Skip to main content

ભારતની પૂર્વના દેશો તરફી નીતિના વિસ્તરણ અંગે સમીક્ષા

ભારતના રાષ્ટ્રપતિ જાપાન અને ફિલીપાઈન્સની મુલાકાતે ગયા છે.

આ બંને દેશો ભારતની પૂર્વના દેશો તરફી નીતિમાં મહત્વના ગણી શકાય.

રાષ્ટ્રપતિએ પ્રથમ તબક્કામાં ફિલીપાઈન્સની મુલાકાત લઈને ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 70 વર્ષ થયા તે ઘટનાને કેન્દ્રમાં મૂકી સંબંધો મજબૂત બનાવ્યા.

ત્યારબાદ તેઓએ જાપાનની મુલાકાતે લઈને રાજા નારનહિતોના રાજ્યાભિષેક સમારંભમાં હાજરી આપી હતી.

સમગ્ર વિશ્વ વ્યવસ્થા અંગે સમાન વિચારો તેમજ મૂલ્યો તથા પરસ્પર હિતના આધારે ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેના સંબંધો તેમને સ્વાભાવિક રીતે ભાગીદાર દેશ બનાવે છે.

વિકાસશીલ દેશો પરસ્પર મદદરૂપ બને તે સિદ્ધાંતના આધારે ભારત અને ફિલીપાઈન્સ વચ્ચે સ્થપાયેલા દ્વિપક્ષીય સંબંધોને ભારતની પૂર્વના દેશો તરફી નીતિના કારણે નવું બળ મળ્યું છે.

રાષ્ટ્રપતિની મુલાકાત વખતે દરિયાઈ ક્ષેત્ર, સલામતી, પ્રવાસન તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર મજબૂત બનાવતી ચાર સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાયા છે.

આ ઉપરાંત બંને દેશોના નાગરિકો વચ્ચેના સંબંધો સુદ્રઢ બનાવવા, રાજકીય, અવકાશ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.

રાષ્ટ્રપતિ કોવિંદે ક્વિઝોન શહેરમાં આવેલી મિરીયમ કોલેજ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

ભારત અને ફિલીપાઈન્સ બંને દેશોના અર્થતંત્રો જગતમાં ઝડપથી વિકસતા જતા અર્થતંત્રો છે.

બંને દેશો વચ્ચે વેપાર ક્ષેત્રના મજબૂત સંબંધો ઉપરાંત મૂડીરોકાણ ક્ષેત્રે પણ સારા સંબંધો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેઈક ઈન ઈન્ડિયા પહેલ તો ફિલીપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ રોડરીગો દુતાર્તેની બીલ્ડ, બીલ્ડ એન્ડ બીલ્ડ ઈનીશીએટીવે બંને દેશોના રોકાણકારો માટે સ્માર્ટ સિટી, બંદરો, ડિજીટલ આઈ-વે જેવા ક્ષેત્રોમાં મૂડી રોકાણની ઘણી નવી તકો ઉભી કરી છે.

ભારત-ફિલીપાઈન્સ વેપાર પરિષદ તથા ચોથી આસિયાન - ભારત વેપાર શીખર બેઠકમાં રાષ્ટ્રપતિ કોવિંદે સ્ટાર્ટ અપ, ડિજીટલ ક્ષેત્ર, નવતર કલ્પના જેવા નવા ક્ષેત્રોમાં સહકાર મજબૂત બનાવવાનો અનુરોધ કર્યો.

ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2.3 અબજ અમેરિકી ડોલરનો છે. ભારતીય કંપનીઓએ મુખ્યત્વે કાપડ, માહિતી ટેકનોલોજી, દવા જેવા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આમ છતાં માળખાકીય સુવિધા, સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સંબંધો વધારવાની સારી તકો રહેલી છે.

રાષ્ટ્રપતિએ ફિલીપાઈન્સને ભારતના મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા જેવી ફ્લેગશીપ યોજનાઓમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું હતું.

જાપાનની મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજા નારૂહિતોના રાજ્યાભિષેક સમારોહમાં હાજરી આપવા ઉપરાંત રાજા તથા જાપાનના પ્રધાનમંત્રી શીન્ઝો આબે દ્વારા અપાયેલા ભોજન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ શ્રી કોવિંદે સુકીઝી હોંગવાનજી બૌદ્ધ મંદિરે જઈ દર્શન કર્યા હતા.

રાષ્ટ્રપતિ સીનો સોતો મંદિરના કાકેગાવા ખાતે યોજાયેલા ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભારત જાપાનના વૈશ્વિક મૂલ્યો, સ્વાતંત્ર્ય, કાયદાનું શાસન જેવા સિદ્ધાંતોના આધારે સ્થપાયેલા સંબંધોને રાષ્ટ્રપતિની જાપાનની મુલાકાતથી નવું બળ મળ્યું છે.

આગામી ડિસેમ્બર માસમાં ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ મંત્રીસ્તરની બેઠક યોજાવાની છે. ભારતે અપનાવેલી પૂર્વના દેશો તરફી નીતિના કારણે ભારત, જાપાન સાથેના દ્વિપક્ષીય સંબંધો હજી સુદ્રઢ બનાવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જાપાનની મુલાકાતથી આજ હેતુને નવું બળ પુરૂ પાડ્યું છે.

ભૌગોલીક તથા રાજકીય કારણોસર ભારત-પ્રશાંત ક્ષેત્રના દેશો વચ્ચેનો સહકાર મજબૂત બનાવવાની તાતી જરૂર છે.

ત્યારે ભારત-જાપાન સહિત આ ક્ષેત્રના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવીને તેમને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસો કરશે.

લેખીકા - ડૉ.તિતલી બાસુ, પૂર્વ-દક્ષિણ-પૂર્વ એશિયાની વ્યૂહાત્મક બાબતોના વિશ્લેષક

શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર




Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...