Skip to main content

પર્શિયા અખાતમાં સેનાની તાકાતમાં વધારો

ઓમાનના અખાતમાં ગયા અઠવાડિએ તેલના ટેન્કરો પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પર્શિયાના અખાતમાં સુરક્ષા વધારવા એક હજાર વધારાના સેન્ય મોકલવાની જાહેરાતકરી હતી. ઇરાન પરમાણુ કરારમાંથી ખસી જવાના અમેરિકાના નિર્ણય બાદ પર્શિયા અખાતમાં વધી રહેલા તણાવ વચ્ચે આ ઘટના બની હતી. અમેરિકાએ ઇરાન પર ફરી આર્થિક પ્રતિબંધો લાદી ઈરાનની તેલની આયાત પર અપાતી તમામ સવલતો ગયા મહિને રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર નવા પ્રતિબંધો મુકવાનો નિર્ણય કર્યો. જે હેઠળ ઇરાની ઉદ્યોગો અને વેપાર કરતાં વ્યÂક્તઓ અથવા સંસ્થાઓ પર પણ પ્રતિબંધો મુકાશે.

ઇરાને પણ વળતા જવાબમાં પરમાણુ કરારના અન્ય સભ્ય દેશોને ખાસ કરીને યુ.કે., ફ્રાન્સ અને જર્મનીને પ્રતિબંધોને પગલે ઇરાનના અર્થતંત્ર પર થયેલી અસરને હળવી કરવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. જા એ દેશો દ્વારા પ્રયાસો કરવામાં ન આવે તો ઇરાન પરમાણુ કરારમાંથી ખસી જશે તેવી ચેતવણી પણ ઇરાને આપી હતી.

ઇરાનનો ચેતવણી બાદ અમેરિકાએ અ‹લગટન અને પેટ્રિઓટ મિસાઇલ સહિત વધારાની ટુકડીઓ મોકલવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે અમેરિકાએ પર્શિયાના અખાતમાં ૧૫૦૦ વધારાની ટુકડીઓ મોકલી હતી. અમેરિકા દ્વારા મોકલાવેલી વધારાની ટુકડીઓ મિસાઇલ, દેખરેખ કરવા માટેના વિમાનો અખાતી પ્રદેશના શાંતિ અને Âસ્થરતા પર અસર કરે છે.

ઇરાન વારંવાર કહે છે કે, ઓમાનના અખાતમાં તેલના ટેન્કરો પર થયેલા હુમલામાં તેની કોઈ ભૂમિકા ન હોતી. જાકે, અમેરિકા અને સાઉદી અરેબિયા ઇરાન પર આ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ બંને દેશો ઇરાન પર મે મહિનામાં ફુજારિયા તટવ તેલ ટેંકરો પર થયેલા હુમલા માટે પણ દોષી ગણાવે છે. આ એ સિવાય, સાઉદી અરેબિયામાં ચેમેનના હાઉથી બળવાખોરો દ્વારા થઈ રહેલા હુમલાઓની સામે સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ લાંબા સમયથી લડાઈઓ ચાલી રહી છે.

મે ૨૦૧૯માં સાઉદી અરામકો તેલ પાઇપલાઇન પર ડ્રોન હુમલો થયો હતો. ગયા અઠવાડિયામાં, દક્ષિણી નાજરાન રાજ્યના અભા એરપોર્ટ પર હાઉથીઓ દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં ૨૬ જણ ઇજાગ્રસ્ત થયા હતા. સાઉદી અરેબિયાએ હાઉથી બળવાખોરોને હથિયારો પૂરા પાડી તેના દેશમાં હુમલા કરવા પ્રોત્સાહન આપવાનો ઇરાન પર આરોપ લગાવ્યો હતો. અખાતી પ્રદેશમાં વધારાની સેનાની ટુકડીઓ મોકલવાના અમેરિકાના નિર્ણયો આ ઘટનાઓના સંદર્ભમાં જાવું જાઈએ.

અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટ્રિક શનાહને જણાવ્યું હતું કે, અમેરિકા ઇરાન સાથે સંઘર્ષણ કરવા નથી. પરંતુ તેના સેનાના જવાનોની સલામતી અને કલ્યાણ માટે અને રાષ્ટ્રીય હિતોના સંરક્ષણ માટે આ નિર્ણય જરૂરી હતો.

અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવમાં આ નોંધપાત્ર બાબત છે. અન્ય વૈશ્વિક સત્તાઓ રશિયા, ચીન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને જર્મની આ તણાવઓછો થવાની આશા રાખી રહ્યા છે.પરંતુ નોંધપાત્ર પહેલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજા અબેની આ માસની મુલાકાતને એક પહેલ તરીકે જાવામાં આવે છે. જે શાંતિ અને Âસ્થરતા જાળવવા, રચનાત્મક ભૂમિકા ભજવવા ઇરાનને ખાતરી મળી.

જાકે, ઇરાને વિપરીત નોંધ લીધી છે. તેણે સૈન્ય કાર્યવાહીની ધમકીઓ સામે ઝુકવાનો ઇનકાર કરી દીધો છે. અને દલીલ કરી છે કે, તેની પાસે કોઈપણ સૈન્ય કાર્યવાહી સામે પોતાનું રક્ષણ કરવાનો હક્ક અને ક્ષમતા છે. રશિયા અને ચીને પણ પર્શિયાની ખાડીમાં અમેરિકાની કાર્યવાહીની ટીકા કરી છે. તે સૂચવે છે કે, ઇરાન સંપૂર્ણ રીતે એકલું નથી અને કોઈપણ ગંભીર પગલા પ્રાદેશિક સંઘર્ષમાં વધારો કરી શકે છે.દરમિયાન એવા અહેવાલ, છે કે, ઇરાને અમેરિકાના એક ડ્રોનને તોડી પાડ્યું હતું. જેને રાષ્ટ્રપતિએ ખૂબ ખરાબ ભૂલ તરીકે ગણાવી હતી. આ પગલાંથી તણાવમાં વધારો થઈ શકે છે.

ભારત માટે પર્શિયન ખાડીના દેશોમાંની પરિÂસ્થતિ એક ચિંતાનો વિષય છે. આ ક્ષેત્રમાં શાંતિ અને Âસ્થરતા જળવાય તેમાં ભારતના હિતો સમાયેલા છે. કારણે તેનાથી તેની ઉર્જા સુરક્ષા જ નહીં પરંતુ ખાડીમાં વસતા તેના ૮૦ લાખ ૫૦ હજાર નાગરિકોનું કલ્યાણ પણ નિશ્ચિત થાય છે.

આ ક્ષેત્રના દેશો સાથે ભારત મજબૂત વ્યૂહાત્મક, રાજકીટ અને વ્યાપારીક સંબંધો ધરાવે છે. ભારત ઇરાન અને સાઉદી અરેબિયા બંને સાથે ઉત્તમ સંબંધો ધરાવે છે, તે એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે, બંને દેશોએ હાલના ભૂતકાળમાં ભારતમાં પોતાના દૂત મોકલ્યા હતા. ભારતને આશા છે કે, બધા જ હિસ્સેદારો અત્યારની દુશ્મનાવટને અવગણવા માટે નવા પગલાં લેશે અને વાટાઘાટો દ્વારા ઉકેલ માટે સહાયક વાતાવરણની રચના કરશે.


લેખક ઃ ડો.મહંમદ મુદ્દાસિર કવામાર,

પશ્ચિમ એશિયા પરના વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...