Skip to main content

શાંઘાઈ સહકાર સંગઠન – SCOની બીશ્કાકમાં યોજાયેલી બેઠક અંગે સમીક્ષા

લોકસભામાં ભવ્ય વિજય મેળવ્યા બાદ વિદેશ નીતિના મક્કમ સંકેત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગીસ્તાનના બીશ્કાકમાં યોજાયેલી શાંધાઇ સહકાર સંગઠન SCOની બેઠકમાં ભાગ લીધો હતો.
આ બેઠકમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આતંકવાદને સમર્થન પ્રોત્સાહન અને આર્થિક સહાય પૂરી પાડતા દેશોને જવાબદાર ગણવા વિશ્વ આલમને અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, રક્ષણવાદની નીતિથી કોઇને લાભ થશે નહીં.
શ્રી મોદીએ જીર્ઝ્રંની બેઠકમાં સંગઠનના આરોગ્ય ક્ષેત્રે સહકાર, ઉર્જા ક્ષેત્રે સહકાર, વૈકÂલ્પક ઉર્જા, સાહિત્ય, સંસ્કૃતિ, આતંકવાદ મુક્ત સમાજ જેવા હાર્દસમા સિધ્ધાંતોની વિગતો આપી આ હેતુથી સંપર્ક વધારવા ઉપર ભાર મૂક્યો છે.
અફઘાનીસ્તાનમાં શાંતિ સ્થાપય તેની જરૂર ઉપર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સમગ્ર પ્રક્રિયા અફઘાન દ્વારા નિયંત્રીત અને તેમના વડપણ હેઠળ જ યોજવી જાઇએ.
SCO બેઠકનું આગવું તેમજ વ્યુહાત્મક મહત્વ હોવા છતાં વિવિધ દેશોના વડાઓએ બેઠકની સાથે જ યોજેલી દ્વિપક્ષીય બેઠકોએ વિશ્વના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
આજ વાતચીતના ભાગરૂપે પ્રધાનમંત્રીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ તથા રશીયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે કરેલી વાતચીત મહત્વની ગણાઇ હતી. અત્યારસુધીમાં શ્રી નરેન્દ્ર મોદીએ આ બંને નેતાઓ સાથે આગવા અને વ્યÂક્તગત મૈત્રી સંબંધો વિકસાવ્યા છે.
શ્રી મોદી અને શી જીનપીંગ અત્યારસુધીમાં બાર વખત મંત્રણા કરી ચૂક્યા છે. શ્રી મોદીએ ભારતે પાકિસ્તાન સાથે શાંતિની સ્થાપના માટે હાથ ધરેલા વાતચીતના પ્રયાસોની માહિતી જીનપીંગને આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પાકિસ્તાને મંત્રણા શરૂ કરવા આતંકવાદ મુક્ત વાતાવરણ ઊભું કરવું પડશે.
ભારતે, SCOના સંગઠન તથા તેના સભ્ય દેશો સાથે હંમેશા સકારાત્મક વલણ અપનાવ્યું છે. ભારત અને મધ્ય એશિયાના દેશો સાથે આગવો સાંસ્કૃતિક સંબંધ હોવાથી ભારતીય ફિલ્મો SCOના દેશોમાં દર્શાવવામાં આવી છે. ઉઝબેકીસ્તાન, તાજીકીસ્તાન તથા કિર્ગીસ્તાનમાં ભારતીય ફિલ્મોને સારો આવકાર મળ્યો છે.
સમગ્ર રીતે જાતા ભારત SCO સંગઠન પાસેથી સકારાત્મક કામગીરીની અપેક્ષા રાખે છે અને આ ક્ષેત્રે યોગદાન આપવા પણ તૈયાર છે. આ વખતની SCOની બેઠકમાં કેફી પદાર્થ વિરોધી વ્યૂહરચના, પર્યાવરણ, આરોગ્ય તથા રમતગમત ક્ષેત્રે સહકાર આ ક્ષેત્રે ફળદાયી ચર્ચાના અંતે મહત્વના નિર્ણયો લેવાયા છે.
જીર્ઝ્રં સંગઠનના સભ્ય દેશોના વડાઓએ ૧૪ નિર્ણયો ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતે પણ SCO તથા સંયુક્ત રાષ્ટ્રસંઘની ખાસ સંસ્થાઓ સાથે સહકારને લગતી સમજુતીઓ સાધી છે.
SCOની બેઠકમાં ચર્ચાના અંતે આતંકવાદ અંગે સર્વસંમતીથી સંયુક્ત ઘોષણાપત્ર બહાર પડયું હતું. આતંકવાદ વિરૂદ્ધના આ ઘોષણાપત્રમાં SCO સંગઠનના દેશોનો સ્પષ્ટ અભિગમ જાવા મળે છે.
SCOની હવે પછીની બેઠક રશિયામાં યોજાશે. આ શિખર બેઠકમાં ૯૦ જેટલી ઇવેન્ટ યોજાશે.
બીશ્કાક ખાતેના સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીને જણાવ્યું હતું કે, રશિયા સાયબર આતંકવાદ, આઈ.ટી., ડિજીટલાઇઝેશન જેવા ક્ષેત્રો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ આ ક્ષેત્રે સહકારની ઘણી તકો રહેલી છે.
ભારત વિકસીત શાંતિપૂર્ણ તથા આતંકવાદ મુક્ત વિશ્વવ્યવસ્થા જેવા SCOના મુખ્ય વિચારો પ્રત્યે પ્રતિબદ્ધ છે.

લેખક : ડોક્ટર રૂપા દાસ, ચીની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...