Skip to main content

ભારત અને કિર્ગીઝસ્તાન સંબંધોમાં થઈ રહેલો વિકાસ


કિર્ગીઝસ્તાન ગણતંત્રના રાષ્ટ્રપતિ શ્રી સોરોનબે જીનબેકોવ નવી દિલ્હીમાં ૩૦મી મેના રોજ યોજાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં ખાસ ઉપÂસ્થત રહ્યા હતા. બિમસ્ટેક આગેવાનો અને મોરિશસના પ્રધાનમંત્રી ઉપરાંત આ સમારોહમાં આમંત્રિત કરાયેલા વિશ્વના નેતાઓમાંથી તેઓ એક હતા.
કિર્ગીઝસ્તાન હાલ શાંઘાઈ સહકાર સંસ્થા એસ.સી.ઓ.ની અધ્યક્ષતા  ધરાવે છે. મધ્ય એશિયાઈ દેશોમાં કિર્ગીઝસ્તાન ભારતનો મહત્વનો ભાગીદાર છે.  રાષ્ટ્રપતિ જીનબેકોવે બીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શ્રી મોદીને આગામી ૧૩થી ૧૫ જૂન દરમિયાન કિર્ગીઝસ્તાનમાં થનાર એસસીઓની શિખર પરિષદમાં ભાગ લેવા અને કિર્ગીઝસ્તાનની દ્વિપક્ષીય  મુલાકાત લેવા આમંત્રિત કર્યા હતા.
ભારત અને કિર્ગીઝસ્તાન વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને યાદ કરતાં શ્રી મોદીએ આટલા વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા વિકાસ અંગે સમાધાન વ્યક્ત કર્યું હતું.  શ્રી મોદીએ શપથગ્રહણ સમારોહમાં ઉપÂસ્થત રહેવા બદલ શ્રી જીનબેકોવનો આભાર માન્યો હતો અને કિર્ગીઝસ્તાનનો મુલાકાત લેવા માટેનું તેમનું આમંત્રણ સ્વીકાર્યું હતું. ઐતિહાસિક રીતે ભારત મધ્ય એશિયાઈ દેશો સાથે નિકટના સંબંધો ધરાવે છે.  ખાસ કરીને પ્રાચીન સિલ્ક રૂટ પર આવેલા કિર્ગીઝસ્તાન સહિતના દેશો સાથે ભારત સારા સંબંધો ધરાવે છે. સોવિયેત શાસન દરમિયાન ભારત અને ત્યારના કિર્ગીઝસ્તાન ગણતંત્ર વચ્ચે મર્યાદિત રાજકીય, નાણાંકીય અને સાંસ્કૃતિક સંબંધો હતા.
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ ૧૯૮૫માં બિશ્કેક અને ઈસ્કોક કુલ લેકની મુલાકાત લીધી હતી. ૩૧ ઓગસ્ટ ૧૯૯૧માં કિર્ગીઝસ્તાનને સ્વતંત્રતા મળ્યા બાદ તેની સાથે રાજદ્વારી સંબંધો શરૂ કરનારા પહેલા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતે ૧૮મી માર્ચે ૧૯૯૨માં કિર્ગીઝસ્તાન સાથે રાજદ્વારી  સંબંધો શરૂ કર્યા હતા. જ્યારે ૨૩મે ૧૯૯૪માં કિર્ગીઝસ્તાનના ભારતનું નિવાસ મિશન સ્થાપવામાં આવ્યું હતું. ભારત અને કિર્ગીઝસ્તાન વચ્ચેના રાજકીય સંબંધો પારંપરિક રીતે ઉષ્માભરા અને સૈહાર્દપૂર્ણ રહ્યા છે. કિર્ગીઝસ્તાન સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટેના ભારતના દાવાને પણ સમર્થન આપે છે. આ ઉપરાંત એસ.સી.ઓ.માં ભારત કાયમી સભ્યપદ આપવા માટે કિર્ગીઝસ્તાને ટેકો આપ્યો હતો.
બંને દેશો આતંકવાદ, ઉગ્રવાદ અને નાશિલી પદાર્થોનો હેર-ફેર જેવા વિષયોમાં સમાન ચિંતા ધરાવે છે. ૧૯૯૨માં  રાજદ્વારી સંબંધોની સ્થાપના થઈ ત્યારથી બંને દેશોએ સંસ્કૃતિ, વેપાર, નાણાંકીય સહકાર, નાગરિક ઉડ્ડયન, રોકાણ પ્રોત્સાહન અને સંરક્ષણ અને બેવડી વેરા કર પદ્ધતિ રદ કરતાં જેવા કેટલાંક ક્ષેત્રોમાં સમજૂતી કરાર  પર હસ્તાક્ષર કર્યા છે.
ભારતે બિશ્કેકમાં યોજાયેલી પ્રથમ ભારત-મધ્ય એશિયાઈ ટ્રેક બીજા સંવાદ સાથે ૧૦ અને ૧૩ જૂન ૨૦૧૨,માં કિર્ગીઝસ્તાન માટે તત્કાલિન ભારતના વિદેશ રાજ્યમંત્રીની યાત્રા દરમિયાન તેની કનેક્ટ મધ્ય એશિયા નીતિની જાહેરાત કરી હતી. ભારતે ટેલિમેડિસીન અને ટેલિ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે મધ્ય એશિયામાં ઈ-નેટવર્કની સ્થાપના કરી.
ત્યારબાદ ભારતના વિદેશમંત્રીએ એસસીઓ સમીટમાં ભાગ લેવા માટે સપ્ટેમ્બર ૨૦૧૩માં કિર્ગીઝસ્તાનની મુલાકાત લીધી હતી. એસસીઓ સમિટ તરફથી ભારતના મંત્રીએ ઈરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની, મોંગોલિયન રાષ્ટ્રપતિ અલ્બેગ ડોર્ગ અને એસસીઓના મહામંત્રી મઝેન્ટસેવ સાથે દ્વિ-પક્ષીય બેઠકો કરી હતી.
જુલાઈ ૨૦૧૫માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગીઝસ્તાનની મુલાકાત લીધી હતી. જેના ૨૦ વર્ષ પહેલા કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ કિર્ગીઝસ્તાનની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ તત્કાલિન કિર્ગીઝના રાષ્ટ્રપતિ અલ્માઝબેક અતામ્બાયેવ, સ્પીકર, અસાઈલબેક જીનબેકોવ અને પ્રધાનમંત્રી તેમીર સરિયેવ સાથે બેઠક કરી હતી.
શ્રી મોદીએ મુલાકાત દરમિયાન વિજય ચોક પર એક માળા અપર્ણ કરી હતી. ઉપરાંત કિર્ગીઝસ્તાન ભારત માઉન્ટેશન બાયો મેડિકલ રિસર્ચ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત ભારતમાં સુપર સ્પેશિયાલિટી હોÂસ્પટલો સાથે કિર્ગીઝસ્તાનમાં હોÂસ્પટલો વચ્ચે ટેલિ મેડિસીન લિંકનું ઉદઘાટન કર્યું હતું અને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઉપરાંત સંરક્ષણ સહકાર, સંસ્કૃતિ, ચૂંટણી અને ધોરણસરના ક્ષેત્રમાં ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારતના પ્રધાનમંત્રી અને કિર્ગીઝના પ્રધાનમંત્રી દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. કિર્ગીઝ ગણરાજ્યના તાત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી અલ્માઝબેક અતામ્બાયેવે ત્યારબાદ ડિસેમ્બર -૨૦૧૬માં ભારતની રાજકીય યાત્રા કરી. ૨૦૧૬ ૧૭માં ભારત કિર્ગીઝનો વેપાર ૨૪.૯૮ મિલિયન અમેરિકી ડોલર હતા. કિર્ગીઝસ્તાનમાં ભારતની નિકાસ ૨૨.૬૬ મિલિયન અમેરિકી ડોલર હતો. જા કે, ભારતમાં કિર્ગીઝ નિકાસ ૨.૩૨ મિલિયન અમેરિકી ડોલર હતી.

ભારતની નિકાસમાં કપડાં, ચામડાંની ચીજવસ્તુઓ, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, ચા તેમજ કિર્ગીઝસ્તાનની અપૂરતી વસ્તુઓ છે.  જ્યારે ભારતમાં કિર્ગીઝની નિકાસમાં કાચોમાલ, પીગાળેલી ઘાતુઓ અને ઘાતુઓ સંબંધિત સામગ્રીનો સમાવેશ થાય છે. ભારતીય તકનીકી અને આર્થિક સહકાર હેઠળ ખાસ કરીને માનવ સંસાધન વિકાસના સંદર્ભમાં કિર્ગીઝસ્તાનમાં ભારતની આર્થિક ભાગીદારીનો આધાર છે. રાષ્ટ્રપતિ જેનેબકોવની ભારત મુલાકાત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કિર્ગીઝસ્તાન યાત્રા દ્વિ-પક્ષીય સંબંધોને આગળ વધવાની ખાતરી આપે છે.
- આકાશવાણી સમાચારના વિશ્લેષક, પદમસિંહ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...