Skip to main content

માળખાકીય સુવિધાઓને નવું બળ આપનાર બજેટ અંગે સમીક્ષા

દેશના અર્થતંત્રને આગામી ૫ વર્ષમાં ૫ ટ્રિલીયન અમેરીકી ડોલરનું અર્થતંત્ર બનાવવાના ધ્યેય સાથેનું આ વર્ષનું અંદાજપત્ર માળખાકીય સુવિધાને કેન્દ્રમાં રાખે છે.

આથી જ આ વખતના અંદાજપત્રમાં આગામી પાંચ વર્ષમાં માળખાકીય સુવિધા ક્ષેત્રે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાનું ધ્યેય નિર્ધારિત થયું છે. અંદાજપત્રમાં માર્ગ, પાણી, વિમાનમથક જેવી સુધિદાઓ વધારવા ઉપર મુકાયેલા ભારને કારણે અર્થતંત્રમાં ગુણાત્મક પરિવર્તન આવશે.

મોદી સરકારના કાર્યકાળના પહેલા પાંચ વર્ષોમાં માર્ગ, બંદરો, રેલમાર્ગ જેવી માળખાકીય સુવિધાઓને ટોચની અગ્રતા અપાઇ હતી. એવી જ રીતે માળખાકીય સુવિધાના વિકાસમાં અવરોધરૂપ સમસ્યાઓ ઉકેલવાને પણ સરકારે અગ્રતા આપી હતી.

હવે માળખાકીય સુવિધાના વિકાસની ગતિ નિશ્ચિત બની છે, ત્યારે સરકારે આ ક્ષેત્રે વધુ મોટો અને ઝડપી નિર્ણય લેવાની વિચારણા શરૂ કરી. આ અંદાજપત્રમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૩૦ ના સમયગાળામાં રેલવેમાં ૫૦ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની દરખાસ્ત છે. આ નિર્ણય આવકારદાયક છે, કારણ કે રેલવે એ માત્ર પરિવહનનું સાધન નથી પણ વાસ્તવમાં સમાજજીવનની જીવનરેખા ગણાવી શકાય.

ભૂતકાળમાં રેલવેમાં આટલા મોટા પ્રમાણમાં મૂડીરોકાણ એક સાથે થયું નથી, જેના લીધે માલગાડી તથા મુસાફર ગાડીઓ ઉપર આર્થિક બોજા પડ્યો. સરકારે રેલવેના પડતર પ્રોજેક્ટો ઝડપથી પૂરા કરવા માટે જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રની ભાગીદારી ઉપર ભાર મૂક્યો છે.

રેલવે દ્વારા સમગ્ર દેશમાં ૬૫૭ કિલોમીટર લંબાઇવાળું મેટ્રો રેલનું નેટવર્ક કાર્યરત કરાયું છે. આના લીધે શહેરી વિસ્તારના લોકોને શહેરમાં અવર – જવર કરવામાં સરળતા રહે છે. આ વખતના અંદાજપત્રમાં માલગાડીઓ માટે પૂર્વ અને પશ્ચિમના ખાસ સમર્પિત અને અલાયદા રેલમાર્ગો પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો છે.

રેલવે સ્ટેશનોના આધુનિકરણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આમ, કેન્દ્ર સરકારે માળખાકીય સુવિધા ઉભી કરવા જરૂરી ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઉભુ કરવા શકય તમામ વિકલ્પો ચકાસવાની શરૂઆત કરી છે.

આથી જ ક્રેડિટ ગેરેંટી એનહેન્સમેંટ કોર્પોરેશનની રચના કરવાનો નિર્ણય એ સાચી દિશામાં લેવાયેલું પગલું ગણાવી શકાય. અંદાજપત્રમાં ઔદ્યોગિક, કોરીડોર, ભારતમાલા, સાગરમાલા, જલમાર્ગોના ચાલી રહેલી પ્રોજેક્ટો અગ્રતાના ધોરણે પૂરા કરવાને ટોચની અગ્રતા આપવામાં આવી છે. વારાણસીથી – હલ્દીયા સુધીનો જળમાર્ગ માલસામનના વાજબી દરે પરિવહન માટેનું આદર્શ ઉદાહરણ ગણાવી શકાય, કારણ કે આના આધારે સમગ્ર દેશમાં નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવાનો દિશાનિર્દેશ મળી શકશે.

નવા બંદરોનો વિકાસ કરવો તથા જૂના બંદરોની ક્ષમતા વધારવી એ સાગરમાલા પ્રોજેક્ટમાં કેન્દ્રમાં રખાયેલી બાબત છે. આના કારણે વિશ્વવેપારમાં નિકાસ વધારવામાં તથા રોજગારીની તકો વધારવામાં મદદ મળશે.

અંદાજપત્રમાં ઉડ્ડયન ક્ષેત્રે ભારતને વિશ્વમાં કેન્દ્ર બનાવવાની નેમ રખાઇ છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં ૪૮ હજાર કિલોમીટરના માર્ગો બાંધવામાં આવશે. આ હેતુથી જમીન સંપાદનની કામગીરી રાજ્ય સરકારોને સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ દેશના ગ્રામીણ વિસ્તારો – શહેરી વિસ્તારોની નજીક આવ્યા છે.

આમ, માર્ગ અને અન્ય ક્ષેત્રે માળખાકીય સુવિધા વધારવા માટે, આ વર્ષે ૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા ઉપર અંદાજપત્રમાં ભાર મૂકાયો છે.

લેખક ઃ મનીષ આનંદ ખાસ સંવાદદાતા, ન્યુ ઇÂન્ડયન એક્સપ્રેસ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...