Skip to main content

સામાન્ય અંદાજપત્ર સામેના મુદ્દાઓ અંગે સમીક્ષા

આ વખતના સામાન્ય અંદાજપત્રમાં દેશના આર્થિક વિકાસ દર ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. આ વખતે આર્થિક ખાધનું પ્રમાણ જીડીપીના સાડા ત્રણ ટકા સુધી મર્યાદિત રાખવાનું કદાચ શક્ય બનશે નહીં. કારણ કે, દેશના અર્થતંત્રને અગાઉના વિકાસના પથ ઉપર ફરીથી મૂકવા માટે જાહેર ક્ષેત્રમાં ખાસ કરીને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે મૂડીરોકાણ કરવું જરૂરી છે. નાણામંત્રી સુશ્રી નિર્મલા સિતારામન તરફથી તેમના પ્રથમ અંદાજપત્રમાં કેટલાંક હિંમતભર્યા નિર્ણયો અપેક્ષિત છે. આમ છતાં, ખર્ચમાં ઘટાડાની મદદથી ફિસ્કલ કોન્સોલીડેશન એટલે કે, આર્થિક મજબૂતીકરણનું ધ્યેય મેળવવાના પ્રયાસો જા કરાશે, તો તેના પરિણામ આર્થિક વિકાસ ઉપર થવાની સંભાવના છે. યોગ્ય કરવેરા સુધારાની મદદથી જ કરવેરા એકઠા કરવાને મદદ મળી શકશે. ર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા કોર્પોરેટ વેરામાં સુધારો થાય તેવી ધારણા છે. ગયા વર્ષના અંદાજપત્રમાં કોર્પોરેટ વેરો ૨૫ ટકા ઘટાડવાની જાહેરાત થઈ હતી. જાકે, આનો ફાયદો માત્ર નાના અને મધ્યમ ઉદ્યોગોને જ મળવાનો હતો. ખર્ચના ક્ષેત્રે ખેડૂતો તથા મહિલાઓ માટે નવી યોજનાઓની સંભાવના છે. જાકે, આ પ્રકારની મહત્વની જાહેરાતો માટે યોગ્ય પ્રમાણમાં અંદાજપત્રીય ફાળવણી પણ જરૂરી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પ્રતિબદ્ધ છે. આથી જ, પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ વર્ષ ૨૦૧૯-૨૦ના ખરીફ પાકો માટેની લઘુતમ ટેકાના ભાવો – એમએસપીમાં વધારાને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે ખરીફ પાકોમાં સોયાબીનના લઘુત્તમ ટેકાના ભાવોમાં પ્રતિ Âક્વન્ટલે ૩૧૧ રૂપિયા, સૂર્યમૂખીના ભાવમાં ૨૬૨ રૂપિયાનો વધારો મંજૂર કર્યો છે. ખેડૂતોની આવક વધારવાની દિશામાં લેવાયેલું આ મહત્વનું પગલું છે. ભારતના નવા વ્યાપક આર્થિક માળખા અંગે આગામી અંદાજપત્રમાં વધુ સ્પષ્ટતા મળશે. ખાદ્યને પહોંચી વળવા ગેરવેરા આવક હેઠળ રિઝર્વ બેંક ઓફ ઈÂન્ડયામાંથી આર્થિક ભંડોળ સરકારને હસ્તાંતરિત કરવા અંગે વિચાર-વિમર્શ ચાલી રહ્યું છે. આગામી અંદાજપત્રમાં આ બાબત વધુ સ્પષ્ટતા થશે.

સુશ્રી સીતારમણ દ્વારા બનાવેલી દેશની નવી આર્થિક નીતિઓનું સ્વરૂપ જાણવા માટે અંદાજપત્રની જાહેરાતોની રાહ જાવી પડશે. દેશમાં વધુ રોજગાર નિર્માણ કરવા પર કે નાણાંકીય સમાવેશકતાથી ન્યૂનત્તમ મૂળભૂત આવક સુનિશ્ચિત કરવા પર ભાર મુકાશેસ જે આગામી અંદાજપત્રમાં સ્પષ્ટ થશે.

સામાજીક માળખાકીય સુવિધા વિકસાવવા પર ખાસ કરીને પાણી, સ્વચ્છતા પર સરકાર દ્વારા અપાતું સતત ધ્યાન તેમજ ઓછી આવક ધરાવતા પરિવારોને સ્વચ્છ રાંધણ ગેસ આપવા જેવા પ્રયાસો આવકારજનક છે, પરંતુ શિક્ષણ અને આરોગ્ય જેવા સામાજિક ક્ષેત્રના અંદાજપત્રમાં મહત્વના ઘટકોપરના ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની જરૂર છે. નવ સંશાધન નિર્માણમાં ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યમાં સરકારની નવી ભૂમિકાની લાંબા સમયથી રાહ છે. રાષ્ટ્રીય પોષણ મિશનને મજબુત બનાવવા આ અંદાજપત્રમાં નવી જાહેરાતો થશે તેવી અપેક્ષા છે.

આબોહવા પરિવર્તનનો મુદ્દો આ અંદાજપત્રમાં ધ્યાને લેવાશે તેવી અપેક્ષા છે. પર્યાવરણને અનુકૂળ તેમજ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આબોહવાને લગતા પડકારો સામે જવાબદારીપૂર્વક વર્તન અંગેનું અંદાજપત્રીય નિવેદન આવકારદાયક રહેશે. વિકાસમાં વૃદ્ધિ અને વેપાર સરલીકરણ માટે માળખાકીય સુધારાની પણ આવશ્યકતા છે. વિકાસને પુનઃજીવિત કરવા સરકાર દ્વારા આ સુધારાની જાહેરાત થઈ શકે છે. નાણાંકીય નીતિ સમિતિએ નીતિ દરોમાં ઘટાડો કર્યો છે. જાકે આ ઘટાડાનો કોમર્શિયલ બેંકો દ્વાર થતા અમલ પર દેખરેખ રાખવાની જરૂર છે. આ ઘટાડાથી અર્થતંત્રમાં વપરાશમાં વધારો થઈ રહ્યો છે.

અંદાજપત્રમાં માળખાકિય સુવિધાઓ પર વિશેષ ભાર મુકાશે. કોઈને પણ પાછળ ન છોડવા એ મોદી સરકાર ટુ પોઈન્ટ ઝીરોનો નવો યુગ છે.

ભારતીય અર્થતંત્રના વ્યાપક આર્થિક મૂળો મજબૂત હોવાથી નાણાંમંત્રી સુશ્રી સીતારમણ મૂડી રોકાણકારોને પ્રોત્સાહન મળે તેવી નીતિઓ લાવે તેવી સંભાવના છે. અંદાજપત્ર રજુઆત બાદ નાણાંકીય ઉત્સાહ જાવાય તેવી અપેક્ષા છે.

અમેરિકા-ચીન વચ્ચે વેપારયુદ્ધ, તેલની કિંમતોમાં થતી વધઘટ, ફુગાવો જેવી વૈશ્વિક અનિશ્ચિતતાઓને ભારતીય અર્થતંત્રના વિકાસ માટે કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે નાણાંમંત્રી દ્વારા આયોજન કરાશે.

 શ્રીરંગ તેંડુલકર, અપર્ણા ખૂંટ, નીકિતા શાહ, રમેશ પરમાર, જતિન કામદાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...