Skip to main content

નામ સંગઠન સામેના પડકારો અંગે સમીક્ષા


બિન જોડાણવાદી દેશોના સંગઠન – નામની 18 મી શીખર પરિષદ આવતા સપ્તાહે અઝરબૈજાનમાં યોજાવાની છે. એ વાસ્તવિકતા છે કે નામ સંગઠન અંગેના સમાચારો અગાઉની જેમ હવે વિશ્વ આલમનું ધ્યાન ખેંચતા નથી.

એવુ નથી કે બિન જોડાણ વાદી દેશોના સંગઠન નામે પ્રસ્તુતતા ગુમાવી છે. પણ હવે વૈશ્વિક સત્તાઓના સમીકરણો તથા આંતરરાષ્ટ્રીય સંબંધો બદલાયા છે. સમગ્ર વિશ્વમાં આવેલા પરિવર્તનના લીધે જી – ઝીરો – વિશ્વની રચના થઇ છે, તેમ પણ કહી શકાય.

જી – જીરો – વિશ્વ સંકલ્પનાનો અર્થ થાય છે કે કોઇપણ એક દેશ અથવા જૂથ – આર્થિક અને વ્યૂહાત્મક બાબતો ઉપર નિયંત્રણ ધરાવી શકે નથી. કેટલાક વર્ષો પહેલા ભારતના નિષ્ણાંતોએ બિન જોડાણવાદી દેશની સંકલ્પના રજુ કરી હતી. આ સંગઠનનો હેતુ ભારત પોતાની સ્વાયત્તતા તથા મૂલ્યોનું જતન કરીને, વિશ્વસ્તરે અગ્રણી દેશ તરીકે ભૂમિકા ભજવી શકે. અમેરીકા – રશિયા વચ્ચેના શીતયુધ્ધના અંતે બિન – જોડાણવાદી દેશની સંકલ્પના નવા સંદર્ભમાં અને નવા સ્વરૃપે રજુ કરવાની જરુરીયાત ઉભી થઇ. વિદેશમંત્રી એસ.જયશંકરે મુદ્દા આધારીત, વિશ્વસત્તાઓ સાથે સારા સંબંધો રાખતી, તથા વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા મહત્વની બનાવતી નવી વિદેશનીતી રજુ કરી છે. ટૂંકમાં કહીએ તો નવી બિન – જોડાણવાદી નીતિમાં ભારત, કોઇ એક દેશથી અળગો રહેવા માગતો નથી.

અગાઉ પણ નામ સંગઠન પાસેથી ઘણી ઉંચી અપેક્ષાઓ રખાઇ ન હતી. અને આ વખતે તો નામ સંગઠનની બેઠક એવા દેશમાં યોજાઇ રહી છે, જે નામ સંગઠનનો અગાઉ ભાગ ન હતો. વર્તમાન સ્થિતિએ વૈશ્વિક સ્તરે જી – વીસ, તથા બ્રીક્સ જેવા સંગઠનોએ આગવું મહત્વ મેળવ્યું છે અને ભારત આ બન્ને સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

ભારતે સ્થાપેલું નામ સંગઠન પ્રથમથી વિશાળ સંખ્યામાં દેશોનું સંગઠન રહ્યું અને તે હજી પણ સ્થાપના કાળના સંગઠનના મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે.

ભારત દ્દઢપણે માને છે કે વર્તમાન સમયમાં બિનજોડાણવાદમાં મહાત્મા ગાંધીજીના સ્વાતંત્ર્યની સંકલ્પના પ્રસ્તુત છે – જેમાં સંઘર્ષ વખતે બધા જ લોકોના સ્વાતંત્ર્યને મહત્વનું માનવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં નવા અને નાના દેશો, સ્વાતંત્ર્ય અને સર્વભૌમત્વ અકબંધ રાખતા નામ સંગઠનમાં જોડાવવા માટે ઉત્સુક છે. કારણ કે મોટી સત્તા સાથે જોડાણ કરવામાં તેમની ઓળખ ટકાવવી મુશ્કેલ બને છે. નામ સંગઠન શરુઆતથી જેમાં દ્રઢપણે માને છે તે સમગ્ર વિશ્વવ્યવસ્થા સમાનતાના ધોરણે ગોઠવાવી જોઇએ એ બાબત આજે પણ પ્રસ્તુત છે.

બિન જોડાણવાદી દેશોના સંગઠન નામે નવેસરથી શરુઆત કરવાની જરુર છે. નામ સંગઠને પોતાની કાર્યસૂચિ નવેસરથી ઘડીને, નવેસરથી કામગીરી શરુ કરવી પડશે.

ભારત, નામ સંગઠનના સિધ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે.

નામ, વિકાસશીલ દેશોના સાર્વત્રિક હિતોને સાચવવા કામગીરી કરી શકશે. જેમાં વૈશ્વિક આર્થિક વ્યવસ્થા તથા નિશસ્ત્રીકરણ ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ અગાઉની જેમ અસરકારક રહ્યુ નથી – પણ તેનો અર્થ એવો નથી કે તેનો ત્યાગ કરવો જોઇએ. નામ સંગઠન પણ એક શક્તિશાળી મંચ છે આજે વિકાસશીલ દેશો વચ્ચેનો સહકાર વધુ મહત્વનો બન્યો છે. આ ક્ષેત્રે ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. અને હજી પણ ભજવી શકશે.

અઝરબૈજાનમાં યોજાનારી નામ સંગઠનની શીખર બેઠકમાં વર્ષ 2030 સુધીના સાતત્યપૂર્ણ વિકાસના એજન્ડાના અમલીકરણ ઉપર ભાર મૂકાશે. આ ઉપરાંત આબોહવામાં પરિવર્તન, પેરીસ સમજૂતી, આર્થિક સુધારા અને આતંકવાદ જેવા મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરાશે.

અઝરબૈજાન નામ સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે તેણે નાટો સંગઠન અને રશિયા – એમ પરસ્પર વિરોધી બળીયા જૂથો સાથે સંબંધો કેળવ્યા છે.

અઝરબૈજાનમાં યોજાનારી શીખર બેઠકમાં પ્રાદેશિક તથા વૈશ્વિક સ્તરના પડકારો અંગે પણ ચર્ચા કરાશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...