Skip to main content

મોદી-શી જિનપિંગ બેઠક – વિકાસની ભાગીદારીનો પુનરોચ્ચાર


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મામલ્લાપુરમ ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગને મળ્યા. અનૌપચારિક શિખર મંત્રણામાં બંને નેતાઓએ વિવિધ વિષયો પર મૈત્રીપૂર્ણ માહોલમાં વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સીધી વાતચીત પરિણામની દૃષ્ટિએ સારી રહી. વૈશ્વિક અને પ્રાદેશિક રીતે અશાંતિના વાતાવરણમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ અને સ્થિરતા સાથે વધારે વિસ્તરે તેવી અપેક્ષા છે.

એશિયાની ઉભરતી અર્થવ્યવસ્થા ધરાવતા બંને દેશોના મજબૂત નેતાઓ વચ્ચે બીજી અનૌપચારિક શિખર મંત્રણા સપ્તાહના અંતમાં ચેન્નાઈ નજીક યોજાઈ હતી. પ્રથમ દિવસે આતંકવાદ ઉપરાંત મોટા વ્યૂહાત્મક મુદ્દા, સાંસ્કૃતિક સંબંધો અને રાષ્ટ્રીય વિકાસના માર્ગ, વ્યાપાર અને સુરક્ષાના મુદ્દે ચર્ચાઓ થઈ. બીજા દિવસે દ્વિપક્ષીય મુદ્દા સાથે સંબંધિત વધુ નોંધપાત્ર ચર્ચા-વિચારણા થઈ તેમજ સરહદ સ્થિરતા, આતંકવાદ, વ્યાપાર, મૂડીરોકાણ અને બંને દેશોના લોકો વચ્ચેના સંપર્કો જેવા દ્વિપક્ષીય સંબંધો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.

એક દૃષ્ટિએ જોઈએ તો પલ્લવ યુગની સંસ્કૃતિના મહત્વ વિશે મામલ્લાપુરમ મંદિર પરિસરમાં મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રીનું વિસ્તૃત વર્ણન, ચીનના સર્વોચ્ચ નેતાને પણ નવાઈ પમાડે તેવું હતું. તાજેતરમાં બેઈજિંગ ખાતે એશિયન સંસ્કૃતિ સંવાદનું આયોજન કરાયું હતું. જ્યારે 2017 અને 2019માં બેલ્ટ એન્ડ રોડ અનુકરણીય શિખર પરિષદની જેમ ભારતે આ બેઠકમાં ભાગ લીધો ન હતો. જોકે આ સંદર્ભે કેટલાક સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.

ચિંતાના ઘણા મુદ્દે બંને નેતાઓએ પરસ્પર નિખાલસ ચર્ચા કરી ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, બેઠકમાં ક્યારેય કાશ્મીરનો મુદ્દો ઉભો થયો ન હતો. ન્યુયોર્ક ખાતેની વિદેશમંત્રીઓની સુરક્ષા સંવાદ અંગેની બેઠક અંગે પણ કોઈ જ ઉલ્લેખ કરાયો ન હતો.

તેમ છતાં વૈશ્વિક અનિશ્ચિતતા, આર્થિક વિકાસ દર અને રોકાણમાં ઘટાડો જેવા મુદ્દાઓ પર પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ શિ જિન પિંગ પરસ્પર લાભ માટે સાથે મળીને કામ કરવા સહમત થયા હતા. ભારત અને ચીને દોહરાવ્યું છે કે, બંને દેશ વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં સ્થિરતા નિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, બંને નેતાઓ દ્વારા તેમની બેઠક દરમ્યાન ઉચ્ચ સ્તરીય ક્રિયા-પ્રતિક્રિયામાં 17 વ્યાપક મુદ્દે વિચાર-વિમર્શ થયો હતો. વુહાન શિખર મંત્રણામાં પાંચ મુદ્દા ઉઠાવાયા હતા, જેમાં વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર, સરહદ પર શાંતિ, વ્યાપાર ખાધ, અફઘાનિસ્તાનમાં સંયુક્ત પ્રોજેક્ટ અને બંને દેશના લોકો-વચ્ચેના સંપર્ક વિશે ચર્ચા-વિચારણા થઈ હતી.

આ પાંચ મુદ્દામાંથી અફઘાનિસ્તાનને બાદ કરતા મામલ્લાપુરમ પ્રાચીન બંદરે થયેલી મંત્રણામાં અન્ય મુદ્દે ફરીથી ચર્ચા થઈ હતી. જો કે તાજેતરના અમેરિકાના તાલિબાન સાથેના સોદા નહીં કરવાના નિર્ણય વગેરે કારણોસર અફઘાનિસ્તાન મુદ્દો છોડી દેવો એ રસપ્રદ છે.

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામણ અને ચીનના વાઈસ-પ્રીમીયર હુ-ચૂન્હા વચ્ચે વ્યાપાર અને મૂડીરોકાણ મુદ્દે ઉચ્ચ સમિતિની સ્થાપના સંદર્ભે સારી પ્રગતિ થઈ હતી. વ્યાપાર ખાધ વિવાદાસ્પદ બની હતી, જે 65 અબજ ડોલરથી વધુની ખાધ બેઈજિંગની તરફેણમાં છે અને ભારતમાં ભાગ્યે જ કોઈ ચીની રોકાણો સાથે તેનો ભેદભાવપૂર્ણ વ્યાપાર વ્યવહાર છે.

બંને નેતાઓએ લોકોથી લોકોના સંપર્કને વધારવા પર ભાર મુક્યો હતો. ગત ડિસેમ્બરમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીની નવી દિલ્હીની મુલાકાત દરમ્યાન દસ સ્તંભ કરાર પર હસ્તાક્ષર થયાહતા, જેમાં પર્યટન, યુવા એક્સચેન્જ, મીડિયા, થીંક ટેન્ક મંચ, મ્યુઝિયમ મેનેજમેન્ટ, ચીની ભાષાના શિક્ષકો વગેરેનો સમાવેશ થાય છે. વિદેશમંત્રી એસ.જયશંકરે ચાલુ વર્ષે ઓગસ્ટમાં ચીનની મુલાકાત લીધી હતી અને તેઓ પણ આ મુદ્દાને વધુ પ્રોત્સાહન આપે છે. થોડા દિવસે અગાઉ ભારતે ચીની નાગરિકોને ઈ-વિઝા આપવાનું અને વધુ વળતર આપવાનું કહ્યું હતું.

અનૌપચારિક મંત્રણામાં તામિલનાડુ અને ફૂજિયન પ્રાંત વચ્ચે સિસ્ટર – રાજ્ય સંબંધો સૂચવાયા હતા. અનૌપચારિક શિખર મંત્રણામાં ભાગ્યે જ કોઈ નક્કર અને મૂર્ત પરિણામ મળે છે કેમ કે આનો ખાસ હેતુ બંને નેતાઓ વચ્ચે અનુકૂળ વાતાવરણ ઉભી કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી-જિનપિંગે વુહાન સ્પિરીટ અને ચેન્નાઈ કનેક્ટને અનુલક્ષીને નેતાની કક્ષાએ પરસ્પર પ્રોત્સાહન આપવા અનૌપચારિક શિખર મંત્રણાનું મૂલ્યાંકન કર્યું. ત્રીજી અનૌપચારિક શિખર-મંત્રણા માટે પ્રધાનમંત્રી મોદીને ચીન આવવાનું આમંત્રણ મળ્યું છે. પ્રધાનમંત્રીએ શી-જિનપિંગના આમંત્રણને સ્વીકાર્યું છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...