તુર્કીના લશ્કરી દળોએ ગયા બુધવારે શાંતિ કાર્યવાહીના નામે ઇશાન – સિરીયા પર આક્રમણ કર્યું. આ માટે તેને ત્રણ હેતુ હોવાનું જણાવ્યું હતું. તેમાં સિરીયા સાથેની તુર્કીની સરહદ પરની સુરક્ષા નિશ્ચિત કરવા એ પ્રદેશમાં કાર્યરત ત્રાસવાદીઓનો ખાતમો બોલાવવા અને સિરીયામાં વસતા નાગરીકોને ત્રાસવાદ સામે રક્ષણ આપવાનો હેતુ હોવાનું જણાવ્યું હતું.
ભારતે આ આક્રમણ વિશેની પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે, તુર્કીએ ઇશાન – સિરીયા ઉપર કરેલા એકપક્ષીય લશ્કરી આક્રમણ અંગે ભારત ખૂબ ચિંતાતુર છે. ભારત એવું માને છે તુર્કીના આ પગલાથી તે પ્રદેશમાં સ્થિરતા અને ત્રાસવાદ સામેની લડાઇ નબળી પડશે. તેની સાથે સાથે ત્યાં વસતા નાગરિકોની પણ તકલીફો વધશે. ભારતે તુર્કીને સંયમ જાળવવા અને સિરીયાનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાને માન આપવાનું અનુરોધ કર્યો છે.
ગયા મહિને રાષ્ટ્રસંઘની મહાસભામાં બોલતા તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગને જણાવ્યું હતું કે, ઇશાન – સિરીયામાં સ્થિતિ થાળે પાડવા તુર્કીએ સારો એવો ભોગ આપ્યો છે. તેમણે આ વિસ્તારમાં સલામતક્ષેત્ર ઉભું કરવાની દરખાસ્ત પણ મુકી હતી અને કહ્યું હતું કે, શાંતિ સ્થપાવાથી તાજેતરમાં સિરીયામાંથી આવેલા લગભગ 20 લાખ શરણાર્થીઓનું પુનઃવર્સન કરી શકાશે. શ્રી એર્ડોગનની દરખાસ્ત એવું સૂચવે છે કે, સિરીયામાં સલામત ક્ષેત્ર ઉભું કરવાથી સિરીયાની પ્રાદેશિક અંખડીતતાનો ભંગ નહીં થાય.
જો કે, તુર્કીના એકપક્ષીય પગલાથી સિરીયાનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જોખમાવી શકે છે. સિરીયા રાષ્ટ્રસંઘનું સ્થાપક સભ્ય છે. લશ્કરી દળોનું એકપક્ષીય ઉપયોગ તુર્કીના રાષ્ટ્રપતિના રાષ્ટ્રસંઘની મહાસભામાં સંવાદિતાને વાટાઘાટો પ્રત્યે ધ્યાન હોવાની વાત સામે વિરોધાભાસ ઉભો થયો છે.
તુર્કીની સશસ્ત્ર સેનાની રાષ્ટ્રસંઘના સભ્ય દેશના સાર્વભોમત્વ હેઠળના પ્રદેશ ઉપર એકપક્ષીય રીતે હુમલો કર્યો હોવાનું આ પહેલો બનાવ નથી જુલાઇ 1974માં પણ તુર્કીના સશસ્ત્ર દળોએ સાયપ્રસ ઉપર આક્રમણ કર્યું હતું. નવેમ્બર 1974માં રાષ્ટ્રસંઘની મહાસભાએ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો. જેમાં સાયપ્રસમાંથી તમામ વિદેશી લશ્કરી દળોને પાછા ખેંચી લેવાનો અનુરોધ કરાયો હતો. ત્યારબાદ ડિસેમ્બર 1974માં પણ રાષ્ટ્રસંઘની સલામતી સમિતીએ મહાસભાના આ ઠરાવને સમર્થન આપતો એક ઠરાવ પસાર કર્યો હતો. જો કે, તુર્કીએ હજી સુધી રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના આ ઠરાવનો અમલ કર્યો નથી.
આ વખતે ઇશાન – સિરીયા પર તુર્કીની એકતરફી લશ્કરી કાર્યવાહી સિરીયાઇ સરકારનું સમર્થન ન હોય તેવા ત્રાસવાદીઓ સામેની સીધી કાર્યવાહી જણાઇ રહી છે. 2011માં શરૂ થયેલો આ આંતરીક સંઘર્ષ વધુ બહોળા પ્રદેશમાં ફેલાયો છે. જેમાં ઇરાકના ઇસ્લામિક સ્ટેટ અને આઈ.એસ.આઈ.એલ. લેવાન્ટ જેવા ત્રાસવાદી જુથોનો સમાવેશ થાય છે. દાએશના નામથી જાણીતા લેવાન્ટ ત્રાસવાદી જુથે તેની વિધ્વંશક ધાક ઘણા પ્રદેશોમાં જમાવી છે.
તુર્કીએ તેના લશ્કરી આક્રમણના જાહેર કરેલા હેતુઓ પૈકી એક હેતુ સિરીયામાના રાજકીય લોકતાંત્રિક સંઘ પક્ષ એટલે કે પી.વાય.ડી અને તેના લોકરક્ષક એકમ એટલે કે, વાય.પી.જી. ઉગ્રવાદોને મારી હટાવવાનો છે. તુર્કી એવું માને છે કે, આ પક્ષ અને તેના ઉગ્રવાદીઓ તુર્કીમાં કાર્યરત કુર્દીસ્તાન કામદાર પક્ષ – પી.કે.કે.ની સિરીયામાંની શાખા છે. 1984થી પી.કે.કે.ના ઉગ્રવાદીઓ કુર્દો માટે સમાન હકની માગણી સાથે તુર્કી સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ કરી રહ્યા છે. અમેરીકા, યુરોપીય સંઘ અને તુર્કીએ પી.કે.કે.ને ત્રાસવાદી જૂથ જાહેર કરેલું છે.
સિરીયાના સંઘર્ષ દરમિયાન વાય.પી.જી. મીલીશીયાએ અલ-કાયદા સાથે જોડાયેલા અલ નૂસરા મોરચા દ્વારા સિરીયાની કુર્દિશ વસ્તી સામેના હુમલાઓને સફળતાપૂર્વક આગળ વધાર્યા હતા. વાય.પી.જી. મીલીશીયાએ સિરીયાના ડેમોક્રેટીક ફોર્સ અથવા એસ.ડી.એફ. પર પ્રભુત્વ જમાવ્યું છે જેને આઈ.એસ.આઈ.એલ.નો સામનો કરવા માટે અમેરિકા દ્વારા 2015થી સમર્થન અપાય છે.
ઓપરેશન પીસ સ્પીંગ ને રજુ કરવા તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રનું ચાર્ટર, તેમજ સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદના ઠરાવો અને આંતરરાષ્ટ્રીય કાયદાની જોગવાઇઓ રજૂ કરી છે. સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના આર્ટિકલ 51માં સભ્ય રાષ્ટ્રોએ સંરક્ષણના અધિકારની માગણી કરીને સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદને તેમની કાર્યવાહીનો તાત્કાલિક અહેવાલ રજૂ કરવા માગણી કરી છે.
તુર્કીએ પુષ્ટિ કરી છે કે તેણે સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદને કાર્યવાહીની જાણકારી આપી હતી. 10મી ઓક્ટોબર 2019ના રોજ મળેલી તેની બેઠકમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની દ્વારા લશ્કરી કાર્યવાહીને બદલે વાતચીત કરવા અને એક તરફી લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા સુધારેલ સુરક્ષા પરિષદની સતત નિષ્ક્રિયતાની બાબત ફરીથી સ્પષ્ટ થઇ છે.

Comments
Post a Comment