Skip to main content

ઓસકા ખાતે યોજાયેલું જી ૨૦ શિખર સંમેલન

જાપાનના યજમાન પદે ઓસાકામાં તાજેતરમાં જી ૨૦ શિખર સંમેલન યોજાઇ ગયું. જી ૨૦ એ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાપનને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેનો મુખ્ય મંચ છે. જે વૈશ્વિક નાણાકીય ઉત્પાદનનો ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપારી તણાવની અસર વૈશ્વિક વેપાર પર પડવાની શરૂ થતા ઓસાકામાં ભેગા થયેલા જી ૨૦ સભ્ય દેશોએ બહુપક્ષીય વેપાર વ્યવસ્થામાં ફરી વિશ્વાસ નિર્માણ કરવાની બાબતને ટોચની અગ્રતા આપી હતી. વિશ્વના વિકાસશીલ તેમજ વિકસિત દેશોના આગેવાનો એ આ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
શિખર સંમેલન બાદ સભ્ય દેશો દ્વારા મુક્ત નિષ્પક્ષ, ભેદભાવ વગરનું પારદર્શક, અનુમાનિત અને Âસ્થર વેપાર અને રોકાણ વાતાવરણને પ્રોત્સાહન આપવાના લક્ષ્યાંક સાથે ઓસાકા ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું. આ પ્રસંગે વૈશ્વિક આગેવાનોએ બહુપક્ષીય વેપારની ટોચની સંસ્થા વિશ્વ વેપાર સંગઠન ડબ્લ્યૂ. ટી. ઓ.માં સુધારો લાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. ડબ્લ્યુ.ટી.ઓ. અપીલ બોર્ડેમાં નવી નિમણુંક કરવામાં અમેરિકા દ્વારા થઇ રહેલા અવરોધને ધ્યાનમાં લઇ ઓસાકા ઘોષણાપત્રમાં ડબ્લ્યૂ. ટી. ઓ.ના સભ્ય દેશો દ્વારા વાટાઘાટો દ્વારા ઘડાયેલા નિયમો મુજબ વિવાદોનો ઉકેલ કાઢવાની પ્રણાલીના અમલ માટે કાર્યવાહી આવશ્યક હોવાનું જણાવ્યું હતું.
જી-૨૦ના પ્રમુખ તરીકે જી-૨૦ એજન્ડા સ્થાપવામાં જાપાનની મહ¥વની ભૂમિકા રહી હતી. જાપાનના રાષ્ટ્રપતિ શિંઝો આબેએ વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં માહિતીના મુક્ત આદાનપ્રદાન અંગે નવી પધ્ધતિ શરૂ કરવા અને ડેટા ગર્વનન્સ માટે નવા નિયમો બનાવવાના ઉદ્દેશ સાથે ઓસાકા ટ્રેકનો શુભારંભ કરાવ્યો હતો. જી-૨૦ના મોટાભાગના સભ્ય દેશોએ તેને ટેકો આપ્યો હતો પરંતુ ભારતે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિવિધ દેશો વચ્ચે ડેટા અને માહિતીના આદાનપ્રદાનના લીધે ઉત્પાદકતા અને નવીનતા વધે છે. પરંતુ એ સાથે ગોપનીયતા, ડેટા સલામતી, બૌÂધ્ધક સંપદા હકો અને સલામતી અંગેના કેટલાક પડકારો સંકળાયેલા હોય છે. ભારતનું એવું માનવું છે કે ડેટા એ સંપત્તિનું નવું રૂપ છે. ભારત ૨૦૧૮ના રિઝર્વ બેન્ક ઓફ ઇÂન્ડયાના નિર્દેશ પ્રમાણે માહિતીના સ્થાનીકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેરીસ કરાર સંદર્ભે વાત કરવાનું ટાળતા ઓસાકા પરિષદમાં અન્ય વિવાદાસ્પદ મુદ્દો આબોહવા પરિવર્તન રહ્યો. પરંતુ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સહિત પેરીસ કરારના તમામ દેશોએ ઓસાકા ઘોષણાપત્રમાં પેરીસ કરારના સંપૂર્ણ અમીલકરણની ખાત્રી આપી હતી. પેરીસ સમજૂતી મુદ્દે અમેરીકાની Âસ્થતિને અમેરીકી કર્મચારીઓ અને કરદાતા માટે નુકસાન કર્તા ગણવાઇ હતી.
આ સાથે જી ૨૦ સભ્ય દેશો વચ્ચે ગુણવતાયુક્ત માળખાકીય રોકાણને સામાન્ય વ્યુહાત્મક નિર્દેશ તરીકે મંજૂરી અપાઇ હતી. જી-૨૦ સભ્ય દેશો દ્વારા જાહેર નાણાનો સાતત્યપૂર્ણ ઉપયોગ જીવન-ધોરણ મુલ્ય સાપેક્ષે આર્થિક કાર્યક્ષમતામાં વધારો, પર્યાવરણલક્ષી અને સામાજીક વિચારણા, મહિલા સશÂક્તકરણ, કુદરતી આફતો તથા અન્ય મુશ્કેલી સામે Âસ્થતિ સ્થાપક માળખાની રચના, માળખાકીય શાસનની મજબૂતાઇ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
ઓસાકા ઘોષણાપત્રમાં ગેરકાયદેસર નાણાકીય હેરફેર, આતંકવાદીઓને અપાતા નાણા જેવા મુદ્દે કાર્યવાહી માટે ફાયનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ - એફ.એ.ટી.એફ.ના ઝડપી અમલીકરણ માટેના તીવ્ર પ્રયાસો પર ભાર મુકાયો છે. વધુમાં ભષ્ટ્રાચાર સામેની લડતમાં જી-૨૦ નેતાઓ વચ્ચે ભષ્ટ્રાચાર આચરતા લોકોને આશ્રય સ્વપ્ન પૂરૂં પાડવા અંગે તથા તેમની આશ્રય સ્થાન પૂરૂં પાડવા અંગે તથા તેમની સામે કાર્યવાહી માટે પગલા લેવા સહમતી સધાઈ હતી. ગંભીર આર્થિક ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહી માટે અને ભષ્ટ્રાચાર દરમિયાન ચોરેલી મિલકતોને પુનઃ પ્રાપ્તિ માટે આંતરરાષ્ટ્રીય સહભાગીતા અંગેની બાબતને પ્રોત્સાહન અપાયું છે. જી ૨૦ પરિષદ, વૈશ્વિક અર્થતંત્ર અને નાણાંકીય કાર્યસૂચી અંગેના પ્રાથમિક પડકારો અંગે મંત્રણા માટેનું મુખ્ય મંચ છે. આ સાથે આ પરિષદ વૈશ્વિક નેતાઓને અલગથી દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય મંત્રણાઓ યોજવાની તક પૂરી પાડે છે. આ વખતની જી-૨૦ પરિષદમાં અમેરીકા ચીન વચ્ચે વધી રહેલા વેપાર યુદ્ધ અને તણાવ અંગે વાટાઘાટો યોજાઇ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અમેરીકા અને જાપાન સાથે વ્યૂહાત્મક આર્થિક હિતો અંગેની દ્વિપક્ષીય બેઠકો યોજીહતી. શ્રી મોદીએ આ દેશો સાથે ભારત - પ્રશાંત ક્ષેત્રમાં વેપાર, સુરક્ષા, સંરક્ષણ મુદ્દે અમેરીકા જાપાન - ભારત વચ્ચે વ્યુહાત્મક સહભાગીતા અંગે તથા રશિયા - ભારત ચીન બેઠકમાં ચર્ચાયેલા પડકારો અંગે વાતચીત કરી હતી.

શ્રી મોદીએ બહુસ્તરીય વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વિકાસ સહભાગીતા તથા આતંકવાદ વિરોધી લડાઇમાં સહકાર અંગે વાતચીત કરી હતી. શ્રી મોદીએ જી-૨૦ નેતાઓને આપત્તિ વ્યવસ્થાપન માળખા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધનમાં જાડવા આમંત્રણ આપ્યું હતું. ભારત ૨૦૨૨માં જી-૨૦ પરિષદની યજમાની કરશે.
લેખક : પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા પરના વિશ્લેષક ડો. તિતલી બાસુ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...