Skip to main content

નવી સરકારના ખેડૂતલક્ષી નિર્ણયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં કૃષિ ક્ષેત્ર અને ખેડૂત કલ્યાણ માટે નોંધપાત્ર અને યોગ્ય પગલા લેવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના હેઠળ ૧૪.૫ કરોડ ખેડૂતોને વાર્ષિક ૬ હજાર રૂપિયાના આર્થિક સહાય આપવાનો નિર્ણય કરાયો છે.

આ ઉપરાંત ૧ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયા આર્થિક સહાય આપવાનો પણ નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી સમ્માન નિધી યોજના દ્વારા સરકારે નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય સુનિશ્ચિત કરી છે. આ યોજના લોકસભા ચૂંટણી અગાઉ ગોરખપુર ખાતે વાર્ષિક ૭૫ હજાર કરોડની સહાયની જાહેર કરાયેલી યોજનાનું વિસ્તરણ છે.

પી.એમ. કિસાન યોજનાએ સર્વસમાવેશી નાણાકીય યોજના છે જેમાં આર્થિક સહાયની રકમ ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરાશે. આ યોજનાની જાહેરાત ૨૦૧૯-૨૦ના વચગાળાના અંદાજપત્રમાં કરવામાં આવી હતી. જે હેઠળ બે હેકટર જમીન ધરાવતા ૧૨ કરોડ નાના અને સીમાંત ખેડૂતો ત્રણ હપતામાં વાર્ષિક કુલ ૬ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થયા હતા. દેશના કૃષિ ક્ષેત્રની સમસ્યાઓને પહોંચી વળવા આ યોજના શરૂ કરાઇ હતી.

નાના અને સીમાંત ખેડૂતો બેકિંગ વ્યવસ્થા સાથે હજુ પણ પુરતા જાડાયેલા નથી એટલે લોન માફી જેવી યોજનાઓનો લાભ નાના અને સીમાંત ખેડૂતો ઓછા પ્રમાણમાં લઇ શકે છે. આ ઉપરાંત લોન માફી જેવી યોજનાઓ રાજ્ય સરકારોના જાહેર નાણા પર વિપરીત અસર કરે છે.

પી.એમ. કિસાન યોજના અનાજ, બાગાયતી પાક, તેલબીયા, કપાસ, શેરડી જેવા કૃષિ પાકોના ઓછા વેચાણના પગલે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ હળવી કરવા મદદરૂપ થશે. તાજેતરમાં નિતીઓ બનાવતી વખતે રોજગારની ખાત્રી બદલે આવકની ખાતરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આવકની ખાતરી સમાજના નબળા લોકોને પ્રતિષ્ઠા અને સશÂક્તકરણ પુરૂ પાડશે. જા કે, કૃષિ ક્ષેત્રની માળખાકીય સમસ્યા હલ માટે આ કોઇ લાંબા ગાળાનો ઉકેલ નથી.

કૃષિ ક્ષેત્રે વિકાસ માટે કુલ મૂડી રચના વધારવાની આવશ્યકતા છે. અંદાજ મુજબ આવતા પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ ક્ષેત્રે ૧૪ થી ૧૫ ટકા વૃદ્ધિ દર આવશ્યક છે. મોટાભાગની કૃષિ જમીન હજી પણ વરસાદી પાણી પર આધારીત હોવાથી સિંચાઇ પદ્ધતિઓમાં સુધાર ખૂબ આવશ્યક છે. આ યોજના માટે અંદાજપત્રમાં કરાયેલી ફાળવણી અને કેન્દ્રમંત્રી મંડળની બેઠકમાં કરાયેલા નિર્ણયો વચ્ચે કોઇ અંતર છે કે નહિં તે સમજવવા સરકાર કાળજીપૂર્ણ વિશ્લેષણ કરે તેવી અપેક્ષા છે. કેટલાક દેશોમાં ફિસ્કલ કાઉન્સીલ - શીર્ષક હેઠળ સંસ્થાનો આવી યોજનાઓની અંદાજપત્રીય ફાળવણી અને વાસ્તવીક કરાતા ખર્ચ વચ્ચેના તફાવતનું કાળજીપુર્વક વિશ્લેષણ કરે છે.

અંદાજપત્રીય અને વાસ્તવિક ખર્ચના તફાવત અંગેના આવા વિશ્લેષણો સંસાધનોથી પરિણામને જાડવા મહત્વપૂર્ણ અને પી.એમ. કિસાન યોજનાને અસરકારક બનાવવા આવશ્યક છે.

અર્થશા†ીઓ માટે પી.એમ. કિસાન યોજના લાગુ કરવા નાણાકીય ઉપલબ્ધી ચિંતાનો વિષય છે. નાણામંત્રી સુ.શ્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનાર અંદાજપત્રમાં આ યોજનાને અપનારા નાણાકીય ફાળવણી બાદ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થશે અંદાજપત્રમાં કૃષિક્ષેત્રને પ્રાધાન્ય અપાય તેવી શક્યતાઓ જાવાઇ રહી છે.

પી.એમ. કિસાન સન્માન યોજના માટેનું સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર દ્વારા અપાય છે. તેને સહકારી સંઘવાદમાં પરિવર્તીત કરાય છે કે નહીં તે જાવું રહ્યુ. સહકારી સંઘવાદમાં નાણાકીય જરૂરીયાત કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે વહેંચાયેલી હોય છે. જા આમ થાય તો કોની કેટલી હિસ્સેદારી હશે ને આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે. જા કે આર્થિક વિકાસથી ઉપર ઉઠી માનવ વિકાસ માટેનું પગલું નીડર પગલું ગણાવી શકાય ઘણા રાજ્યો ખેડૂત કલ્યાણ યોજનાઓને પોતાની ઢબે રૂપાતરિંતા કરી લાગુ કરે તેવી પણ શકયતાઓ જાવાઇ રહી છે.


આર્થિક વિકાસ, માનવ વિકાસ સુનિશ્ચિત કરતું નથી માટે પી.એમ. કિસાન જેવી ભારતના ગરીબ ખેડૂતોને સાંકળતી જાહેર નીતિઓ આવશ્યક છે. કોઇપણ પાછળ ન રહી જાય તેવી શ્રી મોદીની ભાવનાને ઉજાગર કરતા નીતિ વિષયક નિર્ણયોમાં ના આ નિર્ણયથી સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ સુનિશ્ચિત થશે અને સમાજના નબળા વર્ગોને ગૌરવ અને સશકત કરતી આવી યોજનાઓ દ્વારા ભારતની આર્થિક વૃદ્ધિમાં લાંબા ગાળે આ વર્ગો પણ પોતાનું યોગદાન આપી શકાશે.

લેખક : એન.આઈ.પી.એફ.પી.ના પ્રાધ્યાપક ડોક્ટર લેખા ચક્રવર્તી

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...