Skip to main content

સંસદનું ગત સપ્તાહ અંગે સમીક્ષા

૧૭મી લોકસભાના પ્રથમ સત્રમાં જમ્મુ અને કાશ્મીર અનામત વિધેયક સહિત ઘણા વિધેયકોને મંજુરી અપાઈ છે. જમ્મુ અને કાશ્મીર અનામત વિધેયકમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રહેતા લોકોને સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ત્રણ ટકા અનામત બેઠકો રાખવાની જાગવાઈ છે.

સંસદના બંને ગૃહોએ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ માસ સુધી લંબાવવા માટે બહાલી આપી છે. આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ મુદ્દે અનામતની મહત્તમ મર્યાદા વધારીને ચાર ટકા કરવા બાબતે કેન્દ્ર સરકાર વિચારણા કરશે.

તેમણે કહ્યું કે, કાશ્મીર મુદ્દે એનડીએ સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ઇન્સાનિયત , જમહુરીયત અને કાશ્મીરીયતના સિધ્ધાંતને અનુસરી રહી છે. તેમણે એનડીએ સરકાર આતંકવાદ સામે કડક વલણ અપનાવી રહી હોવાની બાબત દોહરાવી હતી અને અદના સ્તરે તેના સારા પરિણામો જાવા મળ્યા છે.

કેન્દ્ર સરકારે કાશ્મીરમાં પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજીને જમહુરીયતની ખાતરી પરિપૂર્ણ કરવા પ્રયાસ કર્યો હોવાનું શ્રી શાહે કહ્યું. આ વિસ્તારમાં લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે લદ્દાખને માટે અલાયદુ ડિવિઝન બનાવવામાં આવ્યું છે, તથા પર્વતીય પરિષદને વધુ સત્તા આપવામાં આવી છે. રાજ્યસભામાં બધા જ રાજકીય પક્ષોના સાંસદોએ કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના શિક્ષકોએ અનામત આપવાની જાગવાઈ ધરાવતા વિધેયકને બહાલી આપી હતી.

કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા શિક્ષક વર્ગ માટે અનામત વિધેયકમાં દેશભરની ૪૧ કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી આઠ હજાર જગ્યાઓ પર ભરતીની તથા સામાન્ય વર્ગના અને આર્થિક રીતે નબળા એવા લોકોને ૧૦ ટકા અનામત રાખવાની જાગવાઈ ધરાવે છે. લોકસભાએ ડેન્ટીસ્ટ સુધારા વિધેયકને મંજુરી આપી છે.

આ વિધેયક ડેન્ટીસ્ટ માટેના ધારા ૧૯૪૮માં સુધારો સૂચવે છે. આ ધારો રાજ્ય ડેન્ટલ કાઉÂન્સલ તથા જાઇન્ટ સ્ટેટ ડેન્ટલ કાઉÂન્સલોનું નિયંત્રણ કરે છે. આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે, આ વિધેયકમાં ફરજિયાત શબ્દને દૂર કરવાની જાગવાઈ છે.

તેમણે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં તબીબી શિક્ષણમાં સર્વગ્રાહી સુધારા લાવવા રાષ્ટ્રીય તબીબી પંચ એન.એમ.સી. વિધેયક સંસદમાં રજૂ કરશે. લોકસભામાં ભારતીય તબીબી પરિષદ સુધારા વિધેયક ૨૦૧૯ પરની ચર્ચામાં ભાગ લેતા ડોક્ટર હર્ષવર્ધને આ મુજબ જણાવ્યું હતું.

લોકસભાએ આ વિધેયકને ધ્વનીમતથી બહાલી આપી હતી. સરકારે દિલ્હી ઇન્ટરનેશનલ આર્બીટ્રેશન સેન્ટર – એન.ડી.એ.આઈ.સી. વિધેયક ૨૦૧૯ ગૃહમાં લાવશે.

આ વિધેયકમાં ઇÂન્સ્ટટ્યૂશનલ આર્બીટ્રેશન માટે સ્વતંત્ર અને અલાયદી સંસ્થા રચવાની જાગવાઈ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહમાં આર્થિક સર્વેક્ષણ લોકસભામાં રજૂ કર્યું હતું.

આ સર્વેમાં જણાવ્યું છે કે, દેશના અર્થતંત્રનો ઉચ્ચ અને ઝડપી વિકાસદર હાંસલ કરવા લોકોએ એનડીએને મોટી સંખ્યામાં સમર્થન આપ્યું. વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ભારત ઝડપથી વધતું અર્થતંત્ર બની રહેશે, તેવો વિશ્વાસ સર્વેમાં વ્યક્ત કરાયો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટેનું સામાન્ય અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું હતું. દેશના અર્થતંત્રનો ઝડપી વિકાસ સાધીને વધુ ગતિમાન બનાવવા આ અંદાજપત્રમાં મોટી અને હિંમતભરી પહેલો કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...