Skip to main content

ઓસાકામાં ભારત અને અમેરિકા વચ્ચે વાટાઘાટો

જી-ટવેન્ટી ઓસાકા શિખર પરીષદની સાથે સાથે ત્રણ દિવસના ગાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ દ્વિપક્ષી (ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, જર્મની, ઈન્ડોનેશિયા, જાપાન, સાઉથ કોરીયા, સાઉદી અરેબીયા, તુર્કી અને અમેરિકા) બે ત્રી-પક્ષી (જાપાન, ભારત અને અમેરિકા આ ઉપરાંત રશિયા, ભારત અને ચાયના) અને બ્રિકસના નેતાઓ સાથે ઔપચારિક વાતચીતો કરી હતી. જી-ટવેન્ટીનો મુખ્ય એજંંડા વૈશ્વિક, આર્થિક, વેપાર અને ભૌગોલિક રાજકીય Âસ્થતીની ચર્ચાનો હતો. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર એ મુખ્ય મુદૃ હતો. દ્વિપક્ષી મંત્રણામાં પ્રધાનમંત્રી મોદી અને પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વેપાર સંબંધિત મુદૃઓની ચર્ચા કરવામાં આવી હતી. જી-ટવેન્ટી શિખર પરીષદની મોટી ફલુશ્રુતિ એ રહી કે હાલ ચીન અને અમરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરમાં સુધારો થયો તે બાબત હતી. ભારત આ બંને દેશોની વાટાઘાટો ઉપર ખુબ બારીકાઈથી નજર રાખી રહયું હતું. કેમ કે અમેરિકા સાથેના ટેરીફ અંગેના મતભેદને હલ કરવાનો હતો. પ્રેસીડેન્ટ ટ્રમ્પે ભારતના ઉંચા ટેરીફની ટીકા કરી હતી અને તેમણે નવી દિલ્હીને આ ટેરીફ ઘટાડવા જણાવ્યું હતું. અમેરિકાએ ભારતીય પેદાશો માટે કેટલીક વસ્તુઓ પરત ખેંચી હતી. તેના બદલામાં ભારતે બદામ, કઠોળ અને અખરોટ જેવી ર૮ વસ્તુઓ ઉપર ટેરીફ વધારી હતી. સ્ટીલ અને એલ્યુમીનીયમમાં આયાત ડયુટી વધારવા અંગથે ભારત – અમેરીકાને ડબલ્યુટીઓ ડીસ્પુટ સેટલમેન્ટમાં લઈ ગયું છે.

જી-ટવેન્ટી શિખર પરીષદ પહેલા અમેરીકાના સેક્રેટરી પોમ્પીઓની ભારતની ટુકી મુલાકાત દરમ્યાન ચર્ચા કરવામાં આવી હતી. નવી દિલ્હી અને વોશીગ્ટને નકકી કર્યા મુજબ હવે બંને દેશોના વાણીજય મંત્રીઓ વહેલી તકે આ મૃદૃઓનો નિકાલ કરવા મુલાકાત કરશે. વેપાર સિવાય ભારતના પ્રધાનમંત્રી અને અમેરીકાના પ્રેસીડેન્ટ વચ્ચે ફાઈવ-જી ટેકનોલોજી, સંરક્ષણ સંબંધો અને ઈરાનના મુદૃઓની પણ ચર્ચા કરાઈ હતી. ઈરાનના મુદૃ પર્સીયન ગલ્ફ પ્રદેશમાં Âસ્થરતા અને શાંતી જળવાઈ રહે તે બાબતે ભારતે ભાર મુકયો હતો. ફાઈવ-જી ટેકનોલોજીના અગત્યના મુદૃમાં ખાસ કરીને અમેરિકાએ અમેરિકન કંપનીઓને ઓવઈ સાથે વેપાર કરવાની છુટ આપી હતી તે હતો. ભારત ફાઈવ-જી ટેકનોલોજીની રાહ જાઈ રહયું છે અને અમેરીકાએ ઉભા કરેલા સુરક્ષાના મુદૃઓને ભારતમાં પણ અભ્યાસ કરાઈ રહયો છે. અમેરીકા ટેકનોલોજીકમાં નિષ્ણાંતોને વધારી રહી છે. અમેરીકા વેપાર અને તાંત્રિક તકો માટે ભારત તરફ નજર રાખી રહયું છે. જયારે ભારત ટેકનલોજી વિકાસમાં સહકાર ઈચ્છી રહયું છે.

ડીઝાઈન, ટેકનોલોજી અને સોફટવેર ડેવલપમેન્ટ ક્ષેત્રની ફાઈવ જી ક્ષમતાઓનો મેક ઈન ઈÂન્ડયા અભિયાનમાં કેવી રીતે ઉપયોગ થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરી શકાશે. જેથી ભારત અને અમેરીકાની સરકારના સત્તાવાર સંબંધો ઉપરાંત બંને દેશોના ઉદ્યોગોને એક સાથે કામ કરવાની તક મળશે.

બંને દેશો સંરક્ષણ ક્ષેત્રમાં પણ સહકાર કરી શકશે. ઓસાકામાં થયેલી મંત્રણામાં આ અંગે વધુ ચર્ચા કરવામાં આવી નહોતી. પરંતુ ભારત સંરક્ષણ ક્ષેત્રનો અમેરીકા સાથેનો તેનો સહકાર વધારી રહયો છે. જેમાં ઈન્ડો – પેસફીક ક્ષેત્રમાં સરહદ સલામતીની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે. જાપાન ભારત અને અમેરીકા વચ્ચે થયેલી ત્રિ-પક્ષીય મંત્રણામાં આ અંગે ચર્ચા થઈ હતી. આ ક્ષેત્રમાં કનેકટીવીટી વધારવા અને માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા ત્રણેય દેશોએ મળીને કામ કરવા ચર્ચા કરાઈ હતી. ત્રણેય દેશો આ વિસ્તારમાં શાંતી અને વિકાસ માટેના સમાન લક્ષ્યો ધરાવે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરીયાઈ સહકાર વધારવા માટે દર વર્ષે શિખર સંમેલન યોજવાના મુદૃ પણ ત્રણેય દેશો સહમત થયા હતા. આ વિસ્તારમાં ચીની સેનાની વધી રહેલી પ્રવૃતીઓ જાતા ત્રણેય દેશો વચ્ચેનો સહકાર મહત્વપુર્ણ છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...