ભારત – અમેરીકા વ્યૂહાત્મક મંચની બીજી બેઠકમાં થયેલી ચર્ચાના પરિણામે ભારત અમેરીકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી એ તેમની તાજેતરની અમેરીકાની મુલાકાત વખતે ભારતના અર્થતંત્રને 5 ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો નિર્ધાર દોહરાવ્યો હતો.
ભારત – અમેરીકા વ્યૂહાત્મક મંચે ભારતના આ આર્થિક ક્ષેત્રના નિર્ધાર તથા દ્રષ્ટિકોણને સમર્થન આપ્યું. આ આર્થિક મંચમાં ટોચની કંપનીઓના સી.ઇ.ઓ. રાજદ્વારીઓનો સમાવેશ થાય છે.
આ આર્થિક મંચે, પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા રજુ કરાયેલા આર્થિક દ્રષ્ટિકોણને સમર્થન જાહેર કર્યું છે. આ મંચમાં અધ્યક્ષપદે જોન ચેમ્બર છે, તથા અન્ય સભ્યોમાં શીતયુધ્ધ સમયગાળાના રાજદ્વારી હેનરી કિસીંજાર, ભૂતપૂર્વ અમેરીકાન વિદેશમંત્રી કોન્ડોલીના રાઇસ અને ટોચની કંપનીઓના 300 સી.ઇ.ઓ. નો સમાવેશ થાય છે.
ભારત અને અમેરીકાના સંબંધોમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણી પરિપકવતા અને ગુણાત્મક સુધારો જોવા મળ્યો છે. વાણીજય મંત્રી પિયુષ ગોયલે આ બાબતને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થવાની સાથે – સાથે બન્ને દેશો વચ્ચેનો વેપાર વધી રહ્યો છે. આ દ્વીપક્ષીય વેપાર વર્ષ 2025 સુધીમાં વધીને 235 અબજ અમેરીકી ડોલર સુધી પહોંચે તેવી શક્યતા છે. ભારતએ બાબતને જાણે છે કે અમેરીકાના રાજદ્વારી બાબતોમાં વેપારને હંમેશા કેન્દ્રમાં સ્થાન અપાય છે.
શ્રી ગોયલે કહ્યું કે બન્ને દેશો વચ્ચેના વધતા જતા સંબંધોને ધ્યાનમાં લઇને નવી વેપાર સમજૂતીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ભારત સરકાર દ્વારા વેપારમાં સરળીકરણ માટે લેવાયેલાં પગલાની વિગતો આર્થિક મંચને આપી હતી. તેમણે કહ્યું કે ભારતે, આર્થિક વિકાસને નવુ બળ આપવા માટે કોર્પોરેટ વેરામાં ઘટાડો કર્યો છે.
ભારતે નવતર કલ્પનાને વેપાર - ઉદ્યોગ ક્ષેત્રે કેન્દ્રમાં રાખી છે. અને નવતર પહેલોને પ્રોત્સાહન આપવા શરુ કરાયેલી અટલ ટિંકરીંગ લેબની જાણકારી આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે ભારતની લોકશાહી દેશનો વિસ્તાર તથા બુધ્ધિક્ષમતા આ ત્રણ પરિબળોમાં દેશની વાસ્તવિક ક્ષમતા રહેલી છે.
અમેરીકા પણ આ બાબત જાણે છે અને સીલીકોન વેલીમાં ભારતીયોની બુધ્ધિ ક્ષમતાએ અમેરીકાને અર્થતંત્રને નવી ઉંચાઇ પાર જવામાં મદદ કરી છે. ભારતે, વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા અર્થતંત્રમાં આ ક્ષેત્રે વધુ ઉદાર અભિગમ અપનાવ્યો છે. અમેરીકાની મોટી કંપનીઓ ચીનના વિકલ્પમાં ઉત્પાદન હેતુથી નવા કેન્દ્રની શોધમાં છે. પૂર્વ એશિયાના કેટલાક દેશોએ આ બાબતનો લાભ લેવાનો નિર્ણય લીધો છે. આ બધી જ બાબતો ધ્યાનમાં લેતા ભારતમાં અંગ્રેજી ભાષાની હાજરી, કૌશલ્ય, ધરાવતા માનવબળમાં થઇ રહેલો વધારો તથા હવે વેપાર સરળીકરણ માટે લેવાયેલા પગલાં આ બધી જ બાબતોએ ભારતને મૂડીરોકાણનું કેન્દ્ર બનાવ્યું છે.
હવે વેપાર સરળીકરણ માટે લેવાયેલાં પગલાં આ બધી જ બાબતોએ ભારતને મૂડીરોકાણનું કેન્દ્ર બનાવ્યું છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે આર્થિક મંચની બેઠકમાં જણાવ્યું હતું કે ભારત સરકારે ગુણાત્મક પરિવર્તન માટે કરેલી પહેલોના લીધે કુશળ ભારતીયો , અમેરીકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં કેન્દ્રમાં રહેશે. તાજેતરની અમેરીકાની મુલાકાત વખતે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ અમેરીકાની ઉર્જા ક્ષેત્રની અગ્રણી કંપનીઓના સી.ઇ.ઓ. સાથે ચર્ચા કરી હતી.
ત્યાર પછી ભારતના પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દ્વિપક્ષીય સંબંધોમાં ઉર્જાનું પરિબળ ઉમેર્યું. તેમણે કહ્યું કે ભારત અને અમેરીકા વચ્ચેનો ઉર્જા ક્ષેત્રનો વેપાર આ વર્ષે 10 અબજ ડોલરને આંબી જાય તેવી શક્યતા છે.
એશિયામાં કેટલાક ક્ષેત્રોમાં રાજકીય દ્રષ્ટિએ ઉભી થયેલી અનિશ્ચિતતા જોતા, ભારતે પોતાની ઉર્જા ક્ષેત્રની જરુરીયાતને પહોંચી વળવા વૈકલ્પિક સ્રોતોની શોધ શરુ કરી છે.
અગાઉ પણ ભારતે, અમેરીકાના શેલ ગેસ સ્રોતોનો ઉપયોગ કર્યો હતો. આમ, ભારત અને અમેરીકા વચ્ચે પરસ્પર હિતને ઉપયોગી એવી વેપાર ક્ષેત્રની સંધીના લીધે, બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ને નવુ બળ મળશે.
લેખક – મનીષ આનંદ , ઇન્ડિયન એક્સપ્રેસના ખાસ સંવાદદાતા
Comments
Post a Comment