Skip to main content

ભારતે, રોકાણકારોને અનુકૂળ તથા વિકાસને ગતિ આપતું અંદાજપત્ર રજુ કર્યું આ અંગે સમીક્ષા

મોદી સરકારની બીજી મુદતનું પ્રથમ અંદાજપત્ર રજુ કરાયું છે. વેપારઉદ્યોગ ક્ષેત્રની ધારણા મુજબ અંદાજપત્રવેપારઉદ્યોગની પ્રક્રિયા સરળ બનાવનારું તથા ક્ષેત્રના વિકાસને નડતા અવરોધો દૂર કરનારું રહ્યું છે. અંદાજપત્રમાં દેશભરમાં ડિજીટલાઇઝેશનની પ્રક્રિયા મજબૂત બનાવીને લોકોનું જીવન ધોરણ સરળ અને સુવિધા યુક્ત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનશે. તેમજ આગામી વર્ષોમાં તેને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા, અંદાજપત્રમાં ભાવિ આયોજન રજુ કરાયું છે
વખતનું અંદાજપત્ર, ભૂતકાળના અંદાજપત્ર કરતા અલગ રજુઆત કરતું, તેમજ દરેક નાગરિકના જીવનધોરણને વધુ સારૂ બનાવવા માટે સરકારવેપાર જગત તથા નાગરિકોના જાડાણને મહત્વ આપતું અંદાજપત્ર છે. સરકારનું ધ્યેય વિકાસલક્ષી તથા ગરીબલક્ષી અંદાજપત્ર બનાવવાનું હોવાથી, બજેટમાં ખાનગી ક્ષેત્ર સહિત લાગતા વળતાઓ સાથે ભાગીદારીમાં અર્થપૂર્ણ સંપત્તિ નિર્માણનું આયોજન કેન્દ્રમાં રખાયું છે
સંપત્તિના યોગ્ય નિર્માણ વગર નાગરિક કલ્યાણનું ધ્યેય સાધવું શક્ય નથી. આથી વખતના અંદાજપત્રમાં વાર્ષિક ૪૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવર વાળા ઔધોગિક અને વેપાર એકમોના કોર્પોરેટ વેરામાં ૨૫ ટકા રાહતની જાગવાઇ છે
આના પરિણામે ૯૯ ટકા જેટલી ભારતની કંપનીઓને પગલાંનો લાભ મળશે. બચતનો તેઓ ફરી મૂડીરોકાણ માટે પણ ઉપયોગ કરી શકશે. પ્રકારની કામગીરી માગણી, અને  ઉત્પાદનને નવું બળ પુરુ પાડી શકે છે.
વખતના અંદાજપત્રમાં માળખાકીય સુવિધાઓ તથા સંપર્ક ઉપર ખાસ ભાર મૂકાયો છે. તેમજ, જળમાર્ગ, રેલવે માર્ગ તથા વિમાનમથકો જેવા હાલ ચાલી રહેલા પ્રોજેક્ટો ઝડપથી આગળ વધારવા ઉપર ભાર મૂકાયો છે. કામગીરીમાં ખાનગી ક્ષેત્રનો સહકાર મેળવવાની નેમ રખાઇ છે.
બધા પગલાંઓના કારણે વિવિધ ક્ષેત્રમાં કામગીરી ઝડપી બનશે. વેપારઉદ્યોગ ક્ષેત્રે મૂડીરોકાણ વધારવા અંદાજપત્રમાં વિદેશી મૂડીરોકાણકારોને માળખાકીય સુવિધા માટે ડેટ ફંડોમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપવું, બિનનિવાસી ભારતીયોને શેરબજારમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપવાની દરખાસ્ત છે.
ધિરાણની વસુલાત નહી થવાથીએન.પી..ની સમસ્યાથી પીડાતી બેંકો માટે આઇ.બી.સી. કોડનો અસરકારક ઉપયોગ કરવાની સાથે સાથે તેમને ૭૦ હજાર કરોડ રૂપિયાની મૂડી આપવાની દરખાસ્ત છે. ભંડોળ મળવાથી ધિરાણ આપવાની બેંકોની કામગીરી યથાવત રહેશે.
વખતના અંદાજપત્રમાં જાહેર ક્ષેત્રમાંથી સરકારી રોકાણ પાછૂ ખેંચીને એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા એક લાખ, હજાર કરોડ રૂપિયા ઉભા કરવાની નેમ રખાઇ છે.

વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે વખતના અંદાજપત્રમાં ઉડ્ડયનક્ષેત્રે વધુ એફ.ડી.આઇ. ને મંજુરી આપવાની દરખાસ્ત છે. એવી રીતે વીમાના ક્ષેત્રે પણ એફ.ડી.આઇ. ના ધારાધોરણો હળવા બનાવવા વિચારણા ચાલી રહી છે. એવી રીતે બાંધકામ તથા પરિવહન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર બેંક સિવાયની ફાઇનાન્સ કંપનીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
નાગરિકોને ગુણવત્તાવાળા ઉત્પાદનો મળી શકે તે હેતુથી સીંગલ બ્રાન્ડ સેક્ટરમાં એફ.ડી.આઇ. ના ધારાધોરણો હળવા બનાવવાની પણ દરખાસ્ત છે. અંદાજપત્રમાં સોનુ તથા ખનીજતેલ પરની આયાત ડ્યુટીમાં વધારો કરવાની દરખાસ્ત કરવાની સાથેસાથે ખુબ ધનવાન લોકો પરના આવકવેરામાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે.
આમ સમગ્ર રીતે વખતના અંદાજપત્રમાં આર્થિક ક્ષેત્રના ધારાધોરણો જાળવી રાખવાની સાથેસાથે વિકાસને ગતિ આપવા પગલાં સૂચવવામાં આવ્યા છે.

લેખક જી. શ્રીનિવાસન, વરિષ્ઠ આર્થિક બાબતોના પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...