Skip to main content

ભારતની સહાયથી શ્રીલંકામાં પ્રથમ આદર્શ ગ્રામ ખુલ્લુ મુકાયું તે અંગે સમીક્ષા

શ્રીલંકા સરકારના આવાસ બાંધકામ અને સાંસ્કૃતિક મંત્રાલયના આદર્શ ગ્રામ કાર્યક્રમ હેઠળ શ્રીલંકાના ગામપાહા જીલ્લામાં ભારતની સહાયથી પ્રથમ આદર્શ ગ્રામને છ જુલાઈના રોજ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. એક યોજાયેલા ખાસ સમારોહમાં લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રીલંકા સરકારના આવાસ અને બાંધકામ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી સાજીથ પ્રેમદાસા, પુર્વ પ્રેસીડેન્ટ ચંદ્રિકા બંદારનાયીકે, કુમાર તુંગા અને કાર્યકારી ભારતીય હાઈ કમિશ્નર ડોકટર શિલ્પક અમ્બુલે સહિત જુદા જુદા રાજકીય મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપÂસ્થત રહયાં હતા. શ્રીલંકાના આવાસ અને બાંધકામ અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય સાથે ભારતીય એલએસઆર ૧ર૦૦ મીલીયનની સહાયથી ર૪૦૦ આવાસો ધરાવતાં ૧૦૦ આદર્શ ગ્રામને ઉભા કરવામાં ભારત સહભાગીદાર છે. આ વચનને અનુલક્ષીને ઓકટોબર ર૦૧૭ ની ર૬ તારીખે બે સમજુતી કરાર થયા હતા. જેમાં લંકાઉન્ડરમાં દક્ષિણ પ્રદેશમાં ૬૦૦ આવાસો બાંધવાનો અને શ્રીલંકાના રપ જીલ્લાઓમાં ૬૦૦ આવાસોના આદર્શ ગ્રામનો સમાવેશ થાય છે. આમા ભારતની ૬૦૦ મીલીયન રૂપિયાની સહાય મળશે. ભારત સરકારની નાણાંકીય સહાય અને ટેકનીકલ મદદગારીથી આ આદર્શ આવાસો બંધાઈ રહયાં છે. પાંચ લાખ એસએલઆરની રોકડ સહાય ઓછી આવકવાળા, જમીન વિહોણા અને ઘર વિહોણા લાભાર્થીઓને પાંચ હપ્તામાં આપવામાં આવે છે. આ પ્રોજેકટ ભારત સરકાર ધ્વારા નોર્થ-ઈસ્ટના વિસ્થાપિતો માટે પચાસ હજાર આવાસો બાંધવા ઉપરાંતનો છે. પ્લાન્ટેશન સેકટરના દસ લોકો માટે દસ હજાર આવાસો બંધાશે જેના સમજુતી કરાર જુન-ર૦૧૦ અને મે-ર૦૧૭ ના ક્રમાનુસાર થયા હતા. બંને સરકારો વચ્ચે ૧પ૩ આવાસો બાંધવાના સમજુતી કરાર ર૦૧૭ ની જુલાઈ ૧૪ મી તારીખે થયા હતા. અનુરાધાપુરાના સોવિથા થેરો ગામે ભારતની એસએલઆર ૩૦૦ મીલીયનની સહાયથી બહુવિદ્ય સમુદાય, બીલ્ડીંગ અને હોલ આંતરીક પાણી પુરવઠાની પધ્ધતિ, લાયબ્રેરી વગેરે બંધાશે.

શ્રીલંકા ખાતેના ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ જણાવ્યા મુજબ ભારતની સહાયથી કોઈ પણ વિદેશી દેશમાં નિર્માણ પામેલો આ સૌથી મોટો પ્રોજેક્ટ છે.

ભારત આરોગ્ય, શિક્ષણ, કૌશલ વિકાસ, માળખાકીય વિકાસ, વ્યાવસાયિક તાલીમ જેવા ક્ષેત્રોમાં ૭૦થી વધુ પ્રજાલક્ષ્યી વિકાસકામો હાથ ધર્યા છે. ભારતે શ્રીલંકામાં વિકાસ કામો માટે ત્રણ અબજ અમેરિકી ડોલ જેટલું રોકાણ કર્યું છે. જેમાં અમેરિકા તરફથી મળેલા પાંચ લાખ અમેરિકી ડોલરનો સમાવેશ થાય છે.

ભારતની સહાયથી શ્રીલંકામાં થતા વિકાસકામો અંગે લાંબા સમય સુધી એક ગેરસમજ હતી કે આ વિકાસકામો પૂર્વ અને ઉત્તર શ્રીલંકામાં વસતા તમિળ લોકોના કલ્યાણ અને વિકાસ માટે છે. શ્રીલંકામાં નાગરિક યુદ્ધ પુરું થતાં જ ભારતે શ્રીલંકાની સરકારને પ્રભાવિત વિસ્તારોમાં રાહત, અને પુનનિર્માણ કામગીરી માટે સહાય આવી હતી. જેના પરિણામે ભારતના મોટા ભાગના વિકાસકામો પૂર્વ અને ઉત્તર શ્રીલંકામાં કેન્દ્રીત થયા હતા. પરંતુ ભારતીય વિકાસકામો ક્યારેય આ બે વિસ્તાર પુરતા જ મર્યાદિત ન હતા. શ્રીલંકાની સરકારની વિનંતી અને જરૂરિયાત મુજબ ભારતે હંમેશાં શ્રીલંકાને સહાય આપી છે.

આ સંદર્ભમાં ભારતીય મદદથી સંપૂર્ણ શ્રીલંકામાં શરૂ કરાયેલી ૧૯૯૦ મફત આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવાનો વિશેષ ઉલ્લેખ કરવો જરૂરી છે. આ સેવા પ્રારંભમાં દક્ષિણ અને પશ્ચિમ પ્રદેશોમાં અમલી કરાઈ હતી. આ સેવાની સફળતાને કારણે શ્રીલંક સરકારે ભારત સરકારને આ સેવા દેશભરમાં વિસ્તારવાની વિનંતી કરતાં ભારત સરકારે તેનો સ્વીકાર કર્યો છે.

શ્રીલંકાને રેલવે વિકાસ માટે ભારત ૧.૩ બિલિયન યુએસ ડોલરની ક્રેડિટ આપવા વચનબદ્ધ છે.

ભારતીય પ્રોજેક્ટ સમયસર પૂરા ન થતાં હોવાની ટીકાઓ થતી હોય છે. આના ઉકેલ માટે નાના વિકાસના પ્રોજેક્ટો હાથ ધરવા શ્રીલંકા સાથે સમજૂતી કરાર થયા છે. આ માળખા દ્વારા સંપૂર્ણ અમલીકરણ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભારતીય સહાયથી ચાલતા ઘણા પ્રોજેક્ટો સમયસર જ પણ નિર્ધારિત સમય પહેલાં પૂરા થાય છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...