પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે તાજેતરમાં થયેલા LPGની આયાત અંગેના સમજૂતી કરાર બંને પડોશી દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવા માટે મહત્વપૂર્ણ કહી શકાય. ઉત્તર-પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાના અનોખા પડકારને પહોંચી વળવા ભારતનું આ સમજૂતી કરાર અંગેનું મહત્વપૂર્ણ પગલું છે. એકબીજાની મુશ્કેલીઓને સમજવા અને તેના યોગ્ય ઉકેલ લાવવા ભારત સરકારે સૌહાદપૂર્ણ પ્રાથમિકતા દર્શવી છે. આ બાબતે ભારતના સરહદી રાજ્યમાં બાંગ્લાદેશથી જથ્થાબંધ LPG આયાત માત્ર એક વર્ષમાં જ સુનિશ્ચિત કરાશે. વળી પરિવહન ખર્ચ અને સમયમાં નોંધપાત્ર ધટાડો થશે. જ્યારે ભારત બાંગ્લાદેશથી ટ્રકમાં બે નિમાયેલા ખાનગી સપ્લાયર્સ દ્વારા LPGની આયાત શરૂ કરાશે, ત્યારે બાંગ્લાદેશના બંદર મોંગલાથી પશ્ચિમ ત્રિપુરાના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પ્લાન્ટ સુધીનું અંતર માત્ર 120 કિ.મી. જેટલું થશે.
શ્રી મોદી અને સુશ્રી હસીનાએ પડકારો છતાં દ્વિપક્ષી સંબંધોને પરસ્પર સૌહાર્દપૂર્ણ અને લાભદાયી બનાવવા પ્રયાસ કર્યો છે. LPG પુરવઠો, બાંગ્લાદેશની બે LPG કંપનીઓ દ્વારા અપાશે અને રાજ્ય હસ્તકની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા તેને બોટલમાં ભરાશે અને વેચાણ કરાશે. બાંગ્લાદેશ સાથે કરેલા આ LPG આયાત માટેના સમજૂતી કરાર પૂર્વીય દરિયાકાંઠાના ભારતની લાંબા ગાળાની ઉર્જા વિતરણ યોજના માટે નોંધપાત્ર બનશે. હાલમાં ભારત પાસે પશ્ચિમ કાંઠે તેલ અને ગેસ આયાત કરવા એક નક્કર માળખુ છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સમજૂતી કરાર દ્વારા આ પ્રદેશમાં ગેસ અને બળતણ પુરવઠાની જરૂરિયાત પૂર્ણ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી શેખ હસીનાની ઉપસ્થિતિમાં કરેલા સંબોધનમાં નોંધ્યું હતું કે, એલપીજીની નિકાસના કારણે બંને દેશોમાં જીવન ધોરણમાં સરળતા થવાની સાથે બાંગ્લાદેશમાં નવી રોજગારી અને આવક ઊભી થશે.
બાંગ્લાદેશ, ભારતને એલપીજી નિકાસ કરવા સુવિધાઓ ઊભી કરવા આગળ આવ્યું છે તેણે ભારતીય રોકાણકાર માટે ચીંતગાંગ બંદર નજીક મીરશરાઈ આર્થિક ઝોન વિકસાવવા એક હજાર એકર જમીન ફાળવી છે.
ભારત સાથે ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યો સાથે વેપાર સંબંધો મજબૂત કરવા બાંગ્લાદેશે, ભારતને આશુગંજ અને મીંગલા બંદરો વાપરવાની છૂટ આપી છે.
દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવાની ભાગરૂપે બાંગ્લાદેશ – ઉત્તર પૂર્વી ભારત વચ્ચે રેલ જોડાણ પુનઃ સ્થાપિત કરાશે. ફેની નદી પર પુલ બનાવવાનું કાર્ય પૂર્ણ થતાં જ માર્ગ જોડાણ પણ ખુલ્લો મુકાશે. જેનાથી પરસ્પર વિકાસ અને સમૃદ્ધિના નવા આયામો ખુલશે.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ એલપીજી આયાત સહકારને સારી પાડોશી ભાવનાનું દ્રષ્ટાંત રૂપ ગણાયું છે. સામે પક્ષે ભારત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની કુશળતા થકી બાંગ્લાદેશમાં તેલ માળખાકીય સુવિધા ઊભી કરવામાં મદદ કરશે.
ભૂશાસ્ત્રીઓના મતે, બાંગ્લાદેશ, દરિયાઇ આર્થિક ઝોન, એશિયા-પ્રશાંત વિસ્તારમાં સૌથી મોટો તેલ-ગેસ જથ્થો ધરાવે છે. ભારત તેની તકનીકી કુશળતા સાથે મુખ્ય ભાગીદાર બની બાંગ્લાદેશને વૈશ્વિકસ્તરે, મોટાપાયે હાઇડ્રોકાર્બન ઉત્પાદન કરતો દેશ તરીકે ઊભરવામાં મદદરૂપ થઈ શકે છે.
તાજેતરમાં ભારત – બાંગ્લાદેશ વચ્ચે ઉચ્ચસ્તરી સંબંધો વધુ મજબૂત બન્યા છે. 2018-19માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 9 બીલીયન અમેરિકી ડોલરથી વધીને 10.46 બીલીયન અમેરિકી ડોલર થયો છે. ભારત, ગેસ ગ્રીડ સ્થાપવા બાંગ્લાદેશ સાથે મળીને કામ કરી રહ્યું છે. જેનો ઉદ્દેશ બાંગ્લાદેશથી ઉત્તરપૂર્વ ભારતમાં પાઇપલાઇન વડે એલએનજી આયાત કરવાનો છે.
છેલ્લા દશકમાં ભારતની ઉર્જા માંગમાં અણધાર્યો વધારો થયો છે. જે 2040 સુધીમાં બમણી થાય તેવી સંભાવના છે. હાલમાં થઈ રહેલા કરારોથી બંને દેશોને ભવિષ્યમાં લાભ થશે.
લેખક – દીપાંકર ચક્રબોર્તી
રૂપલ જાની, નીકીતા શાહ, જતીન કામદાર
Comments
Post a Comment