસ્થરતા સલામતિ અને શાંતિ જાળવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. સમગ્ર એશિયા ખંડમાં તેની આસપાસના વિસ્તારોમાં તેના દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે છે. એશિયામાં સહિયારી સલામતી વ્યવસ્થા જાળવવા પર તે ખાસ ભાર મૂકે છે. આ માટે તબક્કાવાર વિવિધ માળખાંકીય બાબતો પણ રજૂ કરવામાં આવે છે. આ હેતુથી સિકા દ્વારા એક કાર્યસૂચિ તૈયાર કરવામાં આવી છે. તેમાં ક્ષમતાબદ્ધ કાર્યક્રમો અને તેના પગલાં સૂચવવામાં આવ્યા છે. નવા પડકારો અને ભયસ્થાનોને પણ તેમાં આવરી લીધા છે. મુખ્યત્વે પાંચ બાબતોને વ્યાપક રીતે લીધા છે. મુખ્યત્વે પાંચ બાબતોને વ્યાપક રીતે તેમાં સાંકળી છે. આર્થિક પર્યાવરણ, માનવલક્ષી બાબતો અને લશ્કરી તથા રાજકીય પરિણામોને પણ આવરી લીધાં છે. ક્ષમતાબદ્ધતાના પગલાં લેવા અને તે દ્વારા પરસ્પર વિશ્વાસ ઉભો કરવાના ક્ષેત્ર ઉપરાંત પરિવહન ક્ષેત્ર તથા ઊર્જા સલામતિ ક્ષેત્ર માટે ભારત દ્વારા મુખ્ય સંકલનકારની ભૂમિકા ભજવવામાં આવી હતી.
સીકા પરિષદમાં દર ચાર વર્ષે મળે છે. તાજેતરમાં તાજીકિસ્તાનમાં મળેલી પાંચમી પરિષદનો હેતુ હતો – એશિયા પ્રદેશમાં સલામતિ અને સમૃદ્ધિને લગતી બાબતો આ બેઠકમાં ભારતમાંથી વિદેશમંત્રી એસ.જયશંકર હાજર રહ્યા હતા. આ તેમની મધ્ય એશિયાની સૌપ્રથમ મુલાકાત હતી.
સીકાની વિવિધ પ્રવૃત્તિઓમાં ભારત ખૂબ જ સક્રિય બનીને ભાગ લે છે. ભારત માને છે કે, એશિયા પ્રદેશમાં આવેલા દેશો વચ્ચે સતત સંવાદ થતો રહેવો જાઈએ અને તે દ્વારા પરસ્પર વિશ્વાસની Âસ્થતિ ઉભી થતી હોવી જાઈએ. આ માટે પદ્ધતિસર રીતે એક પછી એક એશિયાના દેશોની જરૂરિયાત પર ધ્યાન અપાવું જાઈએ. પાંચમી પરિષદને સંબોધતાં વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે, એકવીસમી સદી અને એશિયાની સદી છે અને તેમાં સીકાની ભૂમિકા ખૂબ જ રચનાત્મક છે, તે દ્વારા પ્રદેશમાં શાંતિ, Âસ્થરતા, સલામતી અને વિકાસ પર તેમણે ભાર મૂક્યો હતો. શ્રી જયશંકરે ત્રાસવાદને સૌથી મોટો પડકાર ગણાવ્યો. આ હેતુથી ત્રાસવાદીઓ અને તેનો ભોગ બનેલા લોકો વચ્ચે કોઈ તુલના ન કરી શકાય તેમ પણ કહ્યું. અફઘાનિસ્તાનમાં બની રહેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાન દ્વારા જ તેના પ્રશ્નોના ઉકેલની તરફેણમાં છે.
વિદેશ મંત્રીએ ઉર્જા સલામતિ અંગે પણ વિશેષ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, વિકાસ માટે આ બાબતે પણ પડકારો ઉભા થયા છે. આ માટે ખનીજતેલ ઉત્પાદક દેશો અને ગ્રાહક દેશો વચ્ચે મંત્રણા યોજના જણાવ્યું અને તે દ્વારા ઉર્જા ક્ષેત્રમાં Âસ્થરતા ઉભી થશે તેમ કહ્યું. ઉલ્લેખનિય છે કે, ભારત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં મોટો ફાળો આપે છે. આ માટે તેમણે સીકાના દેશોને આંતરરાષ્ટ્રીય સૌર મંડળમાં જાડાવા નિમંત્રણ આપ્યું હતું, તેનું મુખ્યમથક દિલ્હીમાં ગુરૂગ્રામને રાખવામાં આવ્યું છે.
પાંચમી સીકા પરિષદ દરમિયાન અપનાવવામાં આવેલા ઠરાવમાં ભારતે ઉભા કરેલા પ્રશ્નોને પણ આવરી લેવામાં આવ્યા, તેમાં ત્રાસવાદ અને સલામતિના પ્રશ્નોનો પણ સમાવેશ કર્યો હતો. ત્રાસવાદના કોઈપણ સ્વરૂપ તથા તેને નાણાં પૂરા પાડતાં પરિબળોને પણ અલગ પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રાસવાદીઓને આશ્રય આપવા, ઈન્ટરનેટનો દુરૂપયોગ કરી સામ્રાજ્ય ફેલાવતા તમામ પરિબળોને પણ અલગ પાડવા ઠરાવમાં ઉલ્લેખ કર્યો છે. સીકા પરિષદમાં આર્થિક અને સાંસ્કૃતિક સહકાર, વેપાર સુધારાઓ વગેરે બાબતો પણ આવરી લેવામાં આવી હતી. હવે પછીની પરિષદ ૨૦૨૨માં મળશે.
લેખક – ડો.અઝર જફર, મધ્ય એશિયાના વ્યુહાત્મક બાબતોના વિશ્લેષક
- હરેશ પંડ્યા, જતિન કામદાર, મયુર રાજાણી
Comments
Post a Comment