Skip to main content

ભારત અને યુએઈના નવી ઉંચાઇએ પહોંચેલા દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા

સંયુક્ત આરબ અમિરાત - યુએઇના વિદેશમંત્રીએ છેલ્લા પાંચ વર્ષમાં સતત પાંચમી વખત ભારતની લીધેલી મુલાકાતથી, ભારત અને યુએઇના નવી ઉંચાઇએ પહોંચેલા તથા મજબૂત બનેલા દ્વિપક્ષીય સંબંધોનો ખ્યાલ આવે છે. યુએઇના વિદેશમંત્ર અબ્દુલ્લાહ બીન ઝાયદ અલ નહયાને ગત ૭ થી ૯ જુલાઈ દરમિયાન ભારતની લીધેલી મુલાકા, એ યુએઇના વિદેશમંત્રીની સતત પાંચમી મુલાકાત હતી.

આ મુલાકાતથી ભારત અને યુએઇ વચ્ચેના ઐતિહાસિક, રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રના વર્ષો જૂના સંબંધોને નવું બળ મળ્યું છે. અને આ સંબંધો વધુ સુદૃઢ બન્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત ૨૦૧૫માં યુએઇની મુલાકાત લીધી, ત્યારપછી આ શ્રેણીબદ્ધ મુલાકાતોની શરૂઆત થઈ હતી. આ મુલાકાત વખતે બંને દેશો નવા વ્યૂહાત્મક ભાગીદારીના સંબંધોથી જાડાયા.

ભારતે શરૂ કરેલા પેટ્રોલિયમ અનામત કાર્યક્રમમાં જાડાનાર યુએઇ પ્રથમ દેશ છે. યુએઇના વિદેશમંત્રીની ભારતની મુલાકાત વખતે, યુએઇનું વેપાર ક્ષેત્રનું પ્રતિનિધિ મંડળ પણ ભારત આવ્યું હતું.

આજે ભારત, યુએઇનો વેપાર ક્ષેત્રે સૌથી મોટો ચોથો ભાગીદાર દેશ છે. યુએઇમાં ૩૩ લાખથી વધુ ભારતીયો બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યા છે.

ભારતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન યુએઇના વિદેશમંત્રી શ્રી નહયાને, ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મંત્રણા કરી હતી. બંને આગેવાનોએ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા સઘન ચર્ચા કરી હતી. શ્રી નહયાને, સિરિયા, લેબેનોન અને યેમન જેવા મધ્યપૂર્વના દેશોમાં થયેલી રાજકીય ઘટનાઓ અંગે શ્રી એસ.જયશંકરને માહિતી આપી હતી.

ભારત અને યુએઇ, આતંકવાદને નાથવાને મુખ્ય સમસ્યા ગણે છે, અને બંને આગેવાનોએ ચર્ચાના અંતે બધા જ સ્વરૂપના આતંકવાદનો સાથે મળીને સામનો કરવાનો નિર્ધાર દોહરાવ્યો હતો.

ભારત આવેલા યુએઇના વિદેશમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરી હતી. બંને આગેવાનોએ ભારત અને સંયુક્ત આરબ અમિરાતના દ્વિપક્ષીય સંબંધો નવી ઉંચાઇ પર લઈ જવાનો નિર્ણય કર્યો.

બંને અગ્રણીઓએ ભારત તથા યુએઇના વિવિધ ક્ષેત્રોના સંબંધો વધુ મજબૂત બનાવવા તથા હજી સઘન બનાવવા વિચારણા કરી હતી. આ પહેલાં જૂન ૨૦૧૮માં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આયોજીત કરેલી કાર્યશાળામાં ભાગ લેવા દિલ્હી આવેલા અબ્દુલ્લાહ બીન ઝાયેદ અલ નહયાને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લઈને વાતચીત કરી હતી. આ વાતચીત પહેલા યુએઇના વિદેશમંત્રી, ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બીન ઝાયેદ અલ નહયાન સાથે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ભારત આવ્યા હતા.

આમ છતાં કેટલાંક વર્ષોથી ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચેના સંબંધો ધીમે ધીમે વધુ મજબૂત અને નિકટના બની રહ્યા છે. યુએઇ જ્યારે ઇસ્લામિક સહકાર સંસ્થા-ઓઆઈસીનું અધ્યક્ષ હતું ત્યારે માર્ચ ૨૦૧૯ના રોજ ઓઆઈસીની વિદેશમંત્રીઓની બેઠકમાં યુએઇએ ભારતને આમંત્રણ આપીને પોતાના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો પરિચય આપ્યો હતો.

યુએઇના વિદેશમંત્રીની ભારતની મુલાકાતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશો સાથે મજબૂત સંબંધો ખાસ કરીને અખાતી દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવા હાથ ધરેલા પ્રયાસોના પરિણામ દેખાઈ આવ્યા છે. શ્રી નહયાનની આ મુલાકાતથી એ બાબત પણ સ્પષ્ટ થઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાળમાં સ્થાપેલા નવા મૈત્રી સંબંધો, યુએઇ શ્રી મોદીના બીજી મુદતના શાસનમાં પણ જાળવવા માગે છે.

ટૂંકમાં, ભારત અને યુએઇના વર્ષો જૂના દ્વિપક્ષીય સંબંધો હવે નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે.

લેખક – ડોક્ટર ફઝુર રહમાન સિદ્દીકી, પશ્ચિમ એશિયા બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...