Skip to main content

પાકિસ્તાનમાં ગંભીર આર્થિક કટોકટી

પાકિસ્તાનમાં ગંભીર આર્થિક કટોકટીનો સકંજા વધુ કસાતો જાય છે. ઘણા સમયથી તેના અર્થતંત્રની સ્થિતિ ડામાડોલ જાવા મળી રહી છે. રોજગારીના પ્રશ્નો, આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો, નાણાકીય પ્રવાહીતાની ખેંચ, વિદેશી દેવાઓની પરિÂસ્થતિનાં સંજાગોમાં વિદેશી સહાય મળવા છતાં તેની આર્થિક Âસ્થતિમાં સુધારો જાવા મળી રહ્યો નથી. ઈમરાન ખાનના નેતૃત્વ હેઠળની સરકારે આ સંજાગોમાં મધ્યપૂર્વના અખાતી દેશો અને ચીનની આર્થિક સહાય પણ મેળવી છે અને તે દ્વારા ચુકવણા એ દેવાંઓ ચુકવવાના પ્રયત્નો હાથ ધર્યા છે, પરંતુ તેમ છતાં ઘરની Âસ્થતિ તો એવીને એવી જ રહી છે. આ ઉપરાંત ત્રાસવાદ, આતંકવાદનો ઘેરો પણ એવો કસાયો છે કે, તેમાંથી બહાર નીકળવું એના માટે કપરું બની રહ્યું છે.

તાજેતરમાં આવેલા આંકડા અનુસાર પાકિસ્તાનમાં ફુગાવો ખૂબ જ ઉંચાઈ પર પહોંચ્યો છે, પરિણામે તેના અર્થતંત્ર પર સીધી અસર થઈ છે. ફુગાવો બે આંકડાની નજીક પહોંચી ગયો છે, તેનું મુખ્યકારણ ખનીજ તેલના ઊંચકાયેલા ભાવ છે, એટલે સ્થાનિક રીતે બળતણના ભાવ વધ્યા છે તે જ રીતે ખાદ્ય પદાર્થોના ભાવ પણ વધ્યા છે. પરિણામે આની અસર અન્ય ચીજાના ભાવ પર પણ પડી રહી છે. પાકિસ્તાનમાં વધી રહેલી આયાતની પણ અસર છે, તેના કારણે વિદેશી હુંડીયામણના જથ્થાને પણ અસર થઈ છે. હાલ તેનું હૂંડીયામણ આઠ અબજ ડોલર જેટલું ઓછું થઈ ગયું છે. તેનાથી તો તેની રોજીંદી જરૂરિયાત અને ચુકવણા માત્ર બે મહિના સુધી થઈ શકે તેમ છે.

પાકિસ્તાનનો રૂપિયો પણ ખૂબ જ ગગડ્યો છે. હાલ એક ડોલરના દોડસો રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તે ૨૦ ગણો ગગડ્યો છે અને ૨૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. પાકિસ્તાનની મુખ્ય આયાત ખનીજતેલ છે અને તે ઉપરાંત રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ છે.

ફુગાવામાં વધારાના કારણે આ તમામ ચીજા ઘણી મોંઘી બની છે, તેના કારણે પાકિસ્તાનમાં લોકોએ ખૂબ જ વિરોધ દર્શાવ્યો છે.

શહેરોમાં લોકોએ રેલી કાઢીને મોંઘવારી સામે દેખાવો કર્યા હતા. પેશાવરમાં જમાતે ઈસ્લામી સંગઠન દ્વારા વિરોધી દેખાવો કરાયા અને ઈમરાન ખાનની સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરાયા હતા.

ઈમરાન ખાનની સરકાર દ્વારા અપાયેલાં વચનો રોજગારી, ગરીબી નાબુદી અને ઈસ્લામ કલ્યાણ રાજ્યની સ્થાપના જેવા મુદ્દાઓને લોકોએ યાદ કર્યા હતા.

મૂળ બાબત એ છે કે, પાકિસ્તાનની સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવાના યોગ્ય પ્રયત્નો કરાતા નથી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ દ્વારા તેને ચુકવણાની દેવાળી Âસ્થતિમાંથી બહાર લાવવા માટે ઘણી મહત્વની સહાય પૂરી પાડી છે. છ અબજ ડોલરની લોન આપવામાં આવી છે અને તે દ્વારા આગામી ત્રણ વર્ષમાં નાણાંકીય ટેકો પૂરો પાડ્યો છે. પરંતુ પાકિસ્તાને તેની સામે કરવેરાની Âસ્થતિ સુધારવી પડે અને હાલની આવકમાં ૪૦ ટકા વધારો કરવોપડે. આ માટે કરવેરા વધારવા પડે, જે લોકોની તકલીફોમાં વધારો કેર તેમ છે. આ ુપરાંત પાકિસ્તાનને સાઉદી અરેબિયા, ચીન તથા સંયુક્ત આરબ અમીરાત દ્વારા પણ નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવી છે, તે દ્વારા તેની નાણાંકીય કટોકટી હળવી થવી જાઈએ, પરંતુ ખરેખર તેને એવું પરિણામ મળ્યું નથી.

આ સંજાગોમાં પડ્યા પર પાટુ જેવી Âસ્થતિ સર્જાઈ છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં પાકિસ્તાનને સહાયનો અમેરિકાએ વિરોધ કર્યો છે. અમેરિકા સમજે છે કે, પાકિસ્તાન આ નાણાંનો ઉપયોગ ચીનની બાકી વસુલાત ચુકવવા માટે કરશે અને તેથી ચીન-પાકિસ્તાન આર્થિક પથમાં ચીનને તેનો લાભ મળશે. ચીનના નાણાંકીય હીત તેમાં સચવાઈ રહ્યાં છે.

પેરિસ ખાતેની આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી નાણાં નિયમન સંસ્થાના અહેવાલમાં પાકિસ્તાનનો દરજ્જા ગ્રે ઝોનમાં મૂક્યો છે તે અનુસાર તે ત્રાસવાદીઓને નાણાં સહાય રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આ ઉપરાંત તેની બેન્ક વ્યવસ્થાનો આ ત્રાસવાદી સંગઠનો ઉપયોગ કરી રહ્યા છે. જા આમ ચાલશે તો આ સંસ્થા તેને પ્રતિબંધિત દેશોની યાદીમાં પણ સમાવી શકે છે. આઈ.એમ.એફ. દ્વારા પાકિસ્તાનનો વૃદ્ધિ દર જી.ડી.પી.ના ૨.૮ ટકા અંદાજવામાં આવ્યો છે. નેપાળનો ૫ ટકા અને બાંગ્લાદેશનો સાડા સાત ટકા છે ત્યારે પાકિસ્તાનનો ખૂબ જ ઓછો રહ્યો છે. ભારતનો વૃદ્ધિ દર ૭.૬ ટકા રહે તેવી આશા દર્શાવવામાં આવી છે. આમ તેનું નાણાંકીય ચિત્ર ખૂબ જ ગંભીર અને નિરાશાજનક છે ત્યારે પાકિસ્તાને આર્થિક નીતિઓમાં ધરખમ ફેરફારો કરવા જરૂરી છે.

લેખક – પદમ સિંહ, એઆઈઆર, ન્યુઝ એનાલીસ્ટ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...