Skip to main content

રશિયા-ભારત-ચીન ત્રિપક્ષીય મંત્રણા

જાપાનના ઓસાકામાં જી – ટ્‌વેન્ટી શિખર પરિષદની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેસીડેન્ટ શી જીનપિંગ અને પ્રેસીડેન્ટ વાલ્દામીર પુતિનની સાથે ત્રિપક્ષીય મંત્રણા કરી હતી. રશિયા, ભારત અને ચીન વચ્ચેની ત્રિ-પક્ષીય મંત્રણામાં ભારતની અગત્યતા પ્રગટ થઈ છે. અમેરિકાએ ચીન અને રશિયા સાથે ટેરિફ અંગે કેટલાંક પ્રતિબંધો લાદયા છે, તેવા સમયે આ ત્રિપક્ષીય મંત્રણા થઈ છે. આ મંત્રણાની તાત્કાલિક એવી જરૂરિયાત રહી કે રશિયા, ભારત, ચીનને પરસ્પર લાંબાગાળા માટે એક સાથે રાખી શકે.

૨૦૦૩થી રશિયા, ભારત અને ચીનના વિદેશમંત્રીઓ આ બાબતે કાર્યરત છે અને તેઓની પ્રથમ બેઠક ૨૦૦૬માં દેશોના વડાઓથી થઈ હતી, તે વખતે રશિયાના પીટર્સબર્ગમાં જી – આઠ બેઠકના સમાપન વખતે ચીનના પ્રમુખ હુ જીન્ટહો, રશિયા પ્રમુખ વાલ્દામીર પુતિન અને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડાp. મનમોહનસિંહ મળ્યા હતા.

હાલની વાટાઘાટાઓમાં પ્રધાનમંત્રી મોદી, પ્રેસીડેન્ટ શી જિનપિંગ અને પ્રેસીડેન્ટ પુતિન જેઓ નવેમ્બર ૨૦૧૮માં મળ્યા હતા. ઉચ્ચસ્તરીય વાટાઘાટો કરાઈ હતી. આ ત્રણેય નેતાઓ રશિયાના વાલ્દી વોસ્ટક ખાતે સપ્ટેમ્બર ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ દરમિયાન સપ્ટેમ્બર ૨૦૧૯માં ફરીવાર મળે તેવી સંભવના છે.

વધતી સંરક્ષણાત્મક અને એકયપક્ષીય નીતિ લીધે વૈશ્વિકસ્તરે Âસ્થરતા પર ખતરો, વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો અને ઉભરી રહેલા બજાર અને વિકાસશીલ દેશો પર નકારાત્મક અસરો બાબતો અંગે ત્રણેય દેશોને પગલાં માટે તાત્કાલિક જરૂરિયાત છે.

આ બેઠકોની મહત્વતા એક બીજી પણ છે. ત્રણેય નેતાઓ વચ્ચે સુમેલભર્યા સંબંધોને મજબૂત કરવાની તક ઉભી કરે છે. ઉચ્ચકક્ષાની નેતાગિરીમાં વિશ્વાસને મજબૂત બનાવવો અને અસરપસ્પર સમજણ કેળવવા બાબતે પણ આ બેઠક મહત્વની છે. પરસ્પરના હિતોની બાબતમાં વિચાર –વિમર્શ દ્વારા આ બેઠકો વ્યૂહાત્મક સંચારને મજબૂત બનાવવાની તક પણ ઉભી કરે છે.

ઓસાકા ત્રિ-પક્ષીય મંત્રણામાં વૈશ્વિક આતંકવાદ ત્રણેય દેશો વચ્ચેના વેપારી સંબંધો મજબૂત બનાવવા, આબોહવા પરિવર્તન આંતરરાષ્ટ્રીય હોટ સ્પોટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ ઉપર વૈશ્વિક સ્તરની પરિયોજના માટે શી જિનપિંગ તેમજ વ્લાદિમીર પુતિન પાસેથી સહકાર માંગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આતંકી પ્રવૃત્તિઓના ઉકેલ માટે કેટલાક બહુપક્ષીય સહમતી કરાર છે, પરંતુ આતંકવાદીની વ્યાખ્યા કરતો એક પણ બહુપક્ષીય કરાર નથી. શાંઘાઈ સહકાર સંસ્થાએ પણ આતંકવાદને લગતા પડકારોનો સામનો કરવા વ્યાપક પગલા લીધા છે. પાકિસ્તાનને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે ફરજ પડવામાં નાણાંકીય કાર્યદળ આવશ્યક પગલાં લેશે તેવી ભારતને આશા છે.

ચીનના પરિપ્રેક્ષ્યમાં જાઈએ તો આ બેઠક યુરેશિયામાં તેનું મહત્તમ વધારશે અને તેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ આ બેઠકની હકારાત્મક અસર થશે. ચીનના વિદેશી બાબતોના નાયબ મંત્રી ઝાંગ જુને જણાવ્યું કે, ચીનના ભારત અને રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધો સારી રીતે વિકસી રહ્યા છે. મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પરસ્પર સમન્વય અને સહકાર વધારવું, સંરક્ષણવાદને વિરોધ કરવો, વૈશ્વિક શાંતિ માટે યોગદાન આપવા બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં સહકાર આપવો ત્રણેય દેશો માટે મહ¥વપૂર્ણ છે.

ચીને જ્યારે દરેક ક્ષેત્રે રશિયાની પાછુ છોડ્યું છે અને ધૂંધળી થઈ રહેલી વૈશ્વિક યાદીમાં ભારત મજબૂતાઈ ઉભરી રહ્યું છે, ત્યારે રશિયાના દૃષ્ટિકોણથી આ આર.આઈ.સી. બેઠક વૈશ્વિક રાજનીતિમાં તેની અસરને વિસ્તૃત કરવામાં મદદરૂપ બની રહેશે. આનાથી સ્પષ્ટ સંદેશ પણ મળે છે કે, રશિયા અને ચીન વૈશ્વિક ભૂશા†ીય રાજનીતિ અને આર્થિક વ્યવહારોમાં અમેરિકાથી સ્વાયત રીતે ભારત સાથે કામ કરવા ઈચ્છે છે.

અંતે એ પણ નોંધવું રહ્યું કે, આર.આઈ.સી. બેઠક ત્યારે મળી છે, જ્યારે આસોકા ખાતે જાપાન – અમેરિકા અને ભારત વચ્ચે ત્રિસ્તરીય બેઠક મળી હતી. આનાથી ફલિત થાય છે કે, આવી ત્રિસ્તરીય બેઠકો હાલના અસ્પષ્ટ વૈશ્વિક રાજનીતિ પરિÂસ્થતિમાં દિશાસૂચન કરવાની ભારતની બહુસ્તરીય વ્યૂહનો એક ભાગ છે.


Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...