Skip to main content

સંસદનું ગત સપ્તાહ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તેમની સરકાર દેશને વિકાસના ક્ષિતિજે નવી ઊંચાઈ પર લઈ જશે.
તેમણે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સંકલ્પનાને અમલમાં મૂકવા બધા જ રાજકીય પક્ષોને સહકાર માગ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને ગૃહોને કરેલા સંબોધન અંગેના આભાર પ્રસ્તાવનો લોકસભામાં જવાબ આપતા પ્રધાનમંત્રીએ સંસદની કામગીરી સરળતાથી ચાલી શકે તે માટે સહકાર આપવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, ભારતે સમૃદ્ધિ તથા વિકાસની એક પણ તક જતી કરવી જાઈએ નહીં.
સત્તાધારી પક્ષ તથા વિપક્ષ સાથે મળીને દેશની સામેના પડકારોનો સામનો કરશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો છે.
ભ્રષ્ટાચાર, ખેડૂતો, રોજગાર જેવા વિવિધ મુદ્દાઓ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ મજબુત, સલામત અને સર્વસમાવેશક ભારતના નિર્માણ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.
તેમની સરકાર ભ્રષ્ટાચારનો સતત સામનો કરશે તેવી ખાતરી દોહરાવીને શ્રી મોદીએ કહ્યું કે, ભારતમાં ભ્રષ્ટાચારને સ્થાન નથી.
દેશમાં પ્રવર્તતા જળસંકટનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, દેશના દરેક પરિવારને પાણી ઉપલબ્ધ કરાવવું તે તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે.
રાજ્યસભામાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ચૂંટણી સુધારા હાથ ધરવાની તાતી જરૂર છે.
તેમણે સાંસદોને નવા ભારતના નિર્માણ અંગે અંગે વિચારણા કરવાની અપીલ કરી હતી.
સરકાર દરેક નાગરિકને સરળતાથી જીવન જીવવાની બાબત સુનિશ્ચિત કરવા માગે છે, ત્યારે દરેક નાગરિકે પણ નવા ભારતના નિર્માણમાં સહકાર આપવો જરૂરી છે.
શ્રી મોદીએ વિપક્ષ દ્વારા નવા ભારત અને એક જ સમયે ચૂંટણી યોજવાની કરાતી ટીકા બાબતે તેમણે વિપક્ષોને વખોડી કાઢ્યા હતા.
કોંગ્રેસના ગુલામનબી આઝાદે તેઓ જુનું ભારત ઈચ્છે છે, તેવા આશયના કરેલા નિવેદનને વખોડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, શું તેઓ એવું ભારત ઈચ્છે છે જ્યાં કેબિનેટના નિર્ણયોના કાગળો પત્રકાર પરિષદમાં ફાડવામાં આવતા હોય અને નૌકાદળના જહાજનો ઉપયોગ વ્યÂક્તગત પ્રવાસ માટે કરાયો હોય?
પ્રધાનમંત્રીએ ચૂંટણીમાં વીજાણુ મતદાન યંત્ર ઈવીએમના ઉપયોગના નિર્ણયનો બચાવ કર્યો હતો તથા આ મુદ્દે વિપક્ષના વલણની ટીકા કરી હતી.
લોકસભાએ, ખાસ આર્થિક સુધારા વિધેયક પસાર કર્યું છે. આ સુધારા મુજબ ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓને ખાસ આર્થિક વિસ્તારો સેઝમાં પોતાના એકમો સ્થાપવાની મંજુરી અપાઇ છે.
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આધાર સુધારા ખરડો ગૃહમાં રજુ કર્યો હતો. આ ખરડો આ વર્ષે માસમાં રજુ કરાયેલા વટહુકમનું સ્થાન લેશે.
ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જમ્મુ અને કાશ્મીર અનામત સુધારા વિધેયક ૨૦૧૯ને ગૃહમાં રજુ કર્યું હતું.
આ વિધેયકમાં જમ્મુ અને કાશ્મીર અનામત ધારો ૨૦૦૪માં સુધારો કરીને જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદેથી ૧૦ કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો માટે સરકારી નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવાની દરખાસ્ત કરાઇ છે.
વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને લોકસભામાં જાણકારી આપી હતી કે, ભારતે સરહદપારથી થતા આતંકવાદનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે, તેમજ આતંકવાદનો સાથે મળીને સામનો કરવાની અપીલ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચો પર ઘણી વખત કરી છે.
ભારતે કરેલા સતત પ્રયાસોના કારણે ઘણા દેશોએ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ માટે કુખ્યાત વ્યÂક્ત તથા સંસ્થાઓ કાર્યરત હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે પાકિસ્તાને તેની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે ન થવા દેવાની પણ અપીલ કરી છે.
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે કડક શબ્દોમાં વખોડયો હતો.
રાજ્યસભામાં સાંસદોએ દેશના કેટલાક વિસ્તારોમાં ઉભી થયેલી તંગી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ ચર્ચાનો જવાબ આપતા જળશÂક્ત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ભુગર્ભમાં જળના સંગ્રહ માટે શક્ય તમામ પ્રયાસ કરાશે.
લેખક વી.મોહન રાવ, પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...