Skip to main content

ડોનાલ્ડ ટ્રમ્પે સિરીયામાં તુર્કીએ કરેલા આક્રમણને આંતરરાષ્ટ્રીય સ્તરે નામંજૂર ગણાવવાના સંકેત આપ્યા, એ અંગે સમીક્ષા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, તુર્કી સામે પ્રતિબંધો લાદવાની કરેલી જાહેરાતે અગાઉથી સંઘર્ષમાં સપડાયેલા મધ્ય-પૂર્વના દેશોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમેરિકાએ સીરિયામાંથી પોતાના દળો પાછા ખેંચવાની શરૂઆત કર્યા બાદ તુર્કીએ સિરીયા ઉપર આક્રમણ કરવાની શરૂઆત કરી. કુર્દીશ દળોના પ્રભાવવાળા સિરીયન ડેમોક્રેટિક ફોર્સ - એસડીએફ સામે બફર ઝોન ઊભો કરવા તુર્કીએ, ઉત્તર સિરીયામાં આક્રમણ કર્યું છે. કારણ કે, તુર્કીના કુર્દીશ કાર્યકારી પક્ષ પી.કે.કે. સાથે એસ.ડી.એફ.ની સાંઠગાંઠ હોવાથી, તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રીસેપ ઓર્દેગોન એસ.ડી.એફ.ને ત્રાસવાદી જૂથ ગણે છે. સિરીયાના કુર્દો સામે આક્રમણ વધારીને, તુર્કી પોતાના દેશમાં કુર્દ લોકોનો પ્રભાવ ઘટાડવા ઇચ્છે છે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સિરીયામાંથી પોતાના દળો પાછા ખેંચવાના લીધેલા નિર્ણયને આઈએસ ત્રાસવાદી સંગઠન સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનાર સિરીયા અને ઇરાક , અમેરિકાએ કૂર્દો સાથે કરેલો વિશ્વાસઘાત તરીકે મૂલવે છે.

માર્ચ 2019માં આઈએસ ત્રાસવાદી સંગઠન સંપૂર્ણ રીતે નાબૂદ કરાયું હોવાની જાહેરાત થઈ છે, આમ છતાં આ સંગઠન ફરીથી કાર્યરત થાય તેવી ભીતી હજી પણ અકબંધ છે.

અમેરિકન દળો પાછા ખેંચાતા તુર્કીએ પોતાના દેશમાં રહેતા 36 લાખ જેટલા સિરીયન શરણાર્થીઓને વસાવવા સિરીયામાં 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં સલામત વિસ્તાર રચવાનો નિર્ણય લઈને સિરીયા ઉપર આક્રમણ શરૂ કર્યું છે. શરર્ણાર્થીઓના પુનઃવસનની કામગીરી આવકાર્ય હોવા છતાં, તુર્કીએ સીરીયા ઉપર કરેલા આક્રમણને વિશ્વ આલમે વખોડી કાઢ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કી સામે શ્રેણીબદ્ધ પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાએ તુર્કીથી આયાત થતાં સ્ટીલની આયાત ઉપર 50 ટકા વેરો નાંખવાની તથા 100 અબજ અમેરિકી ડોલરનો વેપાર કરાર રદ કરવાની જાહેરાત કરી છે.

અમેરિકાના કાયદા વિભાગે, તુર્કીની અગ્રણી બેન્ક હોલ બેન્ક સામે મળી લોન્ડરીંગના આરોપોની તપાસ હાથ ધરવાનો પણ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત અમેરિકાએ તુર્કીના સંરક્ષણ, ઉર્જા તથા આંતરિક બાબતોના મંત્રાલયોની અસ્ક્યામતો ફ્રીઝ કરી છે.

અમેરિકાએ ચેતવણી આપી છે કે, તુર્કી આક્રમણ યથાવત રાખશે, તો તુર્કીના અર્થતંત્રને તોડી પાડવા પગલાં લેવાશે.

અમેરિકાના સાંસદો હજી વધુ કડક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. સીરીયા ઉપર તુર્કીના આક્રમણથી અમેરિકીની નીતીના વિરોધકો એક સાથે થઈ ગયા છે.

જેમ કે, અમેરિકાની ઇરાનની નીતીના પ્રખર વિરોધ યુરોપીયન સંઘે, પણ તુર્કી સામેના પ્રતિબંધો અંગે સંમતિ દર્શાવી છે.

તુર્કીના આક્રમણને ખાળવા અસમર્થ સીરીયા તથા રશિયા માટે, અમેરિકાએ તુર્કી સામે જાહેર કરેલા પ્રતિબંધો અણધારી કુદરતી મદદ ગણાવી શકાય.

સીરીયાના રાષ્ટ્રપ્રમુખ બશર-અલ-અસાદ સામે લડતા એસ.ડી.એફ.એ પણ તુર્કીશ કાર્યવાહીના પગલે હંગામી સંઘર્ષવિરામ જાહેર કર્યો છે.

બીજી તરફ પોતાના લક્ષ્યો નહી મળે, ત્યાં સુધી તુર્કી સેનાની કાર્યવાહી ચાલુ રાખવા રાષ્ટ્રપ્રમુખ એર્દાગોન કૃતનિશ્ચયી છે.

એર્દાગોનની - ઇરાન, યેરૂસલેમ, અથવા ગોલા હાઇરસ અંગેની નીતીઓ વિવાદાસ્પદ તથા ઓછી લોકપ્રિય રહી છે.

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ, તુર્કી સામેની કાર્યવાહીમા વ્યાપક આંતરરાષ્ટ્રીય પીઠબળ ધરાવે છે.

એર્દેગોનની કાર્યવાહીના લીધે ઘણા આરબ દેશો પણ નારાજ છે.

આમ, તુર્કી સામે આંતરિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલો અસંતોષ અમેરિકાને વધુ કડક પગલાં લેવાની સાનુકૂળ તક ઉપલબ્ધ કરશે.

ભારતે પણ તુર્કીની સેનાની કાર્યવાહ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતનું માનવું છે કે, તુર્કીની આ કામગીરીના લીધે સંબંધિત વિસ્તારમાં અસ્થિરતા ઊભી થઈ છે.

તુર્કીના આ પગલાથી માનવતા તથા નાગરિક ક્ષેત્રે ઘણો તનાવ ઊભો થયો છે.

લેખક-પ્રોફેસર પી.આર.કુમારસ્વામી, જેએનયુના પશ્ચિમ એશિયા અભ્યાસ કેન્દ્ર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...