Skip to main content

દેશની પાણીની સમસ્યાને પહોંચી વળવા માટેના જળશકિત મંત્રાલયના પ્રયાસો.

પાણી જીવન માટે ખુબ જ જરૂરી છે તેમ છતાં વિશ્વના ૮૪ કરોડ ૪૦ લાખ જેટલા લોકો પાણીની સુવિધાથી વંચિત છે. વિશ્વ આર્થિક મંચના એક અહેવાલ મુજબ સમાજ પર ભારે અસર કરે એવી વૈશ્વિક સમસ્યાઓમાં પાણીની સમસ્યા ચોથા ક્રમે છે. ભારતમાં પણ પરિÂસ્થતિ બહુ સારી નથી. સ્થાનિક સ્વરાજય સંસ્થાઓ દ્વારા અપાતા પાણી પુરવઠાની ઉપલબ્ધતા અને ગુણવત્તા અંગે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર સુધારા કર્યા છે. તેમ છતાં ભારતના મોટા ભાગના નાગરીકો પાસે યોજનાબધ્‌ જળસંસાધન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહી. ગ્રામીણ વિસ્તારોમાં તો મોટાભાગના નાગરીકો યોજનાબધ્ધ જળ સંસાધનોથી વંચિત છે. આ ઉપરાંત દેશના શહેરી વિસ્તારોના ઝડપી વિકાસના પગલે ઉભી થયેલી સમસ્યાઓને ઉકેલવા સરકારના પ્રયાસો ઓછા પડે છે. જેના કારણે જરૂરથી વધુ ખાનગીકરણ થઈ રહયું છે. આ સાથે જ પીવાના પાણીની ગુણવત્તામાં સુધારો આવ્યા છતાં પણ દેશના અન્ય કેટલાક જળસંસાધનો જૈવીક તેમજ રાસાયણિક પ્રદુષકોથી દુષિત થયા છે. દેશના ર૧ ટકાથી વધુ રોગો પાણીથી સંબંધિત છે. આ ઉપરાંત સ્વચ્છતા અંગેની દેશની Âસ્થતિમાં સુધારો આવી રહયો છે છતાં હજુ ૩૩ ટકા વસતાં પારંપરિક શૌચાલયોની સુવિધા છે.
દેશમાં લાંબા સમયમાં ફરી ભરી શકે એવા જળ સંસાધનની ઉપલબ્ધતાની અછત નિર્માણ થઈ શકશે જે ચિંતાનો વિષય છે. દેશના જળાશયો હાલ પુનઃ જીવીત જળ ોતો સાથે સંકળાયેલા છે. ભારત અનાજ ઉત્પાદન કરતા ટોચના દેશોમાંથી એક છે જેણે માટે પાણી બહુ જરૂરી છે. મોટી કૃષિ ઉત્પાદન ધરાવતા બધા જ દેશોમાં પાણીનો વપરાશ વધારે થાય છે, જેના કારણે ભુજળ સ્તરમાં ઘટાડો થાય છે.
નીતી આયોગ પ્રમાણે લગભગ છ કરોડ ભારતીયો ઘણી વધારે પાણીની સમસ્યાનો સામનો કરી રહયાં છે, જયારે ૭પ ટકા ઘરોમાં પીવાના પાણીની સુવિધા નથી. સાથે જ દર વર્ષે આશરે બે લાખ લોકો સુરક્ષિત પાણીના અભાવને કારણે મૃત્યુ પામે છે. દર વર્ષે એપ્રિલથી જુલાઈ દરમિયાન દેશના ઓછામાં ઓછા આઠ રાજયોમાં પાણીની Âસ્થતિ ગંભીર હોય છે. આબોહવા પરીવર્તન અને ગ્લોબલ વોર્મીંગની અસરના કારણે Âસ્થતિ વધુ બગડી શકે છે.
વધતી જતી કટોકટીનો સામનો કરવા માટે સરકારે નવા જળ શકિત મંત્રાલીયનો આરંભ કર્યો છે. જેનો હેતુ સ્વચ્છ પીવાનું પાણી પુરૂ પાડવાનો અને ભારતના પાણીના પ્રશ્નો હલ કરવાનો છે. નવા મંત્રાલયની રચના જળ ોતો, નદી વિકાસ અને ગંગા નવીનીકરણ મંત્રાલય અને પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયનું વીલીનીકરણ કરીને કરવામાં આવી છે. તેમાં સ્વચ્છ પીવાનું પાણી પુરૂ પાડવું, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજય જળ વિવાદો ગંગા અને તેની ઉપનદીઓની નમામી ગંગે પ્રોજેકટ અંતર્ગત સફાઈ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
એનડીએ સરકાર ફરી સત્તા પર આવશે તો પીવાના પાણીને ટોચની અગ્રતા અપાશે તેવા ચુંટણી પ્રચાર વખતે કરેલા વાયદાને પરીપુર્ણ કરવાની દિશામાં આ પહેલુ પગલુ છે. શ્રી મોદીએ કહયું હતું કે સ્વસ્થ પાણી સુનિશ્ચિત કરવા તથા ખેડુતોને ઉચ્ચ કક્ષાની સિંચાઈ સુવિધા આપવા માટે અલગથી જળ સંશાધન મંત્રાલય સ્થાપવામાં આવશે. જે સ્થાપવામાં આવ્યું. ઘણા કેન્દ્રીય મંત્રાલયે પાણીના મુદૃ ટુકડે ટુકડે પગલા લઈ રહી છે. જેમ કે વન અને પર્યાવરણ મંત્રાલય દેશની નદીઓ ના પાણીના સંવર્ધન પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તે જ રીતે ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલય શહેરી પાણી પુરવઠા તો કૃષિ મંત્રાલય સુક્ષ્મ સિંચાઈ યોજનાઓ પર કામ કરી રહી છે.

ભારત સરકાર મુજબ જળ સંશાધન અને પીવાના પાણી તથા સ્વચ્છતા મંત્રાલયોને એક સાથે જાડી બનાવાયેલા જળ શકિત મંત્રાલયની કામગીરી જુના મંત્રાલયો કરતા અનેકગણી વિસ્તૃત હશે. નવુ મંત્રાલય દેશભરમાં પાણીની માંગ અને પુરવઠાને સંકલિત કરી તેના સર્વગ્રાહી ઉકેલ માટેના પ્રયત્નો કરશે. ખાસ કરીને નવા મંત્રાલય દેશની ૪૦ ટકા પાણીની જરૂરીયાત અંગે કાર્યરત કૃષિ મંત્રાલય સાથે સંકલિત નીતીઓને સશકત કરવાની જરૂરીયાત અંગે ધ્યાન કેન્દ્રીત કરશે સાથે સાથે તે અલગ અલગ આબોહવા ધરાવતા વિસ્તારોમાં વૈકલ્પીક પાકોની પસંદગી અંગે માર્ગદર્શન આપશે તથા ઉપલબ્ધ જળ સંશાધનોના ઉપયોગ માટે સ્પ્રીન્કલર અને ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ જેવી નવી જળ સંચય ટેકનોલોજી રજુ કરશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...