Skip to main content

પાકિસ્તાનમાં વિરોધના સૂર ઊઠતા રોકવાના થતા પ્રયાસો અંગે સમીક્ષા

પાકિસ્તાનમાં રાજકીય ક્ષેત્રે હીલચાલ અને વધુ સક્રિયતા જાવા મળી રહી છે.

સત્તાધારી પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટી – પીટીઆઈએ સરકાર વિરોધી અવાજ સામે ગાળીયો કસવાની શરૂઆત કરી છે, જેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાઓની ધરપકડ, અસીફ અલી ઝરદારી તથા હમજા શાહબાઝની સામેની કાર્યવાહી, પશ્તુન તહફૂઝ મુવમેન્ટ જેવા જૂથોને કચડવાનો પ્રયાસ જેવા પગલાંઓનો સમાવેશ થાય છે. ઈમરાન ખાન સરકાર વ્યુહાત્મક રીતે રાજકીય વિરોધીઓને શાંત પાડવાના વ્યુહાત્મક પગલાં લઈ રહી છે. જાતે જ દેશવટો ભોગવી લેવા એમ.ક્યૂ.એમ. પક્ષના વડા અલ્તાફ હુસેનની બ્રીટીશ સરકાર દ્વારા કરાયેલી ધરપકડ પાછળ પાકિસ્તાન સરકારનો જ દોરીસંચાર હોવાનું મનાય છે. પાકિસ્તાન સરકાર સમાજના કોઈપણ જૂથમાંથી ઊઠતા વિરોધના સૂર શાંત પાડવા, પાક સેનાની જેમ જ વર્તન કરતી જણાય છે.

જાકે રાજકીય વિરોધને કચડી નાખવાના કે રૂંધવાના પ્રયાસો, આવો પ્રયાસ કરનારને જ નુકસાન પણ કરી શકે છે.

નેશનલ એકાઉન્ટીબીલીટી બ્યુરો – એન.એ.બી.ના ઓઠા હેઠળ વિરોધ પક્ષના અગ્રણીઓની ધરપકડ કરવી તથા ભ્રષ્ટાચારના આરોપો કરવા જેવા સત્તાવાળાઓએ પાકિસ્તાની સંસદના બજેટ સત્ર વખતે લીધેલાં પગલાંઓ વિપક્ષને કાયદાકીય કાર્યવાહીમાં વ્યસ્ત રાખીને બજેટ પસાર કરાવવાના પ્રયાસ હોઈ શકે છે.

એન.એ.બી. સંસ્થા હવે પી.એમ.એલ.એન. પક્ષના અને ભુતપુર્વ પ્રધાનમંત્રી શાહીદ કે.અબ્બાસી અને ભૂતપૂર્વ વીજ મંત્રી મહંમદ અસીફ સામે શરૂ કરેલી કાર્યવાહી અગાઉ જણાવી ગયાની જેમ સત્તાવાળાની વ્યુહરચનાનો ભાગ છે, તેમ નિરીક્ષકોનું માનવું છે. ઉલ્લેખનિય છે કે, પી.પી.પી. પક્ષના નેતા બીલાવલ ભુટ્ટો ઝરદારી અને મરીયમ નવાઝ શરીફે અગાઉ બે વખત વાતચીતો કર્યા બાદ બજેટને પાકિસ્તાનના નાગરીક વિરોધી તથા આઈ.એમ.એફ. દ્વારા અપાયેલા માર્ગદર્શન મુજબનું ઓળખાવીને તેનો વિરોધ કર્યો છે.

એન.એ.બી. સંસ્થા, પાકિસ્તાનના મુખ્ય વિપક્ષો સામે તપાસ કરી રહી હતી, ત્યારે જ વિપક્ષના બે નેતાઓની મુલાકાતો યોજાઈ હતી. પી.ટી.આઈ. પક્ષે વિપક્ષના નેતાઓની આ મુલાકાતનો સગવડીયો ધર્મ ગણાવીને તેની ટીકા કરી છે. આમ છતાં આ બે પક્ષોના નેતાઓ વિપક્ષોમાં રાજકીય એકતા સાધી શકે તો સત્તાધારી પક્ષ માટે મોટી રાજકીય સમસ્યા ઉભી થવાની શક્યા છે.

વિપક્ષોએ તેમના અગ્રણીઓની કરાયેલી ધરપકડને રાજકીય હેતુ પ્રેરીત ગણાવી છે અને ઈમરાન ખાન ભ્રષ્ટાચારને હાથો બનાવીને વિપક્ષનો અવાજ રૂંધવાનો પ્રયાસ કરે છે, તેવા આક્ષેપો પણ કર્યા છે.

પાકિસ્તાની સરકારે પી.ટી.એમ. જેવા જૂથને શત્રુઓના એજન્ટ તરીકે ઓળખાવીને આ જૂથના લોકશાહી પદ્ધતીવડે ચૂંટાયેલા બે અગ્રણીઓની ધરપકડ પણ કરી છે.

આ ઉપરાંત પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કડક કાર્યવાહીવાળા ઉત્તર વઝીરીસ્તાનમાં પી.ટી.એમ.ના કાર્યકરોની હત્યા ઘણી સૂચક ઘટનાઓ છે.

પી.ટી.એમ. જૂથના નેતા મંઝૂર પશ્તીને સોશીયલ મીડિયાના માધ્યમથી આક્ષેપ કર્યો છે કે, અહીં સ્થાનિક સાથે યુદ્ધ કેદીઓ જેવો વ્યવહાર થઈ રહ્યો છે અને માત્ર બંદૂકધારીઓ જ શહેરમાં ફરી રહ્યા છે.

કાર્યકરોએ દાવો કર્યો છે કે, સેના દ્વારા માર્યા ગયેલા કાર્યકરોને મળવાપાત્ર વળતર સેના દ્વારા રોકવામાં આવ્યું અને સંબંધીઓના કુટુંબીજનો ઉપર દબાણ થઈ રહ્યું છે કે, દેખાવકારોની હત્યા માટે ધરપકડ કરાયેલા પી.ટી.એમ.ના સભ્યોને જવાબદાર ગણાવશે તો જ વળતરની રકમ મળી શકશે.

તાજેતરમાં જ પેશાવરમાં સરકાર વિરોધી ભાણ આપવાના આરોપસર પી.ટી.એમ.ના મહિલા નેતા ગુલાલાઈ ઈસ્માઈલની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે આતંકવાદ વિરોધી ધારા હેઠળ બે કેસ કરાયા છે. આ બાબત સત્તાવાળાઓ દ્વારા કરાયેલા માનવ અધિકારોનો કિસ્સો ગણાવી શકાય.

પી.ટી.એમ.ના નેતાઓને સરકાર વિરોધી કામગીરી કરવા બાહ્ય પરિબળો દ્વારા આર્થિક સહાય પૂરી પડાય છે, તે બાબત પુરવાર કરવા એન.એન.બી. સંસ્થાએ ખકાન અબ્બાસી સામેની તપાસ ઝડપી બનાવવામાં આવી છે. પી.ટી.આઈ. પક્ષ પશ્તુન નેતાઓને વેરવીખેર કરવાના પ્રયાસો કરી રહ્યો છે.

આ બધા જ બનાવોના સંદર્ભમાં વિપક્ષના મરીયમ નવાઝ શરીફ તથા બીલાલ ભુટ્ટો જેવા નેતાઓની વાટાઘાટો તથા ચાર્ટર ઓફ ડેમોક્રેસી ઉપરના હસ્તાક્ષર ઘણું આગવું મહત્વ ધારણ કરે છે. આમ વિપક્ષોએ ઈમરાન ખાન સરકારની નીતિઓ સામે એકઠા થવાનો પ્રયાસ શરૂ કર્યા છે.
લેખક – ડોક્ટર ઝૈનાબ અખ્તર, પાકિસ્તાની બાબતોના વિશ્લેષક

- શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...