Skip to main content

જીએસપી પદ્ધતિ ભારત માટે નહીં લાગુ કરવાની અમેરિકાની ભેદભાવભરી નીતી અંગે સમીક્ષા

અમેરિકાએ વિકાસશીલ દેશોને વેપાર ક્ષેત્રે મદદરૂપ થતી જનરલાઈઝ સીસ્ટમ ઓફ પ્રેફરન્સ - જીએસપીમાંથી પાંચમી જૂન ૨૦૧૯થી ભારતને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. જીએસપી પદ્ધતિ હેઠળ અમેરિકા ભારતમાંથી આયાત થતી કેટલીક વસ્તુઓને વેરામુÂક્તનો લાભ આપતો હતો.

આથી બંને દેશોના વેપાર ક્ષેત્રના સંબંધો મજબૂત બનવા ઉપરાંત ભારતીય ઉત્પાદનોની નિકાસને બળ મળતું હતું.

ભારત જીએસપી અંતર્ગત અમેરિકામાં ત્રણ હજાર જેટલા ઉત્પાદનોની નિકાસ કોઈપણ વેરો ભર્યા વિના કરી શકતો હતો. વર્ષ ૨૦૧૮ની વાત કરીએ તો ભારતે જીએસપી હેઠળ ૬.૨ અબજ અમેરિકી ડોલરની વસ્તુઓની અમેરિકામાં નિકાસ વેરો ભર્યા વિના કરી હતી.

વર્ષ ૨૦૧૮ના એપ્રિલ માસમાં અમેરિકાની ડેરી તથા તબીબી ક્ષેત્રની કંપનીઓની રજૂઆતના પગલે અમેરિકન સરકાર ભારતીય ઉત્પાદનોને મળતા જીએસપીના લાભોની સમીક્ષા શરૂ કરી હતી. અત્યાર સુધી અમેરિકાથી આવતા સ્ટેન્ટ જેવા તબીબી ઉપકરણોની કિંમત ખૂબ જ વધી જતા, ભારત સ્ટેન્ટની મહત્તમ વેચાણ કિંમતની મર્યાદા નિર્ધારિત કરી હતી. અમેરિકાની કંપનીઓએ, ભારતના આ પગલાં અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ અમેરિકાએ કૃષિ ઉત્પાદનો , પશુ સંવર્ધન જેવા વિવિધ મુદ્દાઓ પણ આવરી લેતા વેપાર ક્ષેત્રના ઘણાં મુદ્દાઓ બાબતે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારતને જીએસપી હેઠળ અપાતા લાભો બંધ કરવાની આ યોગ્ય ક્ષણ છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ ભારતને વિકાસશીલ દેશોની સૂચીમાંથી દૂર કરવા ઇચ્છે છે.

અમેરિકાએ જીએસપીની કરેલી જાહેરાત બાદ ભારતીય અધિકારીઓએ અમેરિકાના અધિકારીઓના સાથે આ મુદ્દે સઘન વાતચીત શરૂ કરી છે. જાકે, આના પરિણામે ભારત પોતાના નાગરિકોના જાહેર આરોગ્યના ક્ષેત્રે હિત સાચવવા લીધેલા પગલા તથા વલણનું સંતુલન પણ જાખમાશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો છે કે, અમેરિકાના ઉત્પાદનોને ભારતીય બજારમાં સમાન તક તથા તાર્કિ પહોંચ આપવામાં ભારતને નિષ્ફળતા મળી હોવાથી અમેરિકા પાંચમી જૂનથી ભારતને જીએસપી હેઠળ અપાતા લાભો પાછા ખેંચી લેશે.

અમેરિકાના વાણિજ્યમંત્રી વિલ્બર રોસે ભારતની ગયા મહિને લીધેલી મુલાકાત દરમિયાન ભારતે તબીબી ઉપકરણોની કિંમત નિર્ધારિત કરવાના લીધેલા પગલાં તથા ડેરા લોકલાઇઝેશનને ભારત દ્વારા અપનાવાતી અયોગ્ય વેપાર નીતી તરીકે ઓળખાવ્યા છે.

જાકે, ઘણા વિશ્લેષકોએ અમેરિકાના જીએસપી અંગેના નિર્ણયને રક્ષણવાદ તરીકે ઓળખાવ્યો છે.

આમ, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે, અમેરિકાના અત્યાર સુધીના પ્રસ્થાપિત વેપાર નીતીના સ્થાને બીજી નીતી અમલમાં મૂકી છે. આ સમગ્ર પરિÂસ્થતિ, ચીન અને અમેરિકાની જેમ બિનજરૂરી વિવાદની Âસ્થતિ ઊભી કરે તેવી સંભાવના નકારી શકાય નહીં. જાકે, અમેરિકાનું વલણ ભેદભાવવાળું ગણાય કારણ કે તે વિકાસશીલ દેશો વચ્ચે ભેદભાવ અપનાવવા માગે છે. એવી જ રીતે અમેરિકાના આ નિર્ણયથી વિશ્વ વેપાર સંસ્થાની સમજૂતીના કેટલાંક હિસ્સાનો પણ ભંગ થાય છે.

આ સમજૂતીમાં ડબલ્યૂ.ટી.ઓ.એ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિકાસશીલ દેશોને તેમનો યોગ્ય હિસ્સો મળી રહે તે માટે સકારાત્મક પ્રયાસો કરવા ઉપર ભાર મૂક્યો છે. ભારત વેપાર મહામંડળ - સીઆઈઆઈએ, અમેરિકાના જીએસપી અંગેના નિર્ણયને ઉતાવળમાં લેવાયેલો તથા ભારતના નિકાસકારો માટે નુકસાનકારક નિર્ણય તરીકે ઓળખાવ્યો છે. સીઆઈઆઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત અને અમેરિકા આ મુદ્દે સઘન વાતચીત કરીને સારો અને બધાને માન્ય એવો ઉકેલ શોધી કાઢશે.

ભારતે પણ સત્તાવાર પ્રતિક્રિયામાં અમેરિકાના આ નિર્ણયને કમનસીબ ગણાવીને, બંને દેશોના વેપાર ઉપર ગંભીર અસર કરનારો ગણાવ્યો છે.

ભારતે, અમેરિકાના આ નિર્ણયથી અસર થનાર કૃષિ, દવા, રસાયણ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય કરવા ઉપાયો શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે.

નિકાસકારોને, બીજા દેશોના બજારો સુધી આગળ વધવા સરકારે પ્રોત્સાહન આપવું જાઈએ. જાકે, ભારત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો ઉપર અવળી અસર થાય તેવો અપરિપકવ નિર્ણય લેશે નહીં.

લેખકઃ ડોક્ટર સ્તુતિ બેનરજી, અમેરિકન બાબતોના વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...