Skip to main content

આબોહવામાં પરિવર્તનની અસરો ઘટાડવાનો સમય આવી પહોંચ્યો એ અંગે સમીક્ષા

તાજેતરના અહેવાલોમાં જણાવ્યું છે કે ભારત સહિત વિશ્વના ઘણાં વિસ્તારોમાં ગરમીનું તીવ્ર મોજુ ફરી વળ્યું છે. રાજસ્થાનના ચુરુમાં ૫૦ ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
તાજેતરમાં ઘણા સ્થળોએ લોકોને ગરમીથી રાહત મળી છે. આમ છતાં ઘણી જગ્યાએ તાપમાન ઘણું ઉંચુ છે. ભારતમાં વધુ ગરમી એ નવી બાબત નથી પણ ગરમીના મોજાની તીવ્રતા અને તેનો સમયગાળો એ બાબત ધ્યાનમાં લેતા આ પરિÂસ્થતિ આબોહવામાં થયેલા પરિવર્તનના કારણે ઉભી થઇ છે.
ઓસ્ટ્રેલિયાના નેશનલ સેન્ટર ફોર ક્લાઇમેટ રિસ્ટોરેશનના નિષ્ણાંતોએ વિશ્લેષણના અંતે જીવસૃષ્ટિ બાબતે ખુબ જ બિહામણુ ચિત્ર રજુ કરતા કહ્યું છે કે માનવોના કારણે થઇ રહેલા આબોહવામાં આવેલા પરિવર્તનથી આશરે દસ લાખ જેટલી જીવ - પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. પૃથ્વીપરના કેટલાક વાયુઓ બહાર જઇ શકતા નથી તેના કારણે ઋતુચક્રને સીધી અસર થાય છે. અમેરીકાની નાસા સંસ્થાએ પણ જણાવ્યું છે કે પાણીની વરાળ, કાર્બન ડાયોક્સાઇડ, મીથેન, તથા ક્લોરોફ્યુરો કાર્બન જેવા પરિબળોના કારણે ગ્રીન હાઉસ જેવી અસર ઉભી થતા પૃથ્વી પરની ગરમી બાહ્ય વાતાવરણમાં ઉંચે જઇ શકતી નથી. આના લીધે આબોહવામાં પરિવર્તન થાય છે.
વિવિધ દેશોના તેરસોથી વધુ વૈજ્ઞાનિકોએ અભ્યાસના અંતે જણાવ્યું છે કે આગામી સદીમાં તાપમાન અઢીથી ૧૦ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. જા કે, આબોહવામાં પરિવર્તનની કોઇ એક સ્થળે થનારી અસરો ઓછી કે વધુ હોઇ શકે છે.
આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આશરે ૧ થી ૩ ડિગ્રી સેલ્સીયસ ગરમી વધતા કેટલાક વિસ્તારોને તેનો લાભ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં તેની વિનાશક અસર જાવા મળશે.
ભારતમાં પણ આબોહવામાં પરિવર્તનનો અનુભવ થવા લાગ્યો છે. આના પરિણામે દેશના કેટલાક વિસ્તારોમાં ઘારણા કરતા વધુ ગરમી, ઘણાં સમય સુધી અનુભવાય છે. આના પરિણામે વરસાદ વધી શકે છે. કેટલાક પાકોના ઉત્પાદન ઉપર સીધી અસર થઇ શકે છે. શિયાળાની ઋતુમાં તાપમાનમાં અડધા ડિગ્રીના વધારાથી ઘઉંના ઉત્પાદનમાં પ્રતિ હેક્ટરે ૦.૪૫ ટન ઉત્પાદન ઘટી શકે છે.
તાપમાન વધતા દરિયાની સપાટીમાં વધારો થાય તો તેના કારણે દરિયાકાંઠા વિસ્તારની જમીનનું ધોવાણ અસાધારણ પૂર જેવી પરિÂસ્થતિઓ ઉભી થશે. આના લીધે ગંગા, બ્રહ્મપુત્રા જેવા નદીઓના વિશાળ મુખ પ્રદેશોને પણ ગંભીર અસર થઇ શકે છે. દરિયાની વધતી સપાટીથી લક્ષદ્વીપ તથા પાડોશી દેશ માલદીવના અસ્તીત્વને પડકાર મળી શકે છે. આબોહવામાં પરિવર્તન વાસ્તવમાં ખુબ જ જટીલ સમસ્યા છે. તેમાં વિજ્ઞાન, અર્થતંત્ર, સમાજ, રાજકારણ નૈતીકતા જેવા ઘણા પરિમાણો છે, અને એક રીતે તે વૈશ્વિક સમસ્યા છે.
જેની સીધી અસરો કેટલાક વિસ્તારોમાં જાવા મળી રહી છે. અને આવનારા દિવસોમાં વધુ જણાશે, તેવી સંભાવના છે. વિવિધ વાયુનું ઉત્સર્જન કેટલા પ્રમાણમાં થાય છે અને જે તે સ્થળની આબોહવા તેનો કેવી રીતે પ્રતિભાવ આપે છે. આ બન્ને બાબતો સંબંધિત વિસ્તારમાં આબોહવામાં થતા પરિવર્તનની અસરો ઘટાડવાની પ્રક્રિયા નિર્ધારિત કરે છે.
આ કામગીરીમાં બે મહત્વની વ્યૂહરચના જાવા મળે છે એક વિવિધ વાયુના ઉત્સર્જનમાં ઘટાડો કરવો તથા ગરમીને અવરોધતા સ્તરને Âસ્થર કરી તેને ઘટાડવું ભારતે, આબોહવામાં થતા પરિવર્તનો રોકવા પ્રત્યેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષ ૨૦૧૫ માં પેરીસમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની આબોહવામાં પરિવર્તન અંગેની શીખર પરિષદમાં આ ક્ષેત્રે મહત્વાકાંક્ષી પ્રયાસો હાથ ધરાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોને સૌર્ય ઉર્જા જૂથ આઇ.એસ.એ. ની રચના કરી છે. સૌર્ય ઉર્જાનો ઉપયોગ વધતા આબોહવામાં પરિવર્તન લાવવા જવાબદાર ફોસીલ ફ્યુએલનો વપરાશ ઘટાડી શકાશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...