Skip to main content

એફ.એ.ટી.એફ. ની ચેતવણી બાદ પાકિસ્તાન ગ્રે લીસ્ટમાં રહેશે - એ અંગે સમીક્ષા

પાકિસ્તાને વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે સંઘર્ષ વિરામનો ભંગ કરીને ભારતીય ચોકી તથા ગામોને લક્ષ્ય બનાવીને ગોળીબાર અને તોપમારો કરતા ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓના શિબીરનો ખાત્મો કર્યો હતો. લશ્કરના વડા જનરલ બીપીન રાવતે દાવો કર્યો હતો કે ભારતીય સેનાની વળતી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો તથા આતંકવાદીઓ ઠાર થયા છે. પાકિસ્તાન અવાર નવાર સંઘર્ષ વિરામનો ભંગ કરે છે. ખાસ કરીને કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરવાના નિર્ણય બાદ આ પ્રમાણ વધ્યુ છે.

કાશ્મીર મુદેૃ આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નીષ્ફળ ગયેલા પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કરીને ગોળીબારની આડમાં ઘુસણખોરોનો ભારતમાં ઘૂસાડવાના પ્રયાસ વધાર્યા છે. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના પ્રયાસો સતત નીષ્ફળ બનાવ્યા છે. દરમ્યાન પેરીસમાં યોજાયેલી એફએટીએફની બેઠકમાં આતંકવાદ મુદેૃ અપુરતી કાર્યવાહી કરનાર પાકિસ્તાનને ફેબ્રુઆરી ર૦ર૦ સુધી ગ્રે લીસ્ટમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ એફએટીએફ સંસ્થાએ આતંકવાદીઓ સામે વધુ અસરકારક પગલાં લેવા પાકિસ્તાનને વધુ ચાર માસનો સમય આપ્યો છે.

એફએટીએફ એ પાકિસ્તાનને આ મુદેૃ કડક ચેતવણી પણ આપી છે. પાકિસ્તાન વધુ વખત નીષ્ફળ જશે તો તેને બ્લેકલીસ્ટમાં મુકવાનો ખતરો વધી જશે. જો આમ થાય તો તેને આર્થિક ફટકો પડી શકે છે. એફએટીએફ સંસ્થાએ પાકિસ્તાન માટે આતંકવાદ સામેની કાર્યવાહી માટે નિર્ધારીત કરેલા ર૭ પૈકી પાંચ માપદંડો બાબતે પાકિસ્તાને કાર્યવાહી કરી છે. ચીન, મલેશિયા અને તુર્કી પાકિસ્તાનને વધુ સમય આપવા ઇચ્છતા હોવાથી જ પાકિસ્તાન બ્લેકલીસ્ટમાં મુકાવાથી બચી ગયું છે.

અત્યાર સુધી એફએટીએફ સંસ્થા દ્વારા ઉત્તર કોરીયા તથા ઇરાન આ બે દેશોને જ બ્લેક લીસ્ટમાં મુકવામાં આવ્યા છે. જે દેશો બ્લેક લીસ્ટમાં મુકાય છે તેમની સામે પ્રતિબંધો મુકાય છે અને આઇએમએફ વિશ્વ બેંક અને અન્ય સંસ્થાઓ પાસેથી ધિરાણ આવા દેશોને મળતુ નથી. જો કે ચીન, મલેશીયા તથા તુર્કી પાકિસ્તાનને વધુ કડક ચેતવણી આપવા સંમત થયા હતા. ચીનના પ્રતિનિધિ અને એફએટીએફના વર્તમાન અધ્યક્ષે ટીપ્પણી કરી હતી કે પાકિસ્તાને આતંકવાદ મુદેૃ વધુ ઝડપથી કાર્યવાહી કરવી જોઇએ.

ફેબ્રુઆરી ર૦ર૦ સુધી પાકિસ્તાન જો નોંધપાત્ર કામગીરી કરશે નહી તો તેને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવશે. ગત જુન ર૦૧૮ માં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં મુકવામાં આવ્યુ હતું. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને નાણાંકીય પીઠબળ પુરૂ પાડતુ હોવાના અહેવાલને ગંભીરતાથી લઇને એફએટીએફ દ્વારા નીર્ણય લેવાયો હતો.

ત્યારપછી અત્યાર સુધીના સમયાંતરે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પાકિસ્તાન, આતંકવાદ સામે તે પુરતા પગલાં લઇ રહયું હોવાની સતત રજુઆત એફએટીએફ સમક્ષ કરતુ આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પાકિસ્તાની સત્તાવાળાઓ ધ્વારા આતંકવાદને નાથવા માટે ગંભીરતાપુર્વક પગલાં લઇ રહયું હોવાના દાવાઓ કર્યા છે.

જો કે વિશ્વ સમુદાયે પાકિસ્તાનને અત્યાર સુધી આપેલી દરેક તકનો ઉપયોગ કરવામાં પાકિસ્તાન નીષ્ફળ રહયું હોવાનું જણાય છે. આતંકવાદીઓને મળતાં નાણાંના પ્રવાહને રોકવામાં પાકિસ્તાન નિર્ણાયક કાર્યવાહી કરી શકયુ નથી. પાકિસ્તાન પ્રેરીત આતંકવાદની સીધી અસર ભારત ઉપર થઇ રહી છે. ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લેવાય તેની રજુઆત કરી છે. જેને અમેરીકા સહિત ઘણા દેશોએ ટેકો આપ્યો છે.

ભારતે વિશ્વ આલમનું ધ્યાન દોર્યુ હતું કે જૈશ એ મહંમદ આતંકવાદી સંગઠનના બેંક ખાતા ફ્રીઝ કરાયા હોવા છતાં સંગઠનનો વડો મસૂદ અઝર નાણાં બેંક ખાતામાંથી ઉપાડવામાં સફળ રહયો હતો.

એફએટીએફની ચેતવણી બાદ પાકિસ્તાન શું પગલાં લે છે. તેની પર વિશ્વની નજર છે. આ ચેતવણીને ગંભીરતાથી લઇ કાર્યવાહી કરવી તે પાકિસ્તાન જ હિતમાં છે. જો પાકિસ્તાને ગ્રે લીસ્ટ માંથી બહાર આવવુ હશે અને દેશને વિકાસના પંથે લઇ જવો હશે તો તેણે તાત્કાલિક પગલાં લેવા જ પડશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...