Skip to main content

૧૮મી નામ શિખર પરિષદ અંગે સમીક્ષા

અઝરબૈજાનની રાજધાની સેલ્યુબ્રિયસના દરિયાકાંઠે બાકુમાં બિન જોડાણવાદી ચળવળ નોન એલાઇન્ડ મુવમેન્ટ નામ દેશોની ૧૮મી બે દિવસીય બેઠક મળી. જેનો નિષ્કર્ષ વિશ્વના દેશોને યાદ અપાવે છે કે નામ સંગઠન હજુ જીવંત છે અને સમૃધ્ધ છે. છ દાયકા અગાઉથી નામ દેશોના સંગઠનની શરૂઆતથી જ પશ્ચીમન્) ટિકાકારોની કોઇ કમી નથી. જેઓ તેના વિશે લખવા તૈયાર ન હતા, પણ તેઓ વારંવાર ખોટા સાબિત થયા છે. ખરેખર તો ૧૮મી નામ શિખર પરીષદનું આયોજન અઝરબૈજાન ધ્વારા કરાયું હતું. જે આ નામ સંગઠનમાં ર૦૧૧ ના અંતમાં જોડાયા હતા. આ બિન જોડાણવાદી દેશોનું સંગઠન હજી પણ સભ્ય દેશો માટે કંઇક અર્થ ધરાવે છે. ઝડપથી બદલાતી દુનિયામાં હજી પણ એવા ઘણા દેશો છે જે ત્રીજા વિશ્વના દેશો માટે એક અવાજે બોલવા માટે મંચ તરીકે નામ દેશો પર વિશ્વાસ રાખે છે અને આજ તક તેમને વિશ્વના દેશો સમક્ષ રજુઆતની એક શકિતશાળી રાજનીતી તરીકેની ઓળખ આપે છે.

બિન જોડાણવાદી ચળવળના સંસ્થાપક દેશોમાંના એક એવા ભારત દેશે તેની પ્રગતિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયાહ નાયડુએ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યુ હતું. જેમણે શિખર પરીષદના સહયોગી દેશોને ભારતના તેના સિધ્ધાંતો અને ઉદેશો અંગે પ્રતિબધ્ધતા વ્યકત કરતા તેને દોહરાવ્યું હતુ. ધાર્યા મુજબ પાકિસ્તાને પોતાનો પ્રિય કાશ્મીર મુદૃો ઉઠાવવા આ મંચનો ઉપયોગ કરવાનું ટાળ્યું નહતું. આ મુદેૃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીના ટીકાત્મક સંબોધનનો જવાબ આપવા, ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુએ પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર બિંદુ જણાવ્યું હતું અને લાંબા સમયથી ચાલતા સરહદપારના આતંકવાદને બંધ કરવા અને કાશ્મીર મુદૃાને નહી ચગાવવા તાકીદ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુએ કહયું કે જો પાકિસ્તાન આતંકવાદને પોષવાનું બંધ કરે તો પશ્ચિમના પાડોશી દેશો તેને માટે અને વિશ્વના બાકીના દેશો માટે ઘણુ બધુ સારૂ કરી શકે. શિખર પરીષદના નિવેદનમાં સંયુકત રાષ્ટ્રના ચાર્ટરના સિધ્ધાંતો, આંતરરાષ્ટ્રીય સંમેલનો અનુસાર આતંકવાદનો વિરોધ કરવાના પ્રયાસ માટેના સંકલ્પ સાથે ભારતની સ્થિતિને યોગ્ય ઠેરવવામાં આવી હતી.

જો કે બિન જોડાણવાદી દેશોની ચળવળની શરૂઆત પછી અને શીત યુધ્ધના દિવસોથી વિશ્વનું બે વૈચારિક છાવણીમાં વિભાજન થયા પછી વિશ્વમાં ઘણુ પરીવર્તન આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય રાજનીતીમાં થઇરહેલા ફેરફારો સાથે બિન જોડાણવાળી ચળવળની ભૂમિકામાં પણ બદલાવ આવ્યો છે. તે જ રીતે નામ દેશોએ પણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય રાજનીતીના બદલાતી ગતિ સાથે સંતુલન સાધી ફેરફાર કરવા પડશે પણ આમ છતા નામ હજી પક્ષ સંયુકત રાષ્ટ્રસંઘ પછી વિશ્વનું સૌથી મોટુ સભ્ય દેશો ધરાવવાનું જુથ છે. ૧ર૦ દેશોના સભ્યપદ સાથે તે વિશ્વનું બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. જેને રાજકીય કે લશ્કરી સત્તા આધારીત વિશ્વમાં મહત્વપુર્ણ ગણવુ રહયું.

નોંધપાત્ર એ છે કે આ પરીષદમાં પોતાના જુદા જુદા એજન્ડા સાથે અલગ રીતે કામ કરવા કરતા સંયુકત રાષ્ટ્રીયસંઘ સાથે સંતુલન સાધી કાર્ય કરવા અંગે વિચારણા કરાઇ.

બહુ ડિકલેરેશનમાં બહુપક્ષીયતાને પ્રોત્સાહન આપવા અને સંયુકત સંઘ સામાન્ય સભા સહિત સંયુકત રાષ્ટ્રસંઘ વ્યવસ્થાના લોકશાહીકરણની માંગણી ઘણા સમયથી કરાઇ રહે છે. બિન જોડાણ ચળવળનું પ્રતિનિધિત્વ કરતા દેશો એ આ માટે એકમત નોંધાયો છે. કુબે વિશ્વ સંસ્થાએ આની નોંધ લેવી જોઇએ.

પરીષદમાં સંયુકત રાષ્ટ્રસંઘના સામાનય ચસિવે વિશ્વમાં થઇ રહેલો અભાવ, વૈશ્વિકરણમાં લોકોનો ઘટી રહેલા વિશ્વાસ, વૈશ્વિક – આંતરરાષ્ટ્રીય હિંસામાં થઇ રહેલો વધારો અને સામુહીક કાર્યવાહીની જરૂરીયાત જેવા મુદૃાઓની કરેલી વાતને જોતાં આશા સેવાઇ રહી છે કે વિશ્વની સૌથી મોટી બે સંસ્થાઓ સાથે મળીને સંતુલનમાં કાર્ય કરે તે સમય આખરે આવી ગયો છે.

રૂપલ જાની – નિકિતા શાહ – મુકેશ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...