Skip to main content

ઈરાન અમેરિકા વચ્ચેના વધતા જતાં સંઘર્ષને રાજધ્વારી રીતે ઉકેલવાની જરૂર અંગે સમીક્ષા

ઈરાન અને અમેરીકા વચ્ચેનો સંઘર્ષ દર દિવસે વધુ તીવ્ર બગતો જાય છે અને હવે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલે ધ્યાન દોરવાની જરૂર છે. જા કે ઈરાન – અમેરિકા સંઘર્ષની ક્રાંતીના સમયની છે. પરંતુ આ સંઘર્ષનો તાજેતરનો તબકકો ગયા વર્ષે શરૂ થયો હતો જયારે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુકત સમાવેશક કાર્ય યોજના – જે.સીપીએ માંથી પાછો ખસી જવાનો એકતર્ફી નિર્ણય લીધો હતો. ત્યારથી અમેરીકાએ ઈરાન પર અગાઉ ઉઠાવી લીધેલા પ્રતિબંધો ફરી લાદયા છે. આ સિવાય અમુક નવા પ્રતિબંધો પણ ઈરાન પર મુકાયા છે. જેમાં ઈરાની ક્રાંતીકારી દળ અને ઈરાનના શહેનશાહને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. જેસીપીએ માંથી ખસી જવાનો અમેરીકાનો નિર્ણય તેના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ કરાર પ્રત્યેની નાપસંદગી સાથે જાડાયેલો છે. શ્રી ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદના ચુંટણી પ્રચાર દરમ્યાન કેટલીક વાર આ કરારની નિંદા કરી છે. ઈરાનની પ્રાદેશિક પ્રવૃતીઓને અટકાવવા શ્રી ટ્રમ્પે ઈરાન મામલે આક્રમક નીતી અપનાવી છે. જેનો ઉદેશ્ય ઈરાન પર દબાણ મુકવાનો હતો. જેથી ઈરાન પર અમેરીકા સાથે પરમાણુ કરાર પર સમાધાન કરવાની ફરજ પડશે. રાજકીય અને આર્થિક પ્રતિબંધો ઉપરાંત, અમેરીકાની નીતીની અસર રૂપે અખાતી પ્રદેશમાં લશ્કરી જમાવટમાં નોંધપાત્ર વધારો થયો, જેમાં એરક્રાફટ કેરીયર, બી બાવન બોમ્બર્સ અને વધારાની એક હજાર અમેરીકી સેનાનો સમાવેશ થાય છે.

અમેરીકાના પ્રતિબંધો સામે વળતો જવાબ આપતા ઈરાને પણ કેટલાક એવા પગલા લીધા છે જેથી બે દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. જેમાં મુખ્ય પગલુ, ઈરાન ધ્વારા જેસીપીઓએ હેઠળની પ્રતિબધ્ધતાઓમાં કરાયેલો કાપ એ છે. જેમાં યુરેનિયમના ભંડોળની નિકાસ પર લગાવેલો રોક અને યુરેનીયમ સંવર્ધનના સ્તરમાં કરેલા વધારાનો સમાવેશ થાય છે. જેસીપીઓએ હેઠળ ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓને અટકાવવા આ પ્રતિબંધો મુકાવમાં આવ્યા હતા. ઈરાને એવી દલીલ કરી છે કે આર્થિક લાભોના બદલામાં તેણે આ પ્રકારના પ્રતિબંધો માટે સહમતી આપી હતી. પરંતુ આ કરારમાંથી અમેરીકા ખસી જતાં તેને હવે આર્થિક લાભો મળવાનું બંધ થયું છે. આવા પ્રકારના પગલાથી ઈરાન પરમાણુ કરારમાંથી નિકળી જવાની સંભાવના ધ્યાનમાં લઈ આ કરારના ભાગીદાર યુરોપીયન દેશોએ ઈરાનને તાત્કાલિક ધોરણે પરમાણુ કરારનું પાલન કરવા જણાવ્યું હતું. જેથી આ કરારને બચાવી શકાય.

છેલ્લા કેટલાક સપ્તાહમાં અખાતના પ્રદેશમાં ઘણી બધી સંબંધીત ઘટનાઓ થઈ છે, જેના કારણે વર્તમાન સંઘર્ષમાં વધારો થયો છે, જેમાં તેલ ટેન્કરો પરના કેટલાક હુમલાનો પણ સમાવેશ થાય છે. ઈરાન દ્વારા પર્શિયન અખાતમાં અમેરીકાના ડ્રોન પર કરાયેલો હુમલો, જિબ્રાલ્ટરમાં બ્રીટીશ દળો દ્વારા ઈરાની તેલ ટેન્કરની અટકાયત અને આ બાબતે ઈરાનની ચેતવણી આ બધી આકÂસ્મક ઘટનાઓ, હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરવાનો પ્રયાસ વગેરેને કારણે ગંભીર ચિંતા ઉભી થઈ છે અને આ માર્ગે જહાજમાં મુસાફરી કરનારા માટે સલામતી અને સુરક્ષાની ચિંતા વધી છે. વિશ્વના ત્રીજા ભાગનું દરીયામાંથી નીકળતું ખનીજ તેલ, હોર્મુઝની સમુદ્રધુની માર્ગેથી મળે છે જેથી આ બંધ કરવાથી ગંભીર મુશ્કેલી ઉભી થાય છે.

આથી સમય પાકી ગયો છે કે વૈશ્વિક સત્તાઓ રાજદ્વારી ઉપાયો દ્વારા તણાવ દુર કરવામ માટે ગંભીર રીતે પ્રયત્નો કરે. ભારત ઉર્જાનું આયાતકાર છે જેમાની મોટાભાગની અખાતના દેશોમાંથી આવે છે. તેના કારણે આ ક્ષેત્ર ભારત માટે મહતવનો છે અને હોરમુઝની સામુદ્રધુનીમાં કોઈપણ પ્રકારની અશાંતી ભારતની હાઈડ્રોકાર્બનની આયાત મોટાપાયે ઘટાડી શકે છે. જેનાથી તેની ઉર્જા સુરક્ષા પર વિપરીત અસર પડી શકે છે. આ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને કારણે પર્શિયન અખાત અને ઓમાનના અખાતમાં અવર જવર કરતા અને ચાલતાં ભારતીય જહાજાની સુરક્ષાની ખાતરી માટે ભારતે તેના સૈન્ય જહાજા આઈએનએસ ચેન્નાઈ અને સુનયનાને ઓમાનના અખાતમાં તૈનાત કર્યા છે. ભારત આ ક્ષેત્રના દેશો સાથે સારા દ્વિપક્ષીય સંબંધો જાળવે છે અને આ ક્ષેત્રમાં તેથી કોઈપણ સૈન્ય સંઘર્ષ તેના હિતો માટે પ્રતિકુળ છે. યુધ્ધના કારણે આ ક્ષેત્ર અÂસ્થર બને અને મોટાપાયે આર્થિક સંકડામણ અને માનવ જાનહાનિ થાય તે પહેલા બંને સંઘર્ષગ્રસ્ત પક્ષો આ કટોકટીના નિવારણ માટે શાંતીપુર્ણ રીતે ગંભીર પ્રયત્નો કરશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...