Skip to main content

આતંકવાદ સામેની પાકીસ્તાનની દંભી કાર્યવાહી અંગે સમીક્ષા

પાકિસ્તાને તેના ૧૯૯૭ ના આતંકવાદ કાયદાનો ઉપયોગ કરી આ અઠવાડીયામાં લશ્કર એ તયબ્બા તેમજ જમાત ઉદ દાવાના કેટલાક પદાધિકારીઓ સામે આતંકી સંસ્થાઓને ભંડોળ પુરૂ પાડવાના ગુના હેઠળ ર૩ જેટલી એફઆઈઆર નોંધાવી જેમાં જમાત ઉદ દાવાના વડા હાફીઝ સઈદનો સમાવેશ થાય છે. હાફીઝ સઈદ બાદ જમાત ઉદ દાતાના બીજા ક્રમના અબ્દુલ રહેમાન મકકસામે પણ ગુનો નોંધાયો હતો. જમાત ઉદ દાવા અને ફલાહ ઈ ઈન્સાનિયત જેવી સંસ્થાઓનો સેવાભાવી ટ્રસ્ટ તરીકે ઉપયોગ કરી તેમના ઉપર આતંકી જુથોને ભંડોળ પુરૂ પાડવાનો આરોપ મુકાયો છે. પાકિસ્તાનના પંજાબ સરકારના આતંકી વિરોધી વિભાગ ધ્વારા આ ગુનાઓ નોંધાયા હતા. આ વિભાગ ધ્વારા કરાયેલી તપાસમાં આ સંસ્થાઓ ધ્વારા પાંચ અન્ય ટ્રસ્ટના મદદથી ભંડોળ ભેગુ કરી આતંકી પ્રવૃતીઓ માટે આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત આ સંસ્થાઓએ દાનના નામે રોકડ સાથે મોટી માલમત્તા કબજે કરી હોવાના અહેવાલ હતા. હાફીઝ સઈદ ર૦૦૮માં થયેલા મુંબઈ આતંકી હુમલાનો મુખ્ય સુત્રધાર હતો. જેમાં ૧૬૪ લોકોના મોત નિપજયા હતા. આ ઉપરાંત ભારતમાં થયેલા કેટલાક આતંકી હુમલા પાછળ પણ તેનો હાથ હતો.

પાકિસ્તાને કરેલી કાર્યવાહી આવકારજનક છે. પરંતુ આનાથી કેટલાક સવાલો પણ ઉભા થયા છે. હાફીઝ સઈદ અને તેની સેવાભાવી સંસ્થાઓ ધ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી આતંકવાદને ભંડોળ પુરૂ પાડવામાં આવી રહયું છે, ત્યારે અત્યારે આનો સ્વીકાર કરવામાં મોટી વાત શું છે ? આટલા વર્ષો પછી પાકિસ્તાનને ખરેખર આટલી વ્યાપક તપાસની જરૂર હતી, એવુ માનીએ કે પાકિસ્તાન ધ્વારા સાચા હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી તો એ પાકિસ્તાનને આ પગલા લેવામાં આટલુ મોડુ કમ કર્યુ એ સવાર ઉભો થાય છે.

આનો જવાબ સ્પષ્ટ છે. પાકીસ્તાન લાંબા સમયથી આતંકી જુથો અને આતંકવાદીઓને વ્યુહાત્મક સંપત્તી તરીકે ઉપયોગ કરતું આવ્યું છે. જેથી તે અન્ય દેશોમાં આતંકી હુમલાઓ કરી શકે. વાસ્તવમાં પાકિસ્તાનના ભુતપુર્વ રાષ્ટ્ર પ્રમુખ જનરલ મુશર્રફે એકવાર જણાવ્યું હતું કે, પાકિસ્તાને આવા આતંકવાદીઓને નિર્માણ કર્યુ છે અનેતે તેમને દેશના મહત્વપુર્ણ સંપત્તી તરીકે ઉછેરે છે. અન્ય દેશો ઉપરાંત ભારતમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલો કરવામાં પાકિસ્તાન આ આતંકી સંગઠનોને ઉપયોગ કરી રહયું છે. પાકિસ્તાન પોતાના દુષ્કર્મોને ઢાંકવા આવુ કરી રહયું છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે આવા સંગઠનો સામે કાર્યવાહી શરૂ કરવા પાકિસ્તાનને શા માટે આટલો સમય લીધો.

હકિકત તો એ છે કે પાકિસ્તાન આંતરિક અને બાહ્ય રીતે ગંભીર પરિÂસ્થતિમાં મુકાયું છે. તે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ છે. પાકિસ્તાર આંતરીક રીતે ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહયું છે અને રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા પણ સરકાર અસમર્થ છે. આના કારણે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ આસમાને છે. બાહ્ય રીતે સમગ્ર વિશ્વ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જયાં સુધી પાકિસ્તાન તેની ભૂમિ પરથી થતી ત્રાસવાદ પ્રવૃતિઓ માટે કડક કાર્યવાહી નહી કરે, ત્યાં સુધી કોઈ તેને ટેકો નહી આપે. તાજેતરમાં જાપાનના ઓસાકા ખાતે યોજાયેલી જી-ટવેન્ટી શિખર પરીષદમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી હતી.

એફએટીએફ – નાણાંકીય કાર્યદળ દ્વારા વૈશ્વિક દેખરેખ રાખતાં પાકિસ્તાનને ત્રાસવાદીઓને ભંડોળ પુરૂ પાડવા બાબતે સતત ગ્રે યાદીમાં મુકવામાં આવ્યું છે. જા પાકિસ્તાન, ત્રાસવાદીઓને ભંડોળ પુરૂ પાડવા વિરૂધ્ધ નકકર કાર્યવાહી નહી કરે તો તેને ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાના ઓર્લાન્ડોમાં ર૧ જુને યોજાયેલી સભામાં આ બાબતે ખાસ ચેતવણી આપવામાં આવી છે.

જા કે આ પહેલીવાર નથી કે પાકિસ્તાન સરકાર આતંકવાદીઓ અને તેમના સંગઠનો વિરૂધ્ધ કાર્યવાહીની છાપ આપી રહી છે. પરંતુ કાર્યવાહી કયારેય ગંભીર નથી રહી. અત્યાર સુધી વિશ્વ સમુદાયને ગેરમાર્ગે દોરવામાં આવતું હતું. આ વખતે મહત્વનું એ છે કે આ સંગઠનો અને વ્યકિતઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય સરકાર અને સૈન્ય દ્વારા સંયુકત રીતે લેવામાં આવ્યો છે. જેથી સેનાને સંગઠનો વિરૂધ્ધ નિષ્ઠાપુર્વક કામ કરવા માટે થોડો અવકાશ છોડયો છે. પરંતુ તે થાય છે કેનહી તે જાવાનું બાકી છે.

વિશ્વ પણ એ જાવાની આશા રાખે છે કે પાકિસ્તાન ઈમાનદારીથી અને પુરી તાકાતથી આતંકવાદીઓ વિરૂધ્ધ પોતાના હિતમાં એટલુ જ કામ કરશે જે વૈશ્વિક શાંતીના હીતમાં હોય. વિશેષરૂપથી સઈદ પરના બનાવટી પગલા

આભાર - નિહારીકા રવિયા અને સમજી શકાય છે કે ભારતે ત્રાસવાદી હાફીઝ સઈદ પર લીધેલા પાકિસ્તાનના બનાવટી પગલાને વખોડી કાઢયા છે અને આતંર રાષ્ટ્રીય સમુદાયે પણ છેતરપીંડી ભરેલા માપદંડોને નકાર્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આતંકવાદીઓ અને આતંકી સમુહો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની પાકિસ્તાનની ઈમાનદારીનો નિર્ણય પાકિસ્તાની ભૂમિથી ચાલતા આતંકવાદી જુથો વિરૂધ્ધ અવિરત પગલા લેવાની તેમની ક્ષમતાને આધારે નકકી કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...