Skip to main content

ભારત અને અમેરીકાના આગવા સ્તરના દ્વિપક્ષીય સંબંધો – અંગે સમીક્ષા

અમેરીકાના ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતને વેપાર ક્ષેત્રે જી.એસ.પી. હેઠળ આપેલા ખાસ લાભો પાછા ખેંચી લીધા છે.

એવી જ રીતે ભારતમાં મોદી સરકારે બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા તેના થોડા જ દિવસોમાં અમેરીકામાંથી આયાત કરાતી ૨૮ ચીજા ઉપરના વેરા વધારવામાં આવ્યા હોવાના સમાચારને બહોળી પ્રસિધ્ધી મળી હતી.

આમ છતાં, જ્યાં સુધી વ્યૂહાત્મક ભાગીદારીનો સવાલ છે, ભારત અને અમેરીકા એક સાથે જ છે. જાપાનમાં ઓસાકામાં યોજાનાર જી – વીસ દેશોની શીખર બેઠક પહેલા એટલે કે ૨૫ થી ૨૭ મી જૂન ૨૦૧૯ દરમ્યાન અમેરીકાના વિદેશમંત્રી માઇકલ પોમ્પીઓ, ભારતની મુલાકાતે આવશે.

ભારતમાં સામાન્ય ચૂંટણી યોજાયા બાદ ઉચ્ચસ્તરીય અધિકારીની આ પ્રથમ મુલાકાત છે. શ્રી પોમ્પીઓ, ભારતની મુલાકાત વખતે પ્રધાનમંત્રી, ભારતના વિદેશમંત્રી તથા અન્ય મહાનુભાવોને મળશે.

આ મુલાકાત બન્ને પક્ષોને તેમના દ્વિપક્ષીય સંબંધો હજી મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. અમેરીકાના વિદેશ મંત્રાલયની યાદી મુજબ અમેરીકાના વિદેશમંત્રી, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને મળીને તેમને વિદેશમંત્રી પદ મળ્યા બદલ અભિનંદન આપશે.

આ મુલાકાતથી એમ પણ પુરવાર થાય છે કે અમેરીકાની સરકાર ભારતમાં લોકતાંત્રીક પધ્ધતીથી ચૂંટાયેલી સરકાર સાથે કામ કરવા ઉત્સુક છે.

બન્ને વિદેશમંત્રીઓ ભારત - પ્રશાંત વિસ્તારને મુક્ત રાખવા તથા તેની સલામતીના મુદ્દે ચર્ચાવિચારણા કરશે. ઓસાકામાં જી – વીસ દેશોની શીખર બેઠક વખતે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની બેઠક અગાઉ જરૂરી પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે જ વિદેશમંત્રી માઇક પોમ્પીઓ દ્વારા ટેલીફોન કોલ કરવામાં આવ્યો છે.

એવુ પણ માનવમાં આવે છે કે શ્રી નરેન્દ્રમોદી શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જાપાનના પ્રધાનમંત્રી શીન્ઝો આબેને મળીને ભારત – અમેરીકા – જાપાન – એમ ત્રિદેશીય સહકાર તથા ભારત - પ્રશાંત માટે વ્યૂહરચના ઘડશે.

ભારતનો દ્રષ્ટિકોણ એવો છે કે સમગ્ર રીતે જાતા ભારત અને અમેરીકાના દ્વિપક્ષીય સંબંધોની દિશા એકંદરે સકારાત્મક છે છેલ્લા ત્રણ વર્ષમાં બન્ને દેશો વચ્ચેનો વેપાર વધીને આશરે ૧૫૦ અબજ અમેરીકી ડોલરનો થયો છે.

અત્રે યાદ રાખવું પડે કે અમેરીકાએ એચ - વન બી વીઝા અંગે ભારતને કંઇપણ સત્તાવાર રીતે કહ્યું નથી. શ્રી ટ્રમ્પ તથા શ્રી મોદી વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત વખતે ઇરાન પરના પ્રતિબંધ અંગે ચર્ચા થવાની સંભાવના છે. 

ભારતની ઉર્જા સલામતી અંગેની ચિંતા બાબતે પણ આ બેઠકમાં વિચારણા કરાશે. ભારત તથા અમેરીકા આગામી સપ્ટેમ્બર માસમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તથા શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે બીજીવાર શીખર બેઠક યોજવા વિચારણા કરી રહ્યા છે.

આજ સમયગાળામાં વિદેશમંત્રી એસ. જયશંકર તથા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ તેમના સમકક્ષ અમેરીકાના મંત્રીઓ સાથે ચર્ચા કરવા અમેરીકા જવાના છે.

ભારતમાં ફાઇવ – જી ટેકનોલોજી વપરાશમાં મુકવામાં ચીનની ટેલીકોમ કંપની હુએવી જાડવાની છે, તે સાંભળીને અમેરીકાએ ચિંતા દર્શાવી છે. જા કે ભારતે સ્પષ્ટતા કરી છે કે આ મુદ્દે હજી આંતરીક વાટાઘાટો ચાલી રહી છે અને આ મુદ્દે આર્થિક તથા સાલમતીના મુદ્દાઓની ભારત ઉપેક્ષા કરાશે નહી તથા આ અંગે વાતચીત થશે.

સ્થાનિક સ્તરે ડેટાને રાખવાની બાબત, સરહદ પારનો ઇ – વેપાર તથા બૌÂધ્ધક સંપદા ધારો – જેવા મુદ્દાઓ અંગે પણ પોમ્પીઓની મુલાકાત વખતે ચર્ચા થવાની સંભાવના છે. બન્ને પક્ષો એ બાબતે સંમત છે કે ભારત અને અમેરીકા વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો ખુબ જ મજબૂત છે અને થોડાક નાના સ્વરૂપના અવરોધોની, આ સંબંધો ઉપર અસર થશે નહી. 

મોદી સરકારના બીજા મુદત માટેના સત્તા ગ્રહણ બાદ, શ્રી પોમ્પીઓની ભારતની મુલાકાત, ભારત તથા અમેરીકાના ખાસ દ્વિપક્ષીય સંબંધો દર્શાવે છે. આમ સમગ્ર રીતે જાતા ભારત અને અમેરીકા દેશો જે વિશ્વના લોકશાહી વ્યવસ્થાવાળા સૌથી મોટા બે દેશો છે જે ૨૧ મી સદીમાં પણ વૈશ્વીકસ્તરે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખશે.

લેખક સત્યજીત મોહન્તી, વરિષ્ઠ આર્થિક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...