Skip to main content

ભારતીય અર્થતંત્ર નવી ઉંચાઈ તરફ

ભારતીય અર્થતંત્ર દિવસે દિવસે સમૃધ્ધ થઈ રહયું છે અને વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતું અર્થતંત્ર બની રહયું છે. વૃÂધ્ધ દરની દ્રષ્ટીએ તો ભારત અગ્રણી છે જ પરંતુ હવે અર્થતંત્રના કદની દ્રષ્ટીએ પણ મહત્વનું સ્થાન મેળવી રહયું છે. વિશ્વના ગતિશીલ અર્થતંત્રમ ભારત હવે ધીમે ધીમે ઉપરના ક્રમ તરફ આગળ વધી રહયું છે અને હવે છઠૃ ક્રમેથી પાંચમાં ક્રમે પહોચવા કટીબધ્ધ છે. ભારત તે રીતે બ્રિટનને પાછળ રાખી છે તેવી સંભાવનાઓ ઉભી થઈ છે. ર૦રપ સુધીમાં એશિયા પેસેફીક વિસ્તારમાં ભારત જપાનને પણ પાછળ રાખી દે તેવી સંભાવનાઓ છે. તે રીતે એશિયા પેસેફીક વિસ્તારમાં બીજા ક્રમનું અર્થતંત્ર બની રહે તે રીતે મકકમ ગતિએ ભારતીય અર્થતંત્ર આગળ વધી રહયું છે. લંડનની સંસ્થ આઈએચએસ માર્કીટસ ધ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી ચુંંટાયેલી સરકાર ધ્વારા અર્થતંત્રમાં સુધારાની પ્રક્રિયા ચાલુ રખાશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી સરકાર ધ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરતાં એવુ નીરીક્ષણ કરવામાં આવ્યું છે કે અર્થતંત્ર ખુબ જ રચનાત્મક રીતે આગળ વધી રહયું છે. જીડીપી વૃÂધ્ધદર સરેરાશ સાત ટકા જળવાઈ રહેશે તેવી આશા ઉભી થઈ છે અને તે ર૦૧૯ થી ર૦ર૩ ના સમયગાળામાં યથાવત રહેશે તેવો ઉલ્લેખ અહેવાલમાં કરવામાં આવ્યો છે.

માર્કેટીસે જણાવ્યું છે કે ભારતનું કુલ સ્વદેશી ઉત્પાદન ર૦રપ સુધીમાં ત્રણ ટ્રીલીયન ડોલરથી વધુ થાય તેવી અપેક્ષા છે અને તે રીતે બ્રિટનના અર્થતંત્રને પાછળ રાખી દેશે. તે જ રીતે એશિયા પેસેફીક વિસ્તારમાં પણ ભારત બીજા નંબરનો દેશ બનશે અને જાપાનને પાછળ પાડી દેશે તેવો અંદાજ વ્યકત કર્યો છે. વિશ્વના શ્રેષ્ઠ અર્થતંત્રમાં ભારતનું નામ ધીમે ધીમે આગળ વધી રહયું છે અને એશિયા પેસેફીક ક્ષેત્રમાં પણ તેની કામગીરી ઘણી આગળ ધપી છે. વેપાર અને મુડીરોકાણની ગતિ જાતાં ભારતનું તેનું પરીણામ સતત આગળ વધારતું રહયું છે.

નરેન્દ્ર મોદી સરકારની નીતીઓ અનુસાર આર્થિક સુધારાની પ્રક્રિયા ખુબ જ ગતિશીલ બની છે અને જાહેરક્ષેત્રની બેંકોની કામગીરીમાં સુધારો જાવા મળ્યો છે. બેંકોની બાકી વસુલાતની કામગીરીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને તેના કારણોસર બેંકોની વાર્ષિક અહેવાલોમાં પણ સુધારા જાવા મળ્યા છે. ઉત્પાદનક્ષેત્રમાં પણ ઘણા ફેરફારો થયા છે. સરેરાશ ૧૮ ટકાનો વૃÂધ્ધદર તેમાં જળવાઈ રહયો છે. જા કે પચ્ચીસ ટકાના વૃÂધ્ધદરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેના કારણે આગામી ર૦ વર્ષના ગાળા દરમિયાન ભારતમાં સરેરાશ ૭પ લાખ લોકોને રોજગારીનું સર્જન થાય તેવી સંભાવના છે.

દેશની વસતિમાં વધારો પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. ર૦૧પ થી ર૦પ૦ સુધીમાં વસતિ લગભગ ૩પ કરોડ જેટલી વધશે તેવો અંંદાજ ધ્યાનમાં રાખ્યો છે. પરીણામે યોગ્ય માળખું, સુવિધાઓ, વીજળી, સ્વચ્છતા, ગૃહ નિર્માણ અને જાહેર પરીવહન વ્યવસ્થા પણ ભારતમાં ઉભી કરવાની જરૂર રહેશે.

ઉદ્યોગક્ષેત્રમાં પણ સુધારાની પ્રક્રિયા પર ભાર મુકયો છે. મેઈક ઈન ઇÂન્ડયા હેઠળ સ્વદેશી ઉત્પાદન વ્યૂહાત્મક રીતે આગળ ધપશે તેનાથી વૃદ્ધિદર જળવાઈ રહેશે તેવી આશા ઊભી થઈ છે.

નરેન્દ્ર મોદી સરકારમાં માળખાકીય સગવડો પર ભાર મૂકીન વિકાસની ગતિ તેજ બની છે. તેનો અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે. વાહન વ્યવહાર, વીજળીની જરૂરિયાતોના કારણે મૂડીરોકાણનો પ્રવાહ વધ્યો છે. વિશ્વ બેન્કે વેપાર સરળીકરણ સૂચિમાં ભારતને આગળ લીધું છે. અને ૧૯૦ દેશોની યાદીમાં ૭૭ નંબર પર પહોંચ્યું છે.

મોદી સરકારની ચૂંટણીમાં ફતેહના પગલે આર્થિક કાર્યકર્મો પણ સરળ રીતે આગળ ધપ્યા છે. સંપૂર્ણ બહુમતિ મળતા તે સરળ રીતે આગળ વધી શકશે. ૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૯માં પાંચ વર્ષના ગાળામાં ભારતનો જીડીપી ૫૦ ટકા વધ્યો છે. તેનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે.

૨૦૧૪માં બે ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ૨૦૧૯માં ત્રણ ટ્રિબીયન સુધી પહોંચવા સક્ષમ બન્યું છે. જીએસટી લાગુ કરવાથી થયેલા કરવેરા સુધારાઓને પણ તેમાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે. પરિણામે ઉત્પાદનો પર એક જ વેરા પદ્ધતિ લાગુ થઈ છે. તેના કારણે માલ સામાનની હેરફેર પર લાગતા વેરામાં ઘટાડો થયો છે. આમ સમગ્ર અહેવાલ ભારતીય અર્થતંત્ર ધીમી પરંતુ મક્કમ ગતિએ આગશે તે માટે મજબૂત મત વ્યક્ત કરે છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...