સત્તરમી સદી તરફ પાછી નજર કરીએ તો, ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધો, પુરાણા ઐતિહાસિક સંબંધો કહી શકાય. 1947માં ભારતને આઝાદી મળી ત્યારબાદ બંને દેશો વચ્ચે સત્તાવાર સંબંધો સ્થપાયા. 1970 અને 1980ના દાયકામાં આર્થિક સંબંધોમાં સતત વધારો થયો. પરંતુ 1990ના દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાના ઉદારીકરણ પછી સંબંધો ખરેખર નવી ઉંચાઇએ પહોંચ્યા. રાજકીય આર્થિક અને સામાજિક - સાંસ્કૃતિક સ્તરે, દ્વિપક્ષીય સંબંધોમાં તીવ્ર વધારો થયો છે. ઉચ્ચ નેતૃત્વની પરસ્પર મુલાકાતો બાદ દ્વિપક્ષી સંબંધોમાં સ્પષ્ટ વધારો દેખાય છે.
2006માં ડચ પ્રધાનમંત્રી જેન પીટર બાલકેનન્ડે ભારતની મુલાકાતે આવ્યા. બંને વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં પ્રધાનમંત્રી સ્તરે ત્રણ મુલાકાત થઈ છે. મે-2018માં નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ્ટે ભારતના સૌથી મોટા વ્યાવસાયિક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જેણે બંને દેશો વચ્ચે વધતાં જતાં આર્થિક જોડાણના સંકેત આપ્યા.
હાલમાં જ ડચ શાહિ દંપતિ રાજા વિલિય એલેકઝાન્ડર અને રાણી મેક્ઝિમા પાંચ દિવસની ભારત યાત્રાએ આવ્યા હતા. વર્ષ 2013માં સત્તારૂઢ થયા બાદ, ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી.
તાલીમબદ્ધ પાઇલેટ એવા રાજાએ પોતે જ પોતાનું વિમાન ઉડાવ્યું અને ભારત પહોંચ્યા. તેઓ ઘણી બધી કે.એમ.એમ. ફ્લાઇટમાં પણ સહપાયલટ છે. નેધરલેન્ડમાં રાજાશાહી શાસન છે અને ભૂતકાળમાં વર્તમાન રાજા વિલિયમના માતા રાણી બિએટ્રીક્સ 2007માં ભારતની મુલાકાતે આવ્યા હતા.
સ્વાગત ભોજન સમારંભમાં શાહિ દંપતિને આવકારતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ભારપૂર્વક જણાવ્યું હતું કે, આર્થિક ભાગીદારીએ ભારત - નેધરલેન્ડ ના મુખ્ય આધાર છે. આ હકીકત દ્વારા સમર્થન મળે છે કે, ભારતમાં 100થી વધુ ડચ કંપનીઓ કાર્યરત છે, આ ઉપરાંત હેગ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, મજબૂત, ઐતિહાસિક સંબંધોને આધારે બંને પક્ષે નવીનીકરણ, મૂડીરોકાણ અને તકનીકી સહયોગ વધ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ સોલ્યુશન્સ - સ્માર્ સિટીઝ, ગ્રીનએનર્જી, સ્ટાર્ટ અપ અને નવા યુગના ઉત્પાદનો જેવી બાબતો પરસ્પરને સાથે લાવી રહી છે. ભારત નદીઓને પુનઃ જીવીત કરવા અંગે નેધરલેન્ડ પાસેથી ઘણું જાણવા ઉત્સુક છે.
રાજા વિલિયમ એલેકઝાન્ડરે 1957માં નેધરલેન્ડની ભારતીય પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ લીધેલી પ્રથમ મુલાકાત અને તેમના ત્યારે કરેલા સંબોધનને ટાંકીને જણાવ્યું હતું કે, આપણે બધા એકબીજાના દ્વારે ઊભા છીએ. તેમણે કહ્યું કે, નેધરલેન્ડને એ વાતની ખુશી છે કે, ભારત વિશ્વના પડકારોનો સામનો કરવા વ્યાપક સહયોગ અને આંતરરાષ્ટ્રીય કાયદા સાથે યુરોપીયન સંઘ સાથે જોડાઈ રહ્યું છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ-વિકાસ લક્ષ્યાંક માટે ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
નેધરલેન્ડ ભારત સાથે યુરોપીય સંઘમાં સૌથી મોટુ રોકાણ કરનાર પાંચમો સૌથી મોટો વ્યાપાર સહયોગી દેશ છે. શાહી દંપતિઓ, વિજ્ઞાન અને તકની વિભાગ અને ભારતીય ઉદ્યોગ સંઘના ઉપક્રમે યોજાયેલ 25મા તકનીકી શિખર સંમેલનમાં હાજરી આપી હતી. જે શિખર સંમેલન અને પ્રદર્શનમાં નેધરલેન્ડ એક સહયોગી દેશ હતો. આ શિખર સંમેલનમાં પાણી, કૃષિ, ખોરાક અને આરોગ્ય એ મુખ્ય વિષય હતા. આ શિખર સંમેલનમાં 15 જેટલા ભારતીય અને ડચ યુવા ઉદ્યોગ સાહસિકોને કોર્પોરેટ, સરકાર અને ભાગીદારી અંગે પોતાના વિચારો રજૂ કરવાનું મંચ મળ્યું હતું.
આ શિખર સંમેલનનું ઉદઘાટન કરતાં રાજા વિલિયમ એલકેઝાન્ડરે કહયુ’ કે નવીનીકરણ એ સહસર્જન છે. નવીનીકરણ એ આંતરરાષ્ટ્રિય જ્ઞાન અને કૌશલ્યને એકસાથે લાવવા અંગે છે, જે આપણને બધાને અસરકર્તા સામાજિક મુદૃાઓને નિવારવા ઉપયોગી નીવડે છે. સામાજિક – સાંસ્કૃતિક સ્તરે નેધરલેન્ડમાં ભારતીય સમુદાયની સંખ્યા અંદાજે બે લાખ ૩પ હજારની છે, જે બ્રિટન પછી યુરોપનો સૌથી મોટો દેશ છે. ૧પમી ઓકટોબરના રોજ શાહી દંપતીએ ઐતિહાસીક સફદરજંગ કબર ખાતે નેધરલેન્ડમાં અભ્યાસ કરેલો હોય તેવા પ૦ ભારતીય ભુતપુર્વ વિદ્યાર્થીઓના પસંદગીના જુથ સાથે વાતચીત કરી. યુરોપનું પ્રવેશ ધ્વાર ગણાતું હોલેન્ડ, ભારતીય વિદ્યાર્થીઓને પોસાય તેવી કિંમતે અંગ્રેજી ભાષાનું ઉચ્ચ શિક્ષણ આપીને વધુને વધુ આકર્ષીત કરે છે.
મુંબઇમાં શાહી દંપતી ડચ સમુદાયને મ/યા અને ઇન્ડો-ડચ કનેકશન ઇન ધ એજ ઓફ રેમ્બ્રોન્ડ નામના ૪૦૦ વર્ષના વારસાની ઉજવણી કરતાં પ્રદર્શનનું ઉદઘાટન પણ કર્યુ. યાત્રાના સમાપનમાં શાહી દંપતી કેરળ ગયા, જયાં તેઓ મેટેૃનચેરી ખાતે ડચ મહેલમાં ગયા હતા. શાહી દંપતીની આ મુલાકાત, ભારત – નેધરલેન્ડના સંબંધોને વધુ ગાઢ બનાવી નવી ઉંચાઇએ લઇ જશે.

Comments
Post a Comment