પ્રાદેશીક વ્યાપાક આર્થિક ભાગીદારી – આરસીઈપી અંતર્ગત ચાલી રહેલી વાટાઘાટો આગામી બે થી ચાર નવેમ્બર દરમ્યાન યોજાનાર ઈસ્ટ એશિયા સમિટ, આસીયાન પરીષદ અને અન્ય સંલગ્ન બેઠકો યોજાયતે પહેલા પુર્ણ થાય તેવી સંભાવના છે. આનાથી જુન ર૦ર૦ માં ઔપચારિક કરા માટેનો માર્ગ મોકળો બનશે. આવતા મહીનાના પ્રારંભે બેંગકોક ખાતે યોજાનાર ઈસ્ટ એશિયા સમિટ અને અન્ય બેઠકોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે. આરસીઈપી પણ આ બેઠકોના કેન્દ્રમાં હશે. આસીયાન સંગઠનના ૧૦ સભ્ય દેશો તથા ૬ સંવાદ ભાગીદાર ભારત, જાપાન, ઉત્તર કોરીયા, નયુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે નવેમ્બર ર૦૧ર થી આરસીઈપી વાટાઘાટોનો પ્રારંભ થયો છે. છેલ્લા સાત વર્ષમાં મુખ્ય એશિયાઈ અર્થતંત્ર સાથે સંકળાયેલા આસિયાન સંચાલિત બહુસ્તરીય વાટાઘાટોના અનેક તબકકાઓ યોજાયા છે.
આ અઠવાડીયે બેંગકોકમાં આ મેગા પ્રાદેશિક વેપાર સંગઠનની બેઠક સમાપન થયુ હતું. જેમાં ૮૦ ટકા જેટલી વાટાઘાટો કરાર પુર્ણ થયા હતા. વાટાઘાટો કરનાર દેશે રરપ કરારમાંથી ૧૮પ કરારો માટે સંમત થયા હતા. દરેક કરારમાં વસ્તુ, સેવા અને રોકાણ ત્રણ ચાવીરૂપ મુદૃ પર વિશેષ ભવન કેન્દ્રીત કરાયું છે.
આસીયાન તથા ભારત સહિત ભાગીદાર દેશોને સાંકળુ આરસીઈપી પ્રાદેશિક આર્થિક સંવાદ માટે પાયારૂપ બની રહયું છે. આરસીઈપી વાટાઘાટોનો હિસ્સો બનવાની બાબત ભારતની એકટ ઈસ્ટ નીતીના ભાગરૂપે જાવાઈ રહી છે. તમામ સ્પષ્ટતા બાદ આરસીઈપી ભાગીદાર દેશો વચ્ચે આંતર પ્રાદેશિક વેપાર સંબંધો સરળ, Âસ્થર અને બીન અવરોધક બનશે. જા કે આરસીઈપી વાટાઘાટોના સંતોષકારક નિષ્કર્ષ માટેનો માર્ગમાં અનેક સંવેદનશીલ મુદૃઓ છે. બાજરમાં પ્રવેશ અને સંરક્ષિત માલ એ મતભેદનો મુખ્ય મુદૃ છે.
આરસીઈપી વાટાઘાટોને અંતિમ સ્વરૂપ અપાય એ અગાઉ આઠ મુદૃ મંત્રીસ્તરની બેઠક થવી આવશ્યક છે. વિવાદ પતાવટ કાર્યવાહી ઈકોમર્સ અને મુળ નિયમો ભારત માટે ચિંતા ના મુદૃ છે. બેંગકોકમાં મંત્રીસ્તરની યોજાયેલી બેઠકમાં વાણીજય મંત્રી પીયુષ ગોયલે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. જા કે મોટાભાગના મુદૃઓ ઉકેલી ન શકવાના કારણે બેઠકનો ઉદેશ્ય પુર્ણ થઈ શકાયો ન હતો. બેઠકમાં સંયુકત ઘોષણા પત્રની વિગતો અંગે સર્વીસંમતી સધાઈ ન હતી.
વાટાઘાટો દરમિયાન ભારત અન્ય દેશોને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે સમજાવી રહયું હતુ. તે દર્શાવે છે કે ભય મુકત અને નિયમ આધારીત પ્રાદેશિક વેપાર કરાર માટે પ્રતિબધ્ધ છે. જો કે ચીન જેવા દેશો ધ્વારા ભારતીય બજારોના અવરોધ વિનાના પ્રવેશ જેવા મુદૃા ભારતમાં ચિંતાનો વિષય છે. ચીન, આરસીઇપી વાટાઘાટો ઝડપથી નકકી થાય તે માટે આતુર છે. કારણ કે આનાથી ચીનને ભારત જેવા મોટા બજારમાં પ્રવેશવાની તક ઉભી થશે જે અમેરીકા સાથે ચાલી રહેલા વેપાર યુધ્ધ માટે રાહતરૂપ બનશે.
એક બાજુ કેટલાક ક્ષેત્રોમાં લગાવાયેલા આયાત નિયંત્રણોએ અત્યાર સુધીમાં ચીન સામે નબળા ક્ષેત્રોને બચાવ્યા છે. પરંતુ તે આરસીઇપીના અમલ પછી શકય ના પણ બને. વધુમાં ભારત ચીન સાથે પ૦ અબજ અમેરીકી ડોલરની વેપાર ખાદ્યનખો સામનો કરી રહયું છે. ચીને ભારતની ચિંતાઓને ઉદેશવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ કરી છે. ડેરી ઉદ્યોગ જેવા ગ્રામીણ વસ્તી સાથે સીધી રીતે જોડાયેલા ભારતીય અર્થતંત્રના પેટા ક્ષેત્રો, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના અતિ વિકસીત ડેરી ઉદ્યોગો સામે નબળા પડશે. આવા શકય પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે ભારત ડેટા લોકલાઇઝેશન, મુળ અસ્તિત્વના નિયમો અને કોઇ એક દેશ ધ્વારા ઉત્પાદનો ઠાલવી દેવાની પરીસ્થિતીથી બચવા માટે આયાતી ઉપર નિયંત્રણ જેવા મુદૃાઓ અંગે વાતચીત કરી રહયું છે.
ભારત આરસીઇપીમાં જોડાવા તૈયાર છે એ શરતે કે સમજુતીઓમાં ભારતે સુચવેલી સલામતી પધ્ધતિનો સમાવેશ કરવામાં આવે. આવી સલામતીઓ ખાસ કરીને ભારતીય સમાજના નબળા વર્ગો અને સીમાંત ખેડુતો અને મધ્યમ અને નાના ઉદ્યોગો જેવા અર્થતંત્રના નબળા ક્ષેત્રોને નુકસાન ના થાય તેવી ખાતીર કરવા જરૂરી છે. સરકારના આ અભિગમને દોહરાવતા વેપરમંત્રી ગોયલે કહયુ કે આપણે કોઇપણ મુકત વેપાર સમજુતી અમલી કરીએ ત પહેલા સ્થાનિક ઉદ્યોગ અને ભારતીય લોકોનુ દરેક હિત જળવાવુ જોઇએ. સેવાઓ, મુડી રોકાણમાં અને દરેક રીતે રાષ્ટ્રીય હિતો જળવાય તેની ભારત ખાતરી કરશે. ભારત પોતાના નાગરીકી અને પ્રાદેશિક અને બહુઆયામે વેપાર અને આર્થિક સહયોગ વ્ય્વસ્થાઓ વચ્ચે સારૂ સમતોલન જાળવવામા એકધારુ રહયુ છે.
Comments
Post a Comment