Skip to main content

પાકિસ્તાને સમુહ પ્રસાર માધ્યમો ઉપર મુકેલા નિયંત્રણો અંગે સમીક્ષા

પાકિસ્તાનના અત્યારસુધીના ઇતિહાસમાં પાક સત્તાવાળાઓ અને પ્રસાર માધ્યમો વચ્ચે સ્નેહ અને તિરસ્કારના સંબંધો જાવા મળે છે.

પાકિસ્તાનમાં મુક્ત અને ધબકતા પ્રસાર માધ્યમોના મુખવચ પાછળની વાસ્તવિકતા એવી છે કે, પાકિસ્તાનમાં સમૂહ પ્રસાર માધ્યમો ઉપર અવાર નવાર પ્રતિબંધો મૂકાયા છે.

વિધીની વક્રતાએ છે કે, પ્રસાર માધ્યમો સામે મૂકાયેલા પ્રતિબંધો માત્ર સેનાના શાસન પૂરતા મર્યાદિત નથી. નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકારોએ પણ અખબારોનું સ્વાતંત્ર્ય હણવાના પ્રયાસો કર્યા છે. 

તાજેતરમાં ઇમરાનખાન સરકારે કસુરવાર ઠરેલા તથા જેલમાં રખાયેલા રાજકારણી અગ્રણીની મુલાકાત નહીં લેવાનો આદેશ અખબારોને ટી.વી. ચેનલોને આપ્યો છે.

સરકારે પાકિસ્તાન વિજાણુ માધ્યમ નિયંત્રક સંસ્થા પેમરાને પણ પોતાની જવાબદારી અદા કરવાનો આદેશ આપ્યો છે.

અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રી મરીયમ શરીફનો ઇન્ટરવ્યુ ચેનલ ૨૪, અબતક ન્યુઝ અને કેપીટલ ટીવી ઉપર પ્રસારીત થયા પછી આ ચેનલો બંધ રખાઇ.

આ મુલાકાતમાં મરીયમે આક્ષેપ કર્યો હતો કે, તેના પિતા નવાઝ શરીફને દોષિત ગણાવનાર ન્યાયાધીશો ઉપર બ્લેકમેઇલ વડે દબાણ વધારાયું હતું.

પાકિસ્તાનની પ્રસાર માધ્યમ નિયંત્રક સંસ્થાએ મરીયમની મુલાકાતનું સીધુ પ્રસારણ કરવા બદલ સંબંધીત ટી.વી. ચેનલોને નોટીસ જારી કરી હતી.

જા કે, પાકિસ્તાને સંબંધીત ટી.વી. ચેનલો ટેકનકલ ક્ષતિના લીધે દેખાતી નહીં હોવાનો દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની પ્રસાર માધ્યમ નિયંત્રક સંસ્થા પેમરા સંબંધીત ચેનલો પર દર્શાવાતા મુદ્દાઓ તથા વિષય અંગે નિયંત્રણો લાદતી હોય છે.

પેમરા સંસ્થા સમુહ પ્રસાર માધ્યમોમાં વાંધાજનક બાબત, સામાજીક જીવન માટે અરૂચીકર, ઇસ્લામ, ન્યાયતંત્ર કે સેનાની વિરૂદ્ધની બાબતો, દ્વેપ કે હિંસાને ઉત્તેજન આપતા પ્રસારણો કે પ્રકાશન ઉપર નિયંત્રણો લાદતી હોય છે.

પ્રસાર માધ્યમો ઉપર મૂકાતા સંપૂર્ણ પ્રતિબંધોથી અખબારો ટીવી ચેનલોની અભિવ્યÂક્ત સ્વતંત્રતા સામે જાખમ ઊભું થતું હોય છે તથા નાગરીકોને માહિતી મેળવવાના અધિકારો પર તરાપ પડતી હોય છે.

છેલ્લા એક વર્ષમાં રાજકારણ અને રાજકારણીઓ તથા સેનાની કામગીરીની ટીકા કરવા માટે પત્રકારો તથા માનવઅધિકાર જૂથ ઉપર દબાણ વધારાયું હતું.

તાજેતરમાં સેનાની ટીકા કરતી સામગ્રી ઉપર પ્રતિબંધ મૂકવા પાકિસ્તાની સેના દ્વારા સમૂહ પ્રસાર માધ્યમો ઉપર દબાણ થતું હોવાનો આક્ષેપ કરાયો છે.

ટૂંકમાં પ્રસાર માધ્યમો માટે પાકિસ્તાનમાં મુક્ત વાતાવરણ ઘટી રહ્યું છે. પાકિસ્તાનને ઘણી વખત પત્રકારો, દૈનિકના કર્મચારીઓ માટે જાખમકારક દેશોની સૂચિમાં મુકવામાં આવે છે.

અહીં સેનાની ટીકા કરવાના આરોપસર ઘણી વખત પત્રકારોને માર મારવો, અટકાયતમાં રાખવા અને કયારેક હત્યા થવાના અહેવાલ છે.

એવી જ રીતે પાકિસ્તાનમાં પત્રકારોને કનડવા સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ થાય છે.

સત્તા સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરનાર સામે સોશિયલ મિડીયામાં પધ્ધતિસરની ઝુંબેશ ચલાવવામાં આવે છે.

પાકિસ્તાનમાં ઘણી બધી સમાચાર ચેનલો શરૂ થઇ હોવાથી જનમાનસને એક જ દિશામાં વાળવું એ બાબત મુશ્કેલ બની છે.

આથી જ પાકિસ્તાનના નાગરીકો સત્તાવાર નિવેદનના બદલે સ્વતંત્ર વિચાર કરવા લાગ્યા છે. 

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી તથા સંસ્થાના માપદંડોથી જાતા સમુહ પ્રસાર માધ્યમોએ ખરેખર પ્રગતિ કરી છે.

ઇનટરનેટ તથા સોશિયલ મિડીયાના માધ્યમોએ ચર્ચા માટે નવો મંચ પૂરો પાડ્યો છે. જા કે ટેકનોલોજીની દ્રષ્ટિએ જણાતી પ્રગતિને અભિવ્યÂક્ત સ્વાતંત્ર્ય કહી શકાય નહીં.

જયાં સુધી આ બાબતોનું અસ્તીત્વ છે ત્યાં સુધી રાજકીય દ્રષ્ટિએ પત્રકારોને અભિવ્યક્ત સ્વાતંત્ર્ય મળી શકશે નહીં.

લેખીકા : ડોક્ટર Âસ્મતા, અફઘાન–પાકિસ્તાન બાબતોના વ્યુહાત્મક સમીક્ષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...